મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુંબઈ-જુહુ સ્વ. ઈન્દ્રવદન દયાળજી શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૭) તે સમીરભાઈ, છાયાબેન, માયાબેન, હીનાબેનના માતુશ્રી. નીલાબેન, અરવિંદભાઈ, પરેશભાઈ, ચેતનભાઈના સાસુ. ક્ષમલ નિકિત ઝવેરી, ખુશલ જનક બથીયાના દાદી. પિયર પક્ષે વરતેજવાળા હાલ વલસાડ ચુનીલાલ હિરાચંદ શાહના દિકરી. ગુણવંતભાઈ, જશવંતભાઈ, ભુપતભાઈ, રેખાબેનના બહેન શનિવાર, તા. ૧૪-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૭-૧૦-૨૩ના ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જે.વી.પી.ડી., પાર્લા (વેસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ મુંબઈ દિનેશ છગનલાલ દોશી (ઉં.વ. ૮૯) તે હંસાબેનના પતિ. હિતેષ, અમિતના પિતા. રૂપા, અંજલીના સસરા. સ્વ. પ્રવિણભાઈ, હર્ષદભાઈ, સરોજબેનના ભાઈ. રાયચંદ અવિચળ શેઠના જમાઈ તા. ૧૪-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચૂડા નિવાસી હાલ સાયન-મુંબઈ હસમુખભાઈ લલ્લુભાઈ શાહના ધર્મપત્ની પ્રફુલ્લાબેન (ઉં.વ. ૮૧) તા. ૧૫-૧૦-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે રૂપલ, રીમા, રૂચીના માતુશ્રી. શ્રેયાંસ, કલ્પેશભાઈના સાસુ. લલ્લુભાઈ ઉજમશી શાહના પુત્રવધૂ. સાયલા નિવાસી હાલ કલકત્તા સ્વ. મણિલાલ રતિલાલ શાહના પુત્રી. શૈલી, શ્રીયા, મંથનના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૩ના ૪ થી ૫.૩૦. સ્થળ: માનવ સેવા સંઘ હોલ, ગાંધી માર્કેટની સામે, સાયન.

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ ખેતવાડી, મુંબઇ સ્વ. વ્રજલાલ પ્રેમચંદ ગોસલીયા સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૫) તે સુધાબેનના પતિ. ધર્મેશ, હેતલના પિતા. બીંદી, દીક્ષીતકુમારના સસરા. તે સ્વ. લક્ષમીકાંતભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, સ્વ. અનસુયાબેન, સ્વ. ઇન્દિરાબેન અને ભારતીબેનના ભાઇ. તે સ્વ. હીરાલક્ષ્મી રસિકલાલ ભણસાલીના જમાઇ. તે સ્વ. વિનોદભાઇ અને કિશોરભાઇના બનેવી તા ૧૫-૧૦-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

સંબંધિત લેખો

ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ધ્રાંગધ્રા હાલ મુંબઇ સ્વ. કુસુમબેન ચંદુલાલ ગાંધીના સુપુત્ર દિલીપભાઇના ધર્મપત્ની અ. સૌ. અનિતાબહેન (ઉં. વ. ૬૫) શનિવાર, ૧૪-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શૈલેષભાઇ, ડો. રાજેશભાઇ, ચારુબહેન મુકુલભાઇ તથા રૂપાબહેન, ડો. વીરેન્દ્રભાઇનાં ભાભી. વિજ્ઞાબહેન, બીનાબહેનનાં દેરાણી. સાવરકુંડલા નિવાસી સ્વ. જયાબહેન ભૂપતભાઇ દેવચંદ શાહનાં સુપુત્રી. તે રાજુભાઇ તથા મનોજભાઇના બહેન. પ્રાર્થનાસભા સોમવાર, ૧૬ ઓકટોબર ૨૩ના બપોરે ૩થી ૫. ઠે. યોગીસભાગૃહ, સ્વામિનારાયણ મંદિર પાસે, દાદર રેલવે સ્ટેશન સામે, દાદર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button