મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
નાલાસોપારા નિવાસી સ્વ. ભારતીબેન ભીખાલાલ સંઘવીની સુપુત્રી રાજુલ જસ્મીન ભાયાણી (ઉં.વ. ૪૩) તે નમનના માતુશ્રી. તેમજ મેહુલ ભીખાલાલ સંઘવીની બહેન. તે ડિમ્પલ મેહુલ સંઘવીની નણંદ તા. ૪-૯-૨૪ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: એ/૧૦, ઝાલાવાડ દર્શન, દ્વારકા હોટેલની સામે, આચોલે રોડ, નાલાસોપારા (ઈસ્ટ).

માંગરોળ જૈન
અનિલભાઈ જમનાદાસ શાહ (ઉં.વ. ૮૩) તે સ્વ. મોહનભાઈ, ભાનુબેનના ભાઈ. સ્વ. નયનાબેનના દિયર. પ્રકાશના કાકા. મમતાના કાકાજી તા. ૩-૯-૨૪ના રોજ ફોર્ટ મુકામે અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ નિવાસી હાલ મુંબઇ- ઘાટકોપર, સ્વ. કંચનબેન હરિલાલભાઈ બાટવિયાના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૭૧) તારીખ ૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિશોરભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. ચંદનબેન ખજુરિયા, સ્વ. ભાનુબેન મહેતા, સ્વ. ઈન્દુબેન દોશી, અ.સૌ. ઉન્નતિબેન પારેખના ભાઈ. નિમેશ અને વિરેશના કાકા, અ.સૌ. ધૃતિ અને અ.સૌ. નિધિના કાકાજી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.

ઝાલાવાડ વિશાશ્રી જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ મુલુન્ડ (મુંબઈ) તે સ્વ. સવિતાબેન લીલચંદ ભૂરાભાઈ શાહ (માકાવેલસી)ના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૯) બુધવાર તા. ૪-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે ચંદ્રીકાબેનના પતિ. તે વિશાલ, રેચલના પિતા. તે તે સ્વ. પ્રવિણભાઈ, જયંતભાઈ, હરનીશભાઈના ભાઈ, તે સ્વ. વસંતબેન, સ્વ. હસુબેન, સ્વ. કોકીલાબેન, સ્વ. પ્રેમીલાબેન, અરૂણાબેન, દિપીકાબેનના ભાઈ. તે સ્વ. જેઠાલાલ લહેરચંદ શાહ (રાયપુર)ના જમાઈ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

સંબંધિત લેખો

દશા શ્રીમાળી જૈન
જુનાગઢના હાલ કાંદિવલી સ્વ. ચંચળબેન શીવલાલ મહેતાના પુત્રવધૂ ગં. સ્વ. કલાબેન સુરેશભાઈ મહેતા (ઉં. વ. ૭૭) ૩૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતીભાઈ, સ્વ. સુભદ્રાબેન કિશનભાઈ, સ્વ. સુશીલાબેન જશવંતભાઈ, ગં. સ્વ. જયોત્સનાબેન ધનજંયભાઈ તથા સ્વ. ભારતીબેન ભરતભાઈના ભાભી. ગં. સ્વ. નીતાબેનના દેરાણી. જામનગર નિવાસી સ્વ. મંજુલાબેન તેમજ સ્વ. શોભનાબેન કાન્તિલાલ શાહની પુત્રી. હાલ કલકત્તા કેતનભાઈ શાહ, જાગૃતિ કીર્તિભાઈ પીપેરીયા તથા હીનાબેન જયેશભાઈ બાટવીયાના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડ દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
પનારના હાલ અંધેરી રશ્મીકાંત ડાહ્યાલાલ શાહ (ઉં. વ. ૬૭) તે સ્વ. ડાહ્યાલાલ ચુનીલાલ શાહના પુત્ર જાગૃતિબેનના પતિ. કૃતિ તથા ભુમિકના પિતાશ્રી. શૈલેષભાઈ, દિલીપભાઈ, કમલેશભાઈ તથા રેણુકાબેન હસમુખલાલ શાહના ભાઈ. સૌભાગ્યચંદ જેઠાલાલ શાહ તથા રસીલાબેનના જમાઈ. હિતેશ અને મનીષાના બનેવી ૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button