જૈન મરણ
પાટણ સાંડેસરા જૈન
પાટણ નિવાસી (નીલકંઠ વૈદ્યની પોળ) હાલ મુંબઇ દર્શના વિનોદચંદ્ર સાંડેસરા (ઉ. વ. ૫૮) ગુરુવાર તા. ૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદચંદ્ર ચીમનલાલ સાંડેસરા અને નીલાબેન વિનોદચંદ્રની સુપુત્રી. રાજેશભાઇની બેન. હિનાબેનના નણંદ. દેવાંગ અને રિદ્ધિના ફોઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી સ્વ.ચંદ્રેશ અનોપચંદ ગોસલીયાના ધર્મપત્ની પ્રિતી (પ્રતિમા) (ઉં. વ. ૭૧) તે ૪/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કુણાલના માતુશ્રી, મિત્તલના સાસુ. વીરના દાદી. લીંબોદ્રા નિવાસી સ્વ.અમૃતલાલ નરોત્તમદાસ શાહના પુત્રી. સ્વ. કૈલાશબેન, સ્વ. શૈલેષભાઇ, દિનેશભાઇ, પ્રફુલાબેનના બહેન, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. પાંચીબેન રામજી કરશન ગાલા (ઉં. વ. ૮૨) તા. ૪-૯-૨૪ બુધવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ઉમાબેન કરશન થોભણનાં પુત્રવધૂ. સ્વ. રામજી કરશનનાં ધર્મપત્ની. સુરેશ, કિશોર, સતીશ, રાજેશ, જીજ્ઞેશનાં માતુશ્રી. ભારતી, દિપીકા, રેખા, લક્ષ્મીનાં સાસુ. ડો. રાજવી, મહેક, ભવ્ય, ધૈર્ય, ધ્રુવના દાદી. સ્વ. રાણીબેન ભચુ લાલજી ગડાના દિકરી. પ્રાર્થના સોમવાર, તા. ૯-૯-૨૪ના ૪થી ૫.૧૫. ઠે. કરશન લધુ હોલ, દાદર વેસ્ટ.
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
અમરાપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અમરચંદ જગજીવન દામાણીના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન દામાણી (ઉં. વ. ૮૪) તા. ૬-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છ. તે વિજય-નીતા, સ્વ. મુકેશ-નેહા, કેતન-રૂપલના મમ્મી. તે સ્વ. ચુનીલાલ દેસાઇના પુત્રી. પ્રવીણભાઇ, સ્વ. શારદાબેન પારેખ તથા મધુબેન દેસાઇના બેન. તે જિનેશ, પ્રતીક, કૃપેશ, હાર્દિક, મિત, જીલ રોમીલ પારેખના દાદી. તે સ્વ. ગિરધરભાઇ, સ્વ. લાભુબેન દોશી, સ્વ. લીલાબેન દોશી, સ્વ. બાબુભાઇના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
રાધનપુર હાલ સાયન સ્વ. મૌનીકાંતભાઇ ભોગીલાલ પારેખ તથા રંજનબેનના પુત્ર વિરલ (ઉં. વ. ૫૩) તા. ૫-૯-૨૪ના ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતીના પતિ. વિરાજ, ઋતિકના પિતા. દિપલ (આશ્ના) અનુપમ વસા તથા પાયલ પુનિત શાહના ભાઇ. અનુષ્ના, જશ, રિયાનના મામા. તથા સ્વ. હિમાંશુભાઇ પનાલાલ કોઠારી તથા મિનાક્ષીબેનના જમાઇ. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.