મરણ નોંધ

જૈન મરણ

સ્થા. જૈન
અમરેલી નિવાસી હાલ બોરીવલી સ્વ. જીતેન્દ્રભાઈ કેશવલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૮૭) તે હરગોવિંદદાસ પાનાચંદશેઠ મોટા લીલીયાના દીકરી. સ્વ. હર્ષા ભરત દેસાઈ, સ્વ. દીનાબેન, નીતિનભાઈ, પરિન્દુ હરેશ કોઠારીના માતુશ્રી. દિનાના સાસુ. મંગળાબેન, વિમળાબેન, વિલાસબેન, જસુબેન, હર્ષદભાઈ, મનુભાઈ, પુષ્પાબેન, મુકુંદભાઈ, પ્રદીપભાઈ તથા પ્રફુલાબેનના બહેન. સ્વ. ભાનુબેન, ગં.સ્વ. હંસાબેન, સ્વ. કાંતિભાઈ, સ્વ. રેખાબેનના ભાભી. ૧૧/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
હેતલ અમરીશ શાહ (ઉં.વ. ૫૫) તે હાલ કાંદિવલી સ્વ. અમરીશ દિનેશભાઇના ધર્મપત્ની. કલ્પના દિનેશભાઇના પુત્રવધૂ. ગુણવંતિબેન બિપીનભાઈના દીકરી. હાર્દિક તથા સોનલ-કશીશના માતુશ્રી. શીતલ રાકેશ, મયુરી પિયુષ, એકતા અજયકુમારના બહેન. ૧૧/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૩/૯/૨૪ના ૩ થી ૫. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના રતનબેન લખમશી ગાલા (ઉં.વ. ૮૬) તા. ૧૦/૯/૨૪ના અવસાન પામ્યા છે. પુરબાઇ ભાણજીના પુત્રવધૂ. લખમશીના પત્ની. સંજય, કમલા, તરલા, અનીલા, જીગ્નાના માતા. વડાલા ચાંપઇબાઇ દેવરાજ શેઠીયાના પુત્રી. વશનજી, દામજી, કુંવરજી, સુરજી, ખેતબાઇ, મોંઘીબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સંજય ગાલા, એ-૬૦૪, ઇનફીનીટી ટાવર, જીતેન્દ્ર રોડ, મલાડ (ઇ.).
દેઢીઆના મહેન્દ્ર હેમરાજ ગોસર (ઉં.વ. ૬૮) તા. ૯-૯-૨૪ના અવસાન પામ્યા છે. ધનબાઈ હેમરાજ દેવશીના સુપુત્ર. વાસંતીના પતિ. જીગર, ઓજસના પિતાશ્રી. વિનોદ, જયેશ, માયાના ભાઈ. મંજલ રે.ના પ્રભાબેન (પાનબાઈ) શામજી વેલજી ગડાના જમાઈ. પ્રા : શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦.
મોટા આસંબિયાના રતીલાલ (માસા) સાવલા (ઉં.વ. ૮૯) તા. ૧૧/૯ના દેહ ત્યાગ કરેલ છે. મેઘબાઇ કાનજી ચાંપશીના પુત્ર. ગંગાબાઇના પતિ. વસંતબાળા, દીના, હર્ષા, રાજેન્દ્ર, લતા (લીના) દીપેશના પિતા. કુંવરજી, ધનવંતીના ભાઇ. નાની તુંબડી વેજબાઇ હરશી પાસવીરના જમાઇ. પ્રા. : શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). સમય ૪.૦૦ થી ૫.૩૦.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
ઠાડય નિવાસી હાલ કાંદિવલી સ્વ. પ્રેમચંદભાઈ રણછોડદાસ પાતાણીના ધર્મપત્ની ગં.સ્વ. પદમાબેન પાતાણી (ઉં.વ. ૯૦) ૧૦/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, ઋષભ, કૃપા અશ્ર્વિનકુમાર અજમેરા તથા દીપાબેન નિલેષકુમાર શાહના માતુશ્રી. બીજલ તથા સેજલના સાસુ. હસમુખ, પ્રવિણચંદ્ર, પ્રકાશ, નિતેશ, કૈલાશબેન ગીરધરલાલ, સવિતાબેન અનંતરાય, ભારતીબેન મહેન્દ્રભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. મનસુખલાલ ચત્રભુજ વકીલના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી ૩, એચ ૭૯-૮૦ મહાવીરનગર, શંકરલેન, કાંદિવલી વેસ્ટ.
વેરાવળ વિશા ઓસવાળ જૈન
વેરાવળ નિવાસી હાલ બોરીવલી નાથાલાલ ગોપાલજી શાહના પુત્રવધૂ તથા કિરણભાઈના ધર્મપત્ની કનકલતાબેન (ઉં.વ. ૬૮) ૩૦/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેતલ મુદિત બોથરા તથા શિવાની મિતેશ શાહના માતુશ્રી. જીનાનશી તથા રિવના નાની. પિયરપક્ષે ભગવાનદાસ સોમચંદ શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ૩૦૧, પટકેશ્ર્વર એપાર્ટમેન્ટ, બાભઈ નાકા, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી જૈન
જેસર નિવાસી મણિલાલ ડુંગરશિંહ વોરાના પુત્ર હિંમતલાલ (ઉં.વ.૮૫) તા. ૨૯/૮/૨૪ને ગુરુવાર અરિહંતશરણ પામેલ છે. તે જયેશ, રાજેશ, મેહુલ, હર્ષા, બીનાના પિતાશ્રી. પારુલ, જયશ્રી, તૃપ્તિ, અજીતકુમાર, નિતેશકુમારના સસરા. ફોરમ, ભૂમિ, હર્ષ, જીનયના દાદા. જયસુખભાઇ, સ્વ. ઇન્દ્રવદનભાઈ, સ્વ. હીરાબેન, કમળાબેન, સરલાબેન, ઉર્મિલાબેનના મોટાભાઈ. મણિલાલ માણેકચંદ શેઠ ગાધકડાવાળાના જમાઈ. પિતૃ વંદના તા. ૧૩/૯/૨૪ના શુક્રવાર ૯ થી ૧૧, જીવરાજ ભાણજી સ્મારક ટ્રસ્ટ હૉલ, અશોક નગર નાહુર ગાવ, મેહુલ થિયેટરની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ સાયન મુંબઈ સમીરભાઈ દુલેરાય મહેતાના ધર્મપત્ની અ.સૌ. શિલ્પાબેન મહેતા (ઉં.વ. ૫૭) કુ. દિશા અને કુ. દૃષ્ટિના માતુશ્રી. સ્વ. રંજનબેન અને સેવંતીલાલ દલિચંદ દોશીના દીકરી. ડો. મનોજભાઈ દુલેરાય, સંધ્યાબેન નીશીથભાઈ તથા સોનલબેન રાજેન્દ્રભાઈના ભાભી. અ.સૌ. હર્ષાબેન મનોજભાઈ મહેતાના દેરાણી. ભારતીબેન હરેશભાઈ, તરુણભાઈ, સ્વ. જીતેશભાઇના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩/૯/૨૪ ને શુક્રવાર ૩:૩૦ થી ૫:૩૦. લખમસી નપ્પુ હૉલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલવે ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર (દૈત્રોજ) નિવાસી હાલ ઘાટકોપર કાંતિલાલ વનમાળીદાસ શાહના સુપુત્ર જીતેન્દ્ર (ઉં.વ. ૬૬), તા. ૧૧-૯-૨૪ના બુધવાર અવસાન પામેલ છે. તે દક્ષાબેનના પતિ. પ્રિતેશ, જિનલ તથા તેજલના પિતાશ્રી. મોના, સચિનકુમાર, પ્રદિપકુમારના સસરા. સસરાપક્ષે શ્રી દામોદર જીવરાજ મહેતાના જમાઈ. (પાડરશીંગાવાળા) મહેશભાઈ, કપિલભાઈના બનેવી. સાદડી શનિવાર, તા. ૧૪-૯-૨૪ના ૯.૦૦ થી ૧૧.૦૦. સ્થળ- કે.વી.કે. સ્કુલ હોલ, ભાજી ગલી, સાઈનાથ નગર, ઘાટકોપર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ દહિસર સ્વ. મુકતાબેન રતિલાલ કામદારના પુત્ર. તે માલતીબેનના પતિ. કિર્તી રતિલાલ કામદાર (ઉં.વ. ૭૧). સમીર અને તેજલ અહમદ અન્સારીના પિતાશ્રી. મહેશભાઈ, આશા વિનોદરાય અવલાણી અને મીના શરદકુમાર શેઠના ભાઈ. વેવાઈ પક્ષે ભાવનગર નિવાસી સ્વ. દિલીપભાઈ વલ્લભદાસ શેઠના બનેવી તા. ૧૨/૯/૨૪ ગુરુવારના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ધીરજલાલ પ્રેમચંદ શાહ ટાણાવાળાના સુપુત્ર વિરેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૫) હાલ મુલુંડ બુધવાર, તા. ૧૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભદ્રાબેનના પતિ. દેવગુપ્ત વિજયજી મ. સા.કિર્તીભાઇ, લલિતભાઇ, ગીરીશભાઇ, ભદ્રેશભાઇ, સરોજબેન, તરુણાબેન, રંજનબેન અને ભક્તિરસા શ્રીજી મ.સા.ના ભાઇ. તેજસ શાહ, દિપાલી અને જયણાના પિતાશ્રી. સેજલ તેજસ શાહ, મિતેષકુમાર જસાણી, જીગરકુમાર ગોગરીના સસરા. શ્ર્વસુર પક્ષે સાવરકુંડલા નિવાસી દોશી ચંપકલાલ કપૂરચંદના જમાઇ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે. ઠે. ૫૦૩, ૫મે માળે, શ્રી સિદ્ધિ પ્લાઝા કો. ઓપ. હા. સોસાયટી, આર. આર. ટી. રોડ, ચેતના હોસ્પિટલની સામે, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી સ્થા. જૈન
વડોદ નિવાસી (હાલ નાલાસોપારા) સ્વ. વ્રજલાલ જેઠાલાલ ડગલીના ધર્મપત્ની ગં. સ્વ. મીનાબેન ડગલી, તે સ્વ. શાંતાબેન કાન્તીલાલ મણીયારના દીકરી (ઉં. વ. ૭૨) તે સમીર (બટુક)ના માતુશ્રી. કામીનીના સાસુ. ફોરમ અને યશના દાદી. તે રીટાબેન બીપીનભાઈ ખંધોર, નીતાબેમ સુધીરકુમાર દોશી, સ્વ. ગીતાબેન, સંગીતાબેન અરવિંદકુમાર શાહ, ભરતભાઈ મણિયારના બેન ૧૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર – પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. સરનામું: એફ-૪, નેમીનાથ નગર, આચોલે રોડ, નાસાલોપારા (પૂર્વ).
દશાશ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
અમદાવાદ નિવાસી (હાલ મુંબઈ)ના સ્વ. ઉષાબેન- નરોત્તમભાઈ મશરૂવાલાના પુત્રવધૂ હેમાબેન દર્શીતભાઈ (ઉં. વ. ૫૨) ૭-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે થાનગઢ નિવાસી વિનુભાઈ હરિલાલ શાહના પુત્રી. કમલેશભાઈ, મેહુલભાઈ, મીનાબેનના બહેન. મનીષા અને ચૈતાલીના નણંદ. ધરાના મમ્મી. શમાબેન હેમલભાઈના દેરાણી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૯-૨૪, શુક્રવારે સવારે ૧૦.૩૦ થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, ૧૨, જ્ઞાનમંદિર રોડ, કબુતરખાના પાસે, દાદર. (વે.).
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. રમેશ ગેલાભાઈ વેરશી કારિયા (ઉં.વ. ૬૩) તા. ૧૧-૯-૨૪, બુધવારના અવસાન પામેલ છે. સંતીબેન વેરશીના પૌત્ર. મીણાબેન ગેલાભાઈના પુત્ર. વિરજી, રસીક, સ્વ. નેમચંદ, ભગવાનજી, કસ્તુરના ભાઈ. સ્વ. વિજયા, ઈન્દુ, સ્વ. શુશીલાના દેર. મીનાના જેઠ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બી-૧૮, મંગલમ સી.એચ.એસ. મથુરાદાસ રોડ, લિજ્જત પાપડ, કાંદિવલી (વેસ્ટ).
ગામ ભરૂડિયાના સ્વ. રતનશી ઉર્ફે બાબુભાઈ કરશન વિસરીયા (ઉં.વ. ૮૨) તા. ૧૧-૯-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. બુદ્ધિબેન કરશન નોંઘા વિસરીયાના પુત્ર. સ્વ. હીરુબેનના પતિ. સ્વ. (લક્ષ્મી, દિવાળી), ઝવેરના ભાઈ. રવના સ્વ. ભમીબેન ભીમશી વાલજી ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: બી/૪ ૪૦૩, પૂનમ પાર્ક, લાલબાગ, મુંબઈ.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
વિંછીયા નિવાસી હાલ દાદર જીતેન્દ્રભાઈ તે હેમલતાબેન છબીલદાસ અજમેરાના (ઉં.વ. ૭૬) તા. ૧૨-૯-૨૪, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વિણાબેનના પતિ. મનીષ-સિલ્વીયા, અમિત-નિશા, હિરલબેન જીગ્નેશભાઈ સંઘવીના પિતાશ્રી. કિશોરભાઈ, કિરીટભાઈ, નિમુબેન, હસુમતીબેન, જાગૃતિબેનના ભાઈ. શ્ર્વસુર પક્ષે લીલાવતીબેન હિંમતલાલ ખંધારના જમાઈ. ડૉ. નવીનભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. હસુભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. મુકેશભાઈ, દેવીબેન, નીતાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૪ના શનિવારે ૧૧થી ૧૨.૩૦. સ્થળ: નોર્થ ઈન્ડિયન કલબ, ભાઈદાજી રોડ, માટુંગા-સાયન, મુંબઈ-૪૦૦૦૨૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button