મરણ નોંધ

જૈન મરણ

રંગપુર(ભાલ) ઘાટકોપર નિવાસી દિનેશભાઈ નાનાલાલભાઈ અજમેરા તે પ્રતિભાબેનના પતિશ્રી. અમીબેન, સુમીબેન, ગ્રીષ્મીબેનના પિતાશ્રી. વિનોદભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.રસીલાબેન, કોકિલાબેન, હસુમતીબેન, લીલીબેનના ભાઈ. રવિચંદભાઈ ઉમેદચંદભાઈ અજમેરા નવસારીના ભત્રીજા, તા.૨૬-સપ્ટે-૨૪ના અરિહંતશરણ પાયલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્વામી નારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).
સોરઠ વીસા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ ચુનાભઠ્ઠી મુંબઇ રમેશભાઇ ન્યાલચંદ મહેતા (ઉં. વ. ૮૮) તા. ૨૬-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દુબેનના પતિ. સંગીતાબેન, સંદીપભાઇના પિતા. મયૂરભાઇ, ફાલ્ગુનીબેનના સસરા. સ્વ. અનિલભાઇ, રશ્મીભાઇના ભાઇ. સાસરા પક્ષે સ્વ. બાબુલાલ કેશવજી કોરડિયાના જમાઇ. પ્રાર્થનાસભા એસ.એન. ડી. ટી. ઓડિટોરિયમ, ૩૩૮, આર. એ. કિડવાઇ રોડ, માટુંગા, મુંબઇ-૪૦૦૦૧૯. તા. ૨૯-૯-૨૪ના રવિવાર, સવારના ૧૦થી ૧૧.૩૦.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. તારાબેન કાંતિલાલ શાહના સુપુત્ર તુષારભાઇ શાહ (ઉં. વ. ૬૩) તે તા. ૨૭-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શર્મીના પતિ. ખેવના આકાશકુમાર શાહ, પાર્થના પિતા. તે વિણાબેન વિનોદકુમાર શાહ ગિરીશભાઇ, રાજેશભાઇ, રમેશભાઇ, નિકેશભાઇના ભાઇ. તે ચીનુભાઇ જેસંગભાઇ શાહના જમાઇ. કેતનભાઇ, ભગવાનદાસ શાહના વેવાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી હાલ વાલકેશ્ર્વર કનુભાઈ શાંતિલાલ શાહના ધર્મપત્ની દિવ્યાબેન (ઉં. વ. ૮૫) તા.૨૬-૦૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કેતનભાઈ, ડો. નિલેશભાઈ, કૌશિકભાઈના માતુશ્રી. હીનાબેન, દક્ષાબેન, અમીબેનના સાસુ. મિતાલી સ્નેહકુમાર, કરણ, યશના દાદી. વિનુભાઈ, સૂર્યાબેન, કનકબેનના ભાભી. ભાવનગરનિવાસી મનુભાઈ મણીલાલ ઘડિયાળીની દીકરી પ્રાર્થનાસભા તા.૨૯-૦૯-૨૪ના રવિવારના ૩.૩૦ થી ૫.૩૦. કે. સી. કોલેજ ઓડિટોરિયમ, કે. એમ. કુંદનાની ચોક, ચર્ચગેટ, મુંબઈ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના હાલાઇ ફરિયોના માતુશ્રી (જીવીબાઇ) હીરબાઇ દેવશી વિજપાર ગોગરીના સુપુત્રી મણીબેન (માયાબેન) (ઉં. વ. ૮૭) તા. ૧૫/૯/૨૪ના અમદાવાદ મુકામે પ્રભુ સમિપે અનંત પ્રયાણ કરેલ છે. એડ્રસ : શાંતીલાલ ગોગરી, હિરામોતી નગર, બી-૧, વાગલે ઇસ્ટેટ, થાણા-૪૦૦૬૦૪.
લુણીના જીવીબાઈ કુંવરજી દેઢિયા (ઉં. વ. ૯૬) તા. ૨૫.૯.૨૪ અરિહંતશરણ પામ્યા છે. કુંવરજી સુરાના ધર્મપત્ની. વેજબાઈ સુરા તેજાના પુત્રવધુ. હરીલાલ, અમૃતલાલ, કલ્યાણજી, દિલીપ, સુંદરબેન (શીલા), હેમલતા, ઉર્મિલાના માતુશ્રી. લુણી દેમુબેન દેવજી વાઘા, છસરા હીરબાઈ કરમશી પાસુના સુપુત્રી. લુણી નાનજી તલકશી, છસરા લાલજી, મગનલાલ, દામજી, જાદવજી, ખીમઈબાઈ, જખીબાઈ, દેવકાબાઈ, લક્ષ્મીબેન, સુંદરબેનના બેન. ગુણાનુવાદ રાખેલ નથી. નિ. કલ્યાણજી કુંવરજી : એ-૯૦૧, બિ.નં. ૯૦, ઉજ્જવલા, તિલકનગર, મું-૮૯.
ગોધરાનાં જયવંતીબેન કુંવરજી જેસંગ સાલિયા (ઉં. વ. ૭૫) તા. ૨૬/૦૯/૨૪ નાં મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. રતનબેન જેસંગ ઘેલાનાં પૌત્રી. સ્વ. લક્ષ્મીબેન કુંવરજીનાં પુત્રી. સ્વ. પ્રવિણ, દિનેશ, મુલચંદનાં બેન. માપરનાં સ્વ. નાનબાઈ પ્રેમજીનાં દોહિત્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ: દિનેશ સાલિયા, બી-૨૦૨, સાંઈનાથ એપાર્ટ.,ટાટા કોલોની, મુલુંડ ઈસ્ટ, મુંબઈ-૮૧.
મુંદરાના કમલાબેન કાંતિલાલ છેડા (ઉં. વ. ૭૦) તા. ૨૬/૯/૨૪ના અવસાન પામેલ છે. વીરબાઇ મગનલાલના પુત્રવધુ. કાંતિલાલના પત્નિ. રોહીતના માતુશ્રી. માપરના પ્રેમીલાબેન ગણશી ગડાના પુત્રી. રમીલા, રતિલાલ, નરેન્દ્ર, રશ્મિકાંતના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રોહીત છેડા, ૪/૧૦, માતૃપિતૃ છાયા, શાસ્ત્રી નગર, ડોંબિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હણોલ નિવાસી હાલ વસઇ રમેશચંદ્ર કાનજીભાઇ દુર્લભજીભાઇ જાગાણી (ઉં. વ. ૭૮) તા. ૨૬-૯-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે તરૂલતાબેનના પતિ. નિરવ, અભય, હિના (ડિમ્પલ), સીમાના પિતા. પિન્કી, ક્રિશા, ભાવિન મોદી, કેતન દોમડીયાના સસરા. સ્વ. પ્રભુદાસભાઇ, ભૂપેન્દ્રભાઇ, પકાશભાઇ, સ્વ. ધનલક્ષ્મીેબેન જસાણી, સ્વ. દિનાક્ષીબેન જસાણી, કાન્તાબેન મહેતા, રસિલાબેન શાહ, પુષ્પાબેન બગડીયા, લતાબેન મિયાણી, કોકીલાબેન શેઠ, હિરાબેન મહેતા, ઇન્દુબેન શાહ, કૈલાસબહેન મહેતાના ભાઇ. ધોરાજી નિવાસી હાલ મલાડ અશોકભાઇ રમણલાલ શેઠ, સુધાબેન દોશી, પ્રજ્ઞાબેન બોટાદરા, રેખાબેન ગાંધી, જયોતિબેન પાડલીયાના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૯-૯-૨૪ના રવિવારના રોજ સવારના ૧૦થી ૧૨. ઠે. કે. ટી. વાડી, તેરાપંથ ભવનની બાજુમાં, ૬૦ ફીટ રોડ, વસઇ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button