જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રી. સ્થા. જૈન
બોટાદ નિવાસી શારદાબેન જયાલાલ દોશીના પુત્ર ભરતભાઇના પત્ની પૂર્ણિમાબેન (ઉં. વ. ૭૨) તા. ૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મૌલિક-મિતુલના મમ્મી. અંજના-હેતલના સાસુ. તે સ્વ. હસમુખભાઇ, સ્વ. જયેષ્ઠાભાઇ, ઉમેશ, સ્વ. રાજેશ, પ્રશાંત, સંજય અને સુનીલના ભાભી. તે પિયર પક્ષે ધ્રાંગધ્રા નિવાસી ત્રંબકલાલ તારાચંદ કોઠારીના પુત્રી. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વિસનગર નિવાસી (હાલ વાલ્કેશ્ર્વર) રાજુભાઈ શાહ (ઉં. વ. ૯૦) ૩૧-૮-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેન અને સ્વ. અમૃતલાલના સુપુત્ર. તે સ્વ. ગોકુળભાઈ દોલતરામના દોહિત્ર. તે સ્વ. વસુબેનના ભાણેજ. તે સ્વ. રમેશચંદ્ર, સ્વ. ભારતભાઈ, સ્વ. ક્રિષ્નાબેન અને સ્વ. ચારૂબેનના ભાઈ. તે પદમાબેન અને સ્વ. ઈન્દુબેનના દિયર. તે અલકા-અરવિંદભાઈ, સ્વ. દીના, પન્ના અને હિના-મુકેશભાઈ તથા હેમેન-હર્ષા, જય-રાજુલના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી (ચૌધરીની શેરી) કીર્તિકુમાર નાનાલાલ શાહ તા. ૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. મોનાબેન, ફાલ્ગુનીબેન ત્થા અતુલભાઈના પિતા. જવાહરભાઈ ત્થા જયમીનના સસરા. ધ્વનિના દાદા. રાજીવ તથા દિશાંગના નાના. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખોડી સમઢીયાળા નિવાસી હાલ વસઈ, સ્વ. રસિકલાલ કપૂરચંદ શેઠ અને શારદાબેનના સુપુત્રી, તે રાજુભાઈ બિલખીયાના ભાણેજ. હિરેન, વિજય અને નરેશ શેઠના બેન. ભક્તિ રસિકલાલ શેઠ, (ઉં. વ. ૪૩) તા. ૧ સપ્ટેમ્બર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ત્થા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દિગંબર જૈન
લાઠી નિવાસી હાલ વસઈ નટવરલાલ નાગરદાસ રામજીભાઈ ભાયાણી (ઉં. વ. ૮૯) તા. ૩૦/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. દીપકભાઈ, રાજેશભાઈ, અલ્પાબેનના પિતાશ્રી. મનોજભાઈ, સોનલબેન, હીનાબેનના સસરા, સ્વ.શાંતિભાઈ, સ્વ.રમણીકભાઇ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.કનુભાઈ, સ્વ.અનસૂયાબેન રણછોડભાઈ ગોસળીયા, સ્વ.લલીતાબેન હરિભાઈ દોશીના ભાઈ, સ્વ.મગનભાઈ વલ્લભજી ઘેલાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાર વિશા શ્રીમાળી જૈન
ભાણવડ નિવાસી હાલ કાંદિવલી કેશવલાલ માણેકચંદ સંઘવી (ઉં. વ. ૯૭) તે સ્વ.દયાબેનના પતિ. સ્વ.કાંતિલાલ તથા મનસુખલાલના ભાઈ, ધોરાજી નિવાસી સ્વ.રાયચંદ ઝવેરચંદ વોરાના જમાઈ, જવાહર, સ્વ.રાજેશ, રિતેશ, સુશીલાબેન જયંતીલાલ દોશી, સરોજબેન વીરેન્દ્ર શેઠ, પ્રફુલ્લાબેન દિનેશકુમાર મહેતાના પિતા. તેજસ, બિરજુ,નીરવ, અમન, આકાશના દાદા ૧/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલાપરના લક્ષ્મીબેન લક્ષ્મીચંદ હરીયા (ઉં. વ. ૬૧) તા. ૩૧-૮-૨૦૨૪ના અવસાન પામેલ છે. શાંતાબેન લાલજી હરીયાના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. તલવાણાના સાકરબેન દેવચંદ હંસરાજ દેઢીયાના સુપુત્રી. સ્વ. તલકશી, રમેશ, સ્વ. હરખચંદ, કિશોર, ખુશાલ, શશીકાંત, રાયણના સ્વ. નાનબાઇ શામજી ગડા, બિદડાના સ્વ. ધનવંતીબેન દામજી ગાલા, તરૂલતાબેન લક્ષ્મીચંદ ફુરીયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : શશીકાંત દેઢીયા, ઝીયા માસુમ શહાચાલ, રૂમ નંબર-૧૮, ૧લે માળે, એન.એમ.જોશી માર્ગ, દિપક સીનેમાની સામે, મુંબઇ-૧૩.
ભોજાયના રતનબેન પદમશી ગડા (ઉં. વ. ૮૫) તા. ૧-૯-૨૪ ના અવસાન પામેલ છે. ગોરબાઈ વેરશી ભોજરાજ ગડાના પુત્રવધૂ. પદમશીના ધર્મપત્ની. પ્રવિણ, પ્રબોધના માતૃશ્રી. ભોજાયના હીરબાઈ પાસુભાઈ મેઘજી પાસડના સુપુત્રી. પોપટલાલ, નાનજી, કેશવજી, હિરજી, આણંદજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રવિણ પદમશી. વર્ધમાન નગર, એમ-૭૦૩/૭૦૪. ડો. આર.પી.રોડ. મુલુંડ (વે.) ૮૦.
લુણીના કાંતીલાલ હંસરાજ ગલીયા (ઉં. વ. ૬૫) માંડવી આશ્રમ મધ્યે તા. ૩૧-૮ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન હંસરાજના સુપુત્ર. વડાલાના માકબાઇ ઉમરશી દયાના દોહીત્ર. મણીલાલ, લાછબાઇના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. મણીલાલ હંસરાજ ગલીયા, જી-૧૦૩, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.)
ડેપાના નેણબાઈ તલકશી સાવલા (ઉં. વ. ૯૨)તા. ૩૧-૮-૨૪ ના અવસાન પામેલ છે. વેજબાઈ માઈયા ઉકેડાના પુત્રવધૂ. તલકશીના પત્ની. રમણીક, મહેશ, કલ્પનાના માતા. ખેતબાઈ હીરજીના પુત્રી. સુરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : મહેશ તલકશી સાવલા, કચ્છી સર્વોદય જૈન નગ૨, બી-૨/૪૦૧, પી.એલ.લોખંડે માર્ગ, ચેમ્બુર, ગોવંડી (વે), મું. ૪૩.
પુનડીના કેશરબેન રામજી મોતા (ઉં. વ. ૮૪) ૧-૯-૨૪ના અવસાન પામેલ છે. ગોમીબેન નાનજી લખમશીના પુત્રવધુ. સ્વ. રામજીના પત્ની. ગીતા, શીલાના માતા. ના. આસંબીયા કુંતાબેન ગણપત મેપાના સુપુત્રી. વેજબાઈ, ચંચળબેન, સ્વ. કલ્યાણજી, ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્યાણજી નાનજી મોતા, ૧૦૧, જીવન સપના, પટેલ નગર, કાંદિવલી (વે.), મુંબઈ-૬૭.
સાડાઉના ઝવેરબેન જેઠાલાલ ગાલા (ઉં. વ. ૯૦) તા. ૩૧/૮ ના મોક્ષ માર્ગે પ્રયાણ કરેલ છે. ડાહીબાઈ હંસરાજ સામતના પુત્રવધુ. જેઠાલાલ હંસરાજના પત્ની. રૂક્ષ્મણી, ચંદ્રકાંત, ભારતી, રંજન, મનોજ, મીનાના માતુશ્રી. વડાલા પુરબાઈ /રતનબાઇ વજપાર સાવલાના પુત્રી. મણિલાલ, દામજી, મગનલાલ, મોખા લક્ષ્મીબાઈ નરશીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. ચંદ્રકાંત ગાલા- ૯૦૧/ ૯૦૨, શંકર ધારા બિલ્ડીંગ, વી. પી. રોડ, વિલેપાર્લે (વે). મુંબઈ-૫૬.