મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી સ્થા. જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ માટુંગા ઘાટકોપર સ્વ. ચંપાબેન લક્ષ્મીચંદ શાહ (ગાંધી)ના સુપુત્ર સ્વ. ચંદ્રકાતભાઇના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ.૮૯) તા. ૧૪-૯-૨૪ના શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સરોજબેન વિનોદચંદ્ર શાહના ભાભી.સ્વ. ચંપાબેન ગોરધનદાસ પોપટલાલ સંઘવીની સુપુત્રી. ગીરીશભાઇ, જીતેન્દ્રભાઇ, નરેશભાઇ તથા સ્વ. પ્રેમીલાબેનના બેન. અપેક્ષા ભાવીન શાહ, હીના સુનીલ સંઘવી, અલ્પા સંજય શાહ, ભૈરવી કેતન છેડાના મામી. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થના રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુર (ધાનાણી) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અશ્ર્વિનભાઇ કાંતિલાલ દોશીના ધર્મપત્ની ગં. સ્વ. આશાબેન (ઉં. વ.૭૮) તા. ૧૨-૯-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે અલ્પા વિપુલભાઇ નથવાણી, ભાવિની જીતેનભાઇ પંચમીયા, રીના વિજયભાઇ સંઘાણી, જીંદલ, પારસભાઇ ભીમાણીના માતા. જેવીન, પ્રિયલ, મીત, કવિશ, નમનના નાની. ચણાકા નિવાસી સ્વ. નટવરલાલ છોટાલાલ રૂપાણીના દીકરી. અનિલ રૂપાણી, નીતા જયેશ ટોલિયાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયાબેન નરોત્તમદાસ નાગજી કામદારના પુત્ર ભરતકુમાર (ઉં. વ. ૭૪) તા. ૧૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. મીતેશભાઇના પિતાશ્રી. હેમાલીબેનના સસરાજી. તે જીતુભાઇ, સ્વ. જયવંતભાઇ, અજયભાઇ, અરુણાબેન, દેવયાનીબેન, જયોતિબેનના ભાઇ. તે ગોંડલ નિવાસી સ્વ. નિરમળાબેન પ્રાણલાલભાઇ ડુંગરશી પારેખના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૪ના રવિવારના ૪થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઇસ્ટ).

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
ગામ વઢવાણ મુંબઇ ખાતે સ્વ. ભાઇલાલભાઇ વોરાના પુત્ર મહેન્દ્રભાઇ વોરા (ઉં. વ. ૯૦) તા. ૧૪-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. બીનાબેન તથા સુનીલભાઇના પિતા. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સુરેન્દ્રભાઇ, દિલીપભાઇ, સ્વ. શારદાબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. વસુબેન, સરોજબેન, સુરેખાબેનના ભાઇ તથા બોટાદ નિવાસી સ્વ. ત્રિકમલાલ પ્રિતમલાલ દોશીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૪ના સોમવારના ૪.૩૦થી૬. ઠે. ભારતીય વિદ્યાભવન ઓડિટોરિયમ, ચોપાટી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર લલીતભાઇ રતીલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. સુભદ્રાબેન (ઉં. વ.૭૯) તે નીપા-નીરજના માતુશ્રી. અમીતભાઇ-અમીના સાસુ. તે સાક્ષી, નેમીલ, અનેરી, કેવલના દાદી. તે વસંતબેન, સ્વ.જશુબેન, સ્વ. ઇન્દુબેન, જયોતિબેન, સ્વ. ચંદનબેન, રેખાબેન, નરેન્દ્રભાઇના ભાભી. તે પિયરપક્ષે સ્વ. રમણીકલાલ કરસનજી શાહના સુપુત્રી. તે રમેશભાઇ, મુકેશભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. બિંદુબેનના બહેન તા. ૧૩-૯-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
મહેન્દ્રભાઇ ભાઇલાલ વોરા (ઉં. વ. ૯૦) શનિવાર તા. ૧૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અમૃતબેન તથા સ્વ. ભાઇલાલભાઇ વોરાના પુત્ર. સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સુનીલ, બીનાબેનના પિતા. અમીબેન તથા રાજુભાઇના સસરા. રોહન, જય, ઋષભ, કબીર, વિધી, ધરમભાઇ, દેવાંશી, ત્રિશા, ભકતીના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૪ સોમવારના ૪.૩૦થી ૬. ઠે. ભારતીય વિદ્યાભવન ઓડિટોરિયમ, ચોપાટી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી સ્થાનકવાસી વિશા જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ મુલુંડ સ્વ. ભુરીબેન મણિલાલ કેશવજીભાઇ સંઘવીના સુપુત્ર હસમુખલાલ (ઉં. વ.૮૬) તા. ૧૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સુહાસબેનના પતિ. તુષાર, વિપુલ, બીજલના પિતા. તે પ્રિતેશ પ્રવીણભાઇ વોરા તથા સ્નેહાબેનના સસરા. રોનક, મેહુલના દાદા. તે સ્વ.હરીભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. જયાબેન, સ્વ. ઇંદુબેન તથા સ્વ. શારદાબેનના ભાઇ. તે પિયર પક્ષે સ્વ. ચંદુલાલ ભગવાનદાસ વોરાના જમાઇ.લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૪૦૧, દેવ મધુવન, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ).

જામનગર હાલાર વિસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખીલોસ નિવાસી હાલ ઘાટકોપર હરકિશન મણીલાલ પરસોત્તમ ઠક્કર (ઉં. વ. ૮૬) ૧૩-૯-૨૪ ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેનના પતિ. તે ભરત-વંદના, નીશા-દિપેશ, રૂપલ-હિમાંશુના પિતાશ્રી. સ્વ. નંદલાલભાઈ, પ્રીતમભાઈ, લલિતભાઈ, જગદીશભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. પદમાબેન, સ્વ. જયાબેન, સ્વ. હીરાબેનના ભાઈ. સ્વ. કાન્તિલાલ લધુભાઈ વસાના જમાઈ. કિંજલ-ઋષભ, માનસી-પાર્થ, જીનલ-સુરેશ, પાર્થ, જીગર અને રાહિલના દાદા. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના રાજેશ મગનલાલ દેઢીયા (ઉં. વ. ૬૨) તા. ૧૨-૦૯-૨૦૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કંચનબેન મગનલાલ દેઢિયાના પુત્ર. સુનિતાના પતિ. રિધ્ધિ, રોનકના પિતા. મો. આસંબીયા ભારતી પ્રવીણ, બારોઇ રક્ષા હસમુખ, જૂનાગઢ પ્રવીણા મનોજ, કિરીટના મોટા ભાઈ. વાસદાના સવિતા શંકરભાઈ ચૌહાણના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુનીતા રાજેશ દેઢીયા, એ/૧૦૦૩, કે.ડી. હાઇટસ-૨, કાઠીયાવાડી ચોક, લક્ષ્મીનારાયણ મંદિર, મલાડ (ઇ.) ૪૦૦૦૯૭.

બિદડા (હાલે ઇન્દોર)ના લીલાબેન વસંત હરીયા (ઉં. વ. ૭૭) તા. ૧૦-૯-૨૪ના અવસાન પામ્યા છે. તે જયાબેન ખીમજીના પુત્રવધૂ. બિદડાના કંકુબેન ખીમજીના સુપુત્રી. વસંત ખીમજીના ધર્મપત્ની. લહેરીના માતુશ્રી. સુરેન્દ્રભાઇ, વેલબાઇ વિશનજી, લક્ષ્મીબેન ટોકરશી, વાસંતી ચંપક, મ.સ. વસંતપ્રભાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિ. વસંત ખીમજી હરીયા, ૮૨, શિખરજી દીપ, તલાવલી ચાન્દા લેન, અરંદીયા, ઇન્દોર (મ.પ્ર.) ૪૫૨૦૧૦.

બિદડાના શ્રી દામજી શામજી ગાલા (ઉં. વ. ૯૨)તા. ૯/૯/૨૪ના બિદડા મુકામે અવસાન પામેલ છે. મીઠાંબાઈ/ગાંગબાઈ શામજી ધારશીના પુત્ર. પ્રભાવતી (લક્ષ્મી) ના પતિ. કાંડાગરાના પાનબાઈ/ પુરબાઈ કુંવરજી વિજપાર છેડાના જમાઈ. સંસાર પક્ષે પૂ. આત્મગુણાશ્રીજી મ.સા., બિદડાના રામજી, કલ્યાણજી, નાનજી, નેમજી, દેવચંદ, વીરેન્દ્ર, મણીબેન લક્ષ્મીચંદ ઉમરશી, ફરાદીના મધુબાળા પ્રેમચંદ શામજી, શેરડીના સુમતિ પ્રેમજી લાલજી, બિદડાના યશવંતી પરિમલના ભાઈ. પ્રા. રવિવાર, તા. ૧૫-૯- ૨૦૨૪, ૪.૩૦ થી ૬, સ્થળ : શ્રી હાલારી વિ. ઓ. સમાજ મહાજનવાડી, ડી. ફાલકે રોડ, દાદર (ઈ), મુંબઇ-૧૪.

બિદડા ગેલાણી ફરીયાના માતુશ્રી જયવંતીબેન વસનજી ફુરીયા (ઉં. વ. ૭૩) તા.૧૩-૯-૨૪ ના અવસાન પામેલ છે. રતનબેન વીરજી કેશવજીના પુત્રવધૂ. વસનજીના ધર્મપત્ની. મનીષ, અલ્પેશના માતા. નાના ભાડીયાના મણીબેન કેશવજી ભાણજી રાંભીયાના સુપુત્રી. જયંતિલાલ, મુલચંદ, કિશોર, હંસા, નિર્મળાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. અલ્પેશ ફુરીયા. એ- ૧૨૦૨, અહુજા ટાવર, ક્લબી લાઈફ, લક્ષ્મી નારાયણ મંદિરની સામે, એકસર રોડ, બોરીવલી (વે), મું – ૯૨.

દશા શ્રીમાળી સ્થા જૈન
રાણપુર ભેસાણ નિવાસી હાલ રાજકોટ સ્વ. હરિલાલ મગનલાલ કામાણીના ધર્મપત્ની પ્રફુલ્લાબેન કામાણી (ઉં. વ. ૮૧) ૧૨/૯/૨૪ના રાજકોટ અરિહંતશરણ પામેલ છે. તે નિલેશભાઈ, કવિતાબેન વિક્રમભાઈ વોરા, ઝૂલીબેન રાજેશભાઈ રાજપૂતના માતુશ્રી. પૂર્વીબેનના સાસુ, સ્વ.નિર્મળાબેન ધીરજલાલ દડિયા, સ્વ.બાબુલાલભાઈ, અનંતભાઈ, જયશ્રીબેન હસમુખલાલ દોશીના ભાભી. રાજકોટ નિવાસી સ્વ.ગુલાબચંદ છગનલાલ શાહના પુત્રી. પ્રાર્થનાસભા તા.૧૬/૯/૨૪ના ૩ થી ૫. પારસ ધામ, વલ્લભ બાગ લેન, ઓફ તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી નિવાસી હાલ મુંબઈ સ્વ.લીલાવંતી નવલચંદ કીરચંદ ટોલીયાનાં પુત્રવધૂ અ.સૌ. ભાનુબેન (ઉં. વ. ૮૫) તે શ્રી પ.પૂ.પંન્યાસ ગુણસુંદર વિ.મા.સાહેબનાં સંસારી ધર્મપત્ની, પિયર પક્ષે રાજકોટ નિવાસી સ્વ.મોહનલાલ રણછોડરાય દોશીનાં સુપુત્રી. અ.સૌ. સાધના કિરીટ શાહના માતુશ્રી. અ.સૌ. હેતલ મયુર શેઠ અને દિપલના નાની, તા.૧૩.૦૯.૨૦૨૪ શુક્રવારનાં અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વેરાવળ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન,
હાલ મુંબઈ મૂળરાજ દોશી તા.૧૩-૦૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ.કરસનદાસ ગંગાદાસ દોશીના સુપુત્ર, લતાબેન દોશીના પતિ, હિના જયેશ પારેખ, દીપ્તિ નિખિલ ટીંબડીયા, પ્રીતિ હિરેન ગાંધીના પિતા. સ્વ.કાન્તાબેન, સ્વ.મનસુખભાઈ, સ્વ.રમેશભાઈ, હરીશભાઈના ભાઈ. રિષભ, જયવીર, શરણ, સિમરન, જયના નાના લવચંદભાઈ પરીખ કાનપુરના જમાઈ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત