મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ચંદ્રેશ (ધોની) દેઢિયા (ઉં. વ. ૪૭) તા. ૨૯/૮ના અવસાન પામેલ છે. મુરીબાઈ ધારસી દેવજીના પૌત્ર. લક્ષ્મીબેન નરસીના પુત્ર. જસ્મીન, બીના, ભાવિનીના ભાઈ. કારાઘોઘા ઉંમરબાઈ નથુ નાનજી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. એ. લક્ષ્મીબેન દેઢીયા, ૨/૨૦૩, મયુરી બિલ્ડિંગ, મટકર માર્ગ, દાદર પોલીસ સ્ટેશનની સામે, દાદર વેસ્ટ.

ચુનડીના ધનજી ખીમજી દેઢિયા (ઉં. વ. ૯૦) તા. ૩૦-૮-૨૪ના પરલોકે પ્રયાણ આદરેલ છે. હાંસબાઈ ખીમજી કાનજીના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. હસમુખ, પ્રવિણ, રમેશ, વિમળા, ભારતીના પિતાશ્રી. બિદડા સુંદરબેન જેઠાલાલ વેલજી, દેશલપુર હીરબાઈ ગાંગજી રામજીના ભાઈ. રામાણીયાના વીરાબાઈ ગણપત કચરાના જમાઈ. પ્રા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦.

પત્રીના જવેરબેન ભવાનજી છેડા (ઉં. વ. ૯૧) તા. ૨૯-૮-૨૪ના અવસાન પામેલ છે. મણીબેન પદમશીના પુત્રવધૂ. ભવાનજીના ધર્મપત્ની. કિશોર, ભાનુ, અરૂણા, છાયાના માતુશ્રી. લાખાપરના મઠાબાઈ શામજી સાવલાના સુપુત્રી. નાગજી, જાદવજી, દામજી, તલકશી, વસંતલાલ, વશનજી, ચંચળ, જયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિશોર છેડા, ૩૦૨, શાંતીવિલા, ગણેશ ગાવડે રોડ, મુલંડ (વે).

ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જોરાવરનગર નિવાસી હર્ષદભાઈ મથુરદાસ ગોસલીયા (ગોવાવાળા)ના પુત્ર હિરેનભાઈના ધર્મપત્ની નેહાબેન (ઉં. વ. ૪૬) તે કશિશના માતુશ્રી. અવનીબેન ધર્મેશભાઈ શાહના ભાભી. રમેશભાઈ શાંતિલાલ શાહ અને વર્ષાબેનના સુપુત્રી મેઘાબેન વિશાલભાઈ મેહતા, સ્વ. ભાવિકભાઈ રમેશભાઈના બેન તા. ૩૧-૦૮-૨૪ના ગોવા મુક્કામે અરિહંતશરણ પામેલ છે.

કચ્છી ગુર્જર જૈન
ગામ નાનીખાખર કચ્છ હાલ બોરીવલી મણિલાલ ફોફરીયા (ઉં. વ. ૮૫) ૨૯/૮/૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ.લક્ષ્મીબેન પરસોત્તમ ફોફરીયાના પુત્ર. સુશીતાબેનના પતિ. નીના, રોહિત, અશોક, કેતનના પિતા. નહેશ, નિશા, અલ્પા, પ્રિતીના સસરા. સંઘવી માણેકબેન કલ્યાણજી શિવજી દુર્ગાપૂરના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ,૯૦૩, સ્મિનું એપાર્ટમેન્ટ, બોરીવલી વેસ્ટ.

ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સુભદ્રાબેન છનાલાલ શાહ (ઉં. વ. ૯૨) કોંઢ નિવાસી જગજીવનદાસ દેવશીભાઈ દોશીના પુત્રી. પુષ્પાબેન હીરાલાલ શાહના દેરાણી, પ્રદીપભાઈ, સ્વ.નીતિનભાઈ, ભદ્રેશભાઈ, સા.ભ.ચરણ પ્રજ્ઞા શ્રીજી મ.સા.ના માતુશ્રી. ઇન્દીરાબેન, અનિલાબેન, અલ્કાબેનના સાસુ. સા.ભ ધ્યાનપ્રજ્ઞા શ્રીજી મ સા, નિકેશ, રચના હેમલકુમાર વોરા, સેજલ મીરેનકુમાર શાહના દાદી. તા. ૩૦/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિશા શ્રીમાળી પાટણ જૈન
પાટણ નિવાસી કનાસાના પાડાના હાલ મુંબઈ મંગુબેન હીરાલાલ શાહના પુત્રવધૂ. નીરૂબેન ફતેહચંદભાઈ શાહ (ઉં. વ. ૮૭) ભાભાના પાડાના સ્વ.તારાબેન બાલુભાઈ છોટાલાલ શાહના સુપુત્રી. વિપુલ, પારૂલના માતા. દીપ (રાજા)ના દાદી તા.૩૦/૦૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાધનપુર તીર્થ જૈન
અ.સૌ. હસુમતી શ્રીપલ ધીમંતલાલ દોશીના સુપુત્ર અમર (ઉં. વ. ૪૪) તા. ૩૦-૮-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પાયલના પતિ. ખુશી, રિયાનના પાપા. કલ્પનાબેન ચંદ્રેશભાઈ દોશીના જમાઈ. જીગ્ના અનિશકુમારના ભાઈ. સુલશાબેન પ્રમોદભાઈ દોશી, સાધનાબેન કુમારભાઈ દોશીના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દિગંબર જૈન
મુંબઇ નિવાસી સ્વ. વસુમતીબેન તથા સ્વ. મુકુંદરાય મણિલાલ ખારાના સુપુત્ર પંકજભાઇ (ઉં. વ. ૬૭) તે અલકાબેનના પતિ. વિરાગ-સુશ્મિતા-પ્રગતિ-અનુજના પિતા. ચારુબેન-અતુલભાઇ, શીલાબેન-પ્રદીપભાઇ, ઝરણાબેન-નિરૂપમભાઇ તથા વર્ષાબેન-કિરણભાઇ વોરાના ભાઇ. નિર્મળાબેન ચંદ્રકાન્ત દિપચંદ શાહના જમાઇ. ગુરુવાર તા. ૨૯-૮-૨૪ના દેહપરિવર્તન થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. નાનજી ગડા (ઉં. વ. ૬૯) ૩૦-૮-૨૪ શુક્રવારના અવસાન પામેલ છે. પુનઈબેન સામંત મેપાના સુપુત્ર. ભાનુબેનના પતિ. રેખા, મિતેશ, કિરણ, સંગીતાના પિતાશ્રી. રમણીક, પ્રિતી, ઉર્મિલા, મનોજના સસરા. ધ્રુવી, યશ્ર્વી વંશ, કાંચી, કેનિલ, સ્વ. સૈશના દાદા. ગં.સ્વ. ભચીબેન રામજી દેવશી ડાઘાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. વી-૨/૩ વિદ્યા નગર સો., ખલઈ રોડ, વિદ્યાવિહાર-વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…