જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધ્રાફા નિવાસી હાલ ઘાટકોપર ભૂપતરાઇ કેશવલાલ ચત્રભુજ મહેતા (ઉં. વ ૮૦) તે પન્નાબેનના પતિ. ચેતન, સોનલના પિતાશ્રી. તેજસ્વિની તથા રાજેશભાઇના સસરા. તે મોહિત, વિદિતના દાદા. તે કાંતિભાઇ, મનુભાઇ, તારાબેન, પુષ્પાબેનના ભાઇ. તે જીણાભાઇ ઉત્તમચંદ વસાના જમાઇ. તા. ૭-૯-૨૪ શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્ર્વે. મૂ. પૂ. જૈન
ખેડા નિવાસી હાલ મુંબઇ રેખાબેન અશોકભાઇ કોરા (ઉં. વ. ૭૯) તે સ્વ. હીરાબેન કાંતિલાલ કોરાનાં વહુ. તે દિવ્યાંગ, વિરલના માતુશ્રી. અ. સૌ. રૂપલ, અ. સૌ. સીમાના સાસુ. આયુષ, ત્રિયલના દાદી. તે સ્વ. ચીનુભાઇ મણીલાલ શાહ (ધોલેરાવાલા)ની પુત્રી. તે વિજયભાઇ અને હેમંતભાઇની બેન. તા. ૬-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૯-૨૪ના મંગળવાર ૪થી ૫.૩૦. ઠે. બ્રજ મંડલ હોલ, ૨૯, ડો. આત્મારામ રાંગણેકર માર્ગ, મર્સિડીઝ શોરૂમની પાછળ, ચોપાટી-મુંબઇ-૭.
ઝાલાવાડી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મંજુલાબેન પોપટલાલ શાહના સુપુત્ર સુરેશભાઇ (ઉં. વ. ૭૫) તા. ૭-૯-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. અ. સૌ. નીલાબેન રજનીકાંત ડગલી, અ. સૌ. જયશ્રીબેન રાજેશકુમાર પારેખના ભાઇ. સંજયભાઇ નીના આનંદ દોશીના પિતરાઇભાઇ. સ્વ. ચંદ્રાબેન જગજીવનદાસ મોદીના જમાઇ. સ્વ. જયંતીભાઇ, સ્વ. અનુભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. લીલમબેન, સ્વ. કૈલાસબેન, સ્વ. કુંદનબેન, ગં. સ્વ. ભાનુબેનના બનેવી. લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા જૈન
જૂનાગઢ (રાણપુર) નિવાસી હાલ બોરીવલી મહેન્દ્રકુમાર હીરાચંદ શાહ (ઉં.વ.૮૯) તે ૪/૯/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. નવલબેન હીરાચંદ શાહના પુત્ર, સરોજબેનના પતિ, અમિત તથા રાજીવના પિતા, સ્વ. રમણીકભાઇ, સુશીલભાઈ, સ્વ. જશવંતીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. વિજયાબેન, રંજનબેનના ભાઈ, સ્વ. કમળાબેન કેવલચંદ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. બી ૨૯, શ્રી કેદારનાથ સોસાયટી, સોનિવાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
દશા સ્થા જૈન
ગોપાલગ્રામ નિવાસી હાલ કાંદિવલી હર્ષદભાઈ શામળજીભાઈ ઝાટકિયા (ઉમર:૬૯) તે હર્ષાબેનના પતિ, મિતુલ તથા શ્રુતિના પિતા, સ્વ. મણિભાઈ, હિંમતભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કાશીબેન,લાભુબેન, મંગળાબેનના ભાઈ, સાવરકુંડલા નિવાસી સ્વ. દલિચંદભાઈ નથુભાઈ અજમેરાના જમાઈ, જયેશભાઇ, ભૂપેનભાઈના બનેવી. ૫/૯/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી જૈન
જેસર નિવાસી સ્વ. પ્રભાબેન મોતિચંદ ગાંધીના સુપુત્ર મીલનભાઇ ગાંધીના ધર્મપત્ની અ.સૌ. વૈશાલી બેન (ઉં.વ. ૫૫) તા: ૨.૯.૨૦૨૪ ને સોમવારના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. જશના માતુશ્રી , સ્વ. બીપીન ભાઇ, વિનોદભાઇ, હરેશભાઇ, ગીતાબેન સુરેશ કુમાર રવાસાના નાના ભાઇના ધર્મપત્ની અને પીયર પક્ષે બાડીપડવાવાળા ભીખાલાલ મોહનલાલ શાહની દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૦.૯.૨૦૨૪ મંગળવારે સાંજના ૪.૦૦ થી ૬ કલાકના રાખેલ છે. એડ્રેસ : સી.ટી. ચટવાની હોલ, તેલી ગલ્લી અંધેરી. ઇસ્ટ વેલે પાર્કિંગની સગવડ છે.
કચ્છી વિશા ઓશવાલ જૈન
લાકડીયાના પાંચીબેન ગાલા (ઉ. વર્ષ ૮૨) બુધવાર, તા. ૦૪-૦૯-૨૦૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. ઉમાબેન કરસન થોભણ ગાલાના પુત્રવધૂ. રામજી કરસન ગાલાના ધર્મપત્ની. સ્વ. રાણીબેન ભચુ લાલજી ગડાના દિકરી. સુરેશ, કિશોર, સતીષ, રાજેશ, જીગ્નેશના માતુશ્રી. સ્વ. નાનજી, અમરશી, સ્વ. દેમત, ગં.સ્વ. મંજુ, સ્વ. રાજી, રતનના બહેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) સમય : ૪.૦૦ થી ૫.૧૫. જાપ : ૫.૧૫ થી ૫.૩૦.
કોટડા રોહાના જવેરબેન ટોકરશી હંસરાજ ગાલાના સુપુત્રી જેતપુરના અ.સૌ. ચેતના (દિપ્તા) કિશોર બાબુલાલ ગાંધી (ઉ.૫૫) તા. ૬-૯-૨૪ ના રોજ અવસાન પામેલ છે. કિશોરભાઇ ગાંધીના પત્ની. દિપીકા, અંકીતાના મમ્મી. પંકજ, સ્વ. હેમંત, ચંદનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા. નિ. : કિશોર ગાંધી, ડી-૪૧-૪૦૨, માતૃકૃપા સોસા., સેકટર ૪, ચારકોપ, કાંદીવલી (વે), મું-૬૭.
નરેડીના અ.સૌ. સંધ્યાબેન જયેશ હરીયા (ઉ.૫૪) તા. ૫-૯-૨૦૨૪ના માંદગીથી અવસાન પામેલ છે. ઉમરબાઇ જીવરાજ વાલજી હરીયાના પુત્રવધૂ. જયેશના ધર્મપત્ની. ખુશ્બુ, ઉર્મીના માતુશ્રી. સાભરાઇના સાકરબેન ધનજી લીલાધરના સુપુત્રી. પ્રવીણ, લક્ષ્મીચંદ, ભારતી, તરૂણાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન પર સાત્વના રૂબરૂ મળવા તુલ્ય. નિ. જયેશભાઇ હરીયા, ૩૧૧/૩૧૨, અમી વર્ષા, સી વિંગ, જૈન સોસાયટી, રામબાગ, કલ્યાણ (વે)-૩૦૧.
કોટડી (મહા) ના પુરબાઈ રતનશી (મંગલભાઈ) નાગડા (ઉ.વ.૮૨) તા. ૨.૯ના અવસાન પામેલ છે. મુલબાઈ ભીમશીના પુત્રવધૂ. નાગ્રેચાના રાણબાઈ ભાણજીના પુત્રી. રતનશીના પત્ની. પ્રફુલ, પ્રભા, સરલા, હર્ષા, અરૂણાના માતા. રતનશી, મુલચંદ, હરખચંદ, લક્ષ્મીચંદ, દેવકાંબેનના બેન. પ્રા. કાંતી વીસરીયા હોલ, ગાંવદેવી મૈદાન, થાણા વે. ટા ૪ થી ૫.૩૦.
મોથારાના ધનજી ધારસી સાવલા (ઉ.૭૭)નો તા. ૫-૯-૨૪ ના રોજ ૧૦ મા ઉપવાસે સંથારો સીઝેલ છે. કેસરબાઇ ધારસી કાનજીના પુત્ર. સુનીતાના પતિ. વિપુલ, મનીષ, ચંદનના પિતા. રાજબાઇ, કસ્તુર, શાંતા, દેવરાજ, હરખચંદ, વિનોદના ભાઇ. હૈદ્રાબાદ નાગમણી વિશ્ર્વસ્ત્રાથના જમાઇ. ગુણાનુવાદ સભા : તા. ૧૦-૯-૨૪, સવારે ૧૦ થી ૧૦.૩૦, કચ્છી ભુવન, હૈદ્રાબાદ.