મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા હાલ અંધેરી દોશી નાગરદાસ જગજીવનદાસના સુપુત્ર. બિપીનચંદ્ર દોશીના ધર્મપત્ની અ. સૌ કનકલતા (ઉં. વ. ૭૩) રવિવાર, તા. ૨૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દેવાંગભાઈ – ચિરાગભાઈ – ઉર્વીબેનના માતુશ્રી. અમીબેન – ધારાબેન – શ્રેણીકકુમારના સાસુ. પિયરપક્ષ (વરલવાળા, ભાવનગર – અંધેરી) શાહ જયંતીલાલ શામજીભાઈના દીકરી. પ્રતિભાબેન અશોકભાઈ શાહના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૨૯/એ ઈન્દ્રલોક બિલ્ડિંગ, જુના નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ).

શ્રી ૧૦૮ ના ગોળનું જૈન
ચાણસ્મા નિવાસી હાલ મુંબઈ, રમેશચંદ્ર કેશવલાલ રવચંદ શાહ (ઉં.વ.૮૦) તે શ્રી કેશવલાલના સુપુત્ર તા.૨૩/૯/૨૪ના અરિહંત શરણ થયેલ છે. તેઓ સ્વ.જ્યોત્સનાબેનના પતિશ્રી. તેજલ, સોનલ, શ્રેયસના પિતાશ્રી, કલ્યાણી, ચેતન કુમાર, કલ્પેશ કુમારના સસરાજી, ચંપકભાઈ, સૂર્યકાંત ભાઈ, નવીનભાઈ, કુમોદભાઇ, રંજનબેનના ભાઈશ્રી. સૌભાગ્યચંદ મોહનલાલ શાહના જમાઇ. સદગતની સાદડી તા.૨૪/૯/૨૪ મંગળવારના સવારે ૧૦/૧૫ કલાક થી ૧૧/૩૦ કલાકે સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ. એલ ટી રોડ, ડાઈમન્ડ ટોકીઝ સામે, બોરીવલી (વેસ્ટ).

સુરત વિશા ઓસવાલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ગીરીશભાઈ નાનુભાઈ જ્વેરી (ઉં.વ. ૭૯) તા. ૨૨-૯-૨૪, રવિવારના રોજ દેવગતિ પામ્યા છે. તેઓ સ્વ. નાનુભાઈ ખીમચંદ જ્વેરી તથા સ્વ. સદ્ગુણાબેન નાનુભાઈ જ્વેરીના સુપુત્ર. નીનાબેનના પતિ. અરુણભાઈના ભાઈ. અનીલાબેનના દિયર. સારંગ, ચિરાગના પિતા. સુનેજા, શ્રુતિના સસરા. સ્વ. સમુદ્રસેન સુગનચંદ જ્વેરી તથા સ્વ. વસુમતીબેન સમુદ્રસેન જ્વેરીના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૪-૯-૨૪ના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: એફ.પી.એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય માર્ગ, વરલી-મુંબઈ.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજા હાલે હૈદ્રાબાદના વિજયાબેન સાવલા (ઉં. વ. ૯૪) તા.૨૦-૦૯ સંલેના સહિત ૪ દિવસનું અનસનવ્રત કરી મોક્ષ માર્ગે પ્રયાણ કરેલ છે. આસુડીબાઈ મુલજી કાનજીના પુત્રવધુ. સ્વ. ડુંગરશીના પત્ની. જાદવજી, દામજી, તરલા, ચંદ્રીકાના માતુશ્રી. ભુજપુર નાનબાઈ નાનજીના પુત્રી. શીવજી મગનના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. : દામજી સાવલા, ૩૦૧ નીલમ રેસીડેન્સી, બરકતપુરા, હૈદ્રાબાદ-૫૦૦૦૨૭.

વડાલાના કસ્તુરબેન કુંવરજી દેવરાજ શેઠિયા (ઉં. વ. ૮૪) તા. ૨૧-૦૯-૨૦૨૪ ના મુંબઇમાં અવસાન પામેલ છે. માતુશ્રી ચાંપઈબાઈ દેવરાજ શેઠિયાના પુત્રવધૂ. મોખાના માંકબાઈ નાનજી લાધા સતરાના સુપુત્રી. કુંવરજી દેવરાજના ધર્મપત્ની. પંકજ, અનિલ, પ્રજ્ઞા (પ્રીતિ)ના માતુશ્રી. મોખાના શામજી નાનજી સતરા, ટોડાના લીલાવતીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. રહેઠાણ : અનિલ કે. શેઠિયા સી/૧૨૦૫, ગુરુકુલ, જે એસ માર્ગ, દહિસર (વેસ્ટ) મુંબઈ-૬૮.

મકડાના સ્વ. રાજબાઇ જેવત વરજાંગ ગાલાના જમાઇ હાલે પુનાના ડો. સુરેન્દ્રનાથ (મુન્ના) શર્મા (ઉં. વ. ૭૯) તા. ૨૧-૯ના અરિહંત શરણ પામેલ છે. લીલાબેન પારસનાથ શર્માના પુત્ર. ચંચલના પતિ. અર્પણ, જાગૃતના પિતા. પ્રાર્થના રાખેલ નથી. નિ. જાગૃત શર્મા, ૧૦૦૫-બી૧/બી, સોનીગરા કેસર, વાકડ, પુના-૪૧૧૦૫૭.

કારાઘોઘાના વસંત છેડા (ઉં. વ. ૭૫) તા. ૨૦-૯-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. ઝવેરબેન કાનજી નાનજી છેડાના પુત્ર. વિજયાના પતિ. ભક્તિના પિતા. કારાઘોઘા નવીન, મધુ, કોકીલા, અશોકના ભાઇ. સાકરબાઇ કાકુભાઇ દેવજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. વિજયાબેન, ભક્તિ-એ-૧૦૩, ગોકુલનગર, એસ.વી.રોડ, કાંદીવલી (વે.), મુંબઇ-૬૭.

કાંડાગરાના વર્ષાબેન વિરચંદભાઇ શાહ (ગાલા)ના સુપુત્રી કલ્પનાબેન દિનેશભાઇ શાહ (ઉં. વ. ૬૪) તા. ૧૭-૯-૨૪ના ટુંકી માંદગીથી રાજકોટમાં અવસાન પામેલ છે. ઝગડીયાના દિનેશભાઇ ગુલાબચંદના પત્ની. ચાંદની, જૈનમના માતુશ્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. સદગતના આત્માની શાંતિ અર્થે ૧૨ નવકાર ગણવા. ઠે. ચાંદની ભુષિત વસા, ૭૦૩, આલીશાન એપાર્ટમેન્ટ, ૧૫૦ ફીટ રીંગ રોડ, આફ્રીકા કોલોની, નીયર ઇન્દીરા સર્કલ, રાજકોટ-૭૦૩.

નારાણપુરના સાગર જેઠાલાલ ગડા (ઉં. વ. ૩૨) સોલાપુર (મહારાષ્ટ્ર ) ખાતે તા. ૨૦-૯-૨૪ના અવસાન પામ્યા છે. રીના જેઠાલાલના પુત્ર. બાઇયાબાઈ/નાથબાઈ કોરસી નરસી ગડાના પૌત્ર. સોનુના ભાઈ. સદગતની પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું : મણિલાલ ગડા, એફ-૨૨ વિસામો. નવનીત નગર, દેશલે પાડા, ડોમ્બીવલી (ઇસ્ટ) ૪૨૧૨૦૩.

મોટી ખાખરના ડુંગરશીભાઈ વિકમ (ઉં. વ. ૮૨) તા. ૨૨-૯-૨૦૨૪ ના અવસાન પામેલ છે. ખેતબાઈ લાલજીના પુત્ર. નિર્મળાબેનના પતિ. નિતિન, જયેશ, બીના, લીનાના પિતા. પ્રેમજી, વસનજી, તરલાના ભાઇ. કપાયાના લક્ષ્મીબેન કુંવરજી સંગોઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિર્મલાબેન વિક્રમ, ૧૨૦૪, સુમીત એન્કલેવ, સંત જ્ઞાનેશ્ર્વર માર્ગ, પાંચ પખાડી, થાણા – ૬૦૨.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ