મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન શાહના પુત્રવધૂ અ. સૌ.રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન ચિમનલાલ શાહના ધર્મપત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ, જીનિશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ તથા નિતાબેન પ્રકાશકુમાર શાહના ભાભી. તે વઢવાણ નિવાસી, સ્વ. શાંતાબેન પોપટલાલ વોરાના સુપુત્રી. તે સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. રમેશભાઇ, મહેશભાઇ, મુકેશભાઇ, દિપકભાઇ, સ્વ. સરોજબેન હિંમતલાલ દોશી, ઉર્મિલા લલિતકુમાર વોરા તથા સ્વ.ઉષાબેન મુકુંદરાય શાહના બેન. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૮-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલપાર્લે (વેસ્ટ).
વિજાપુર સત્તાવીસ જૈન
કુકરવાડા નિવાસી સ્વ. રાજેન્દ્ર બાબુલાલ શાહ (ઉ.વ. ૫૯) તા. ૨૩-૦૮-૨૦૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રાર્થનાસભા તા. ૨૫/૮/૨૪ના રવિવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦, શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય (પાંચમા માળે), એસ,વી.રોડ, શંકર મંદિરની સામે, કાંદિવલી વેસ્ટ. બાબુલાલ ભોગીલાલ શાહ (કુકરવાડા) , સાસરીપક્ષ- શ્રી જસવંતલાલ ચંદુલાલ શાહ (આજોલ).
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી અરૂણાબેન શૈલેષકુમાર બાલુભાઇ પરમાણંદદાસ દોશીના સુપુત્રી ફાલ્ગુનીબેન દિનેશકુમાર શાહ ((ઉં.વ.૪૩) તે ૨૨/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભૂમિના માતુશ્રી. ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.જયંતભાઈ, નિર્મળાબેન, રંજનબેન, તરૂલતાબેન, કલ્પનાબેનના નાનાભાઈના ધર્મપત્ની. પ્રણવ, સારિકા હેમંતકુમાર શાહ, તેજલ અમિતકુમાર સંઘવી, શ્રદ્ધા નિલેષકુમાર શાહના બહેન. તે ધીરજભાઈ, િંહમતભાઇ, અશોકભાઈ, અરિંવદભાઈ ખડસલીયા નિવાસી હાલ બોરીવલીના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સ્વ. ફૂલકોરબેન છોટાલાલ દડિયાના સુપુત્ર પ્રફુલભાઇ દડિયા (ઉં. વ. ૮૬) તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. મનીષા અને હિતેશના પિતા. ઉદયભાઇ ચિનાય અને બીજલનાં સસરા. હર્ષીલના દાદા. સ્વ. મોહનલાલ મહેતા (રાજકોટ)ના જમાઇ. સ્વ.પ્રાણલાલભાઇ, સ્વ. અમૃતભાઇ, સ્વ. પ્રવિણભાઇ, જસવંતીબેન અને સ્વ. સુશીલાબેનનાં ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચૂડા નિવાસી હાલ પૂના હિંમતલાલ વોરા (ઉં. વ. ૯૧) તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. બિમલ, શિલ્પા રાજેશભાઇ શાહ, જીજ્ઞા પ્રતિકભાઇ દોશીના પિતા. અ. સૌ. ચેતનના સસરા.સ્વ. ઝવેરીબેન તથા સ્વ. તારાચંદ ચતુરભાઇના વોરાના સુપુત્ર. સ્વ. નંદલાલ તારાચંદ વોરા, સ્વ. રમણીકલાલ તારાચંદ વોરા, સ્વ. રંજનબેન રજનીકાંત જોબાલિયા, અમિતાબેન, (ભવ્યાબેન) કિરણભાઇ શેઠના ભાઇ. મદ્રાસ નિવાસી સ્વ. ડો. ઉતમલાલ મગનલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
ચોટીલા નિવાસી હાલ અમદાવાદ હિંમતલાલ શાંતિલાલ શેઠના ધર્મપત્ની અ. સૌ. નલિનીબેન (ઉં. વ. ૭૬) તે કેતનાબેન, રીનાબેન, ભાવિનભાઇના માતુશ્રી. તે બીપીનભાઇ, પ્રેમલભાઇ તથા રાધિકાબેનના સાસુ. તે ચોટીલા નિવાસી સ્વ. રતિલાલ લક્ષ્મીચંદ ખંધારીના સુપુત્રી. તે રાઇશાના દાદી. ક્રિના, મનન, કુશલના નાની. તા. ૨૩-૮-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાબરા નિવાસી સ્વ. મનહરલાલ પ્રેમજીભાઇ બાવીસીના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૭) તા. ૨૩-૮-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે બકુલભાઇ, રાજુભાઇ, વર્ષાબેન ભદ્રેશભાઇ ગાંધી, સ્વ. પ્રીતીબેન, જયેશભાઇ બગડીયાના માતુશ્રી. બીનાબેન અને વિભાબેનના સાસુ. હેમાંગ, રૂચીતા, પાયલ, કરણ, કૃણાલ, હિલોનીના દાદી. હરજીવનભાઇ, નટુભાઇ બાવીસીના ભાભી. મગનલાલ પ્રેમજીભાઇ ખારાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી સ્થા. જૈન
બોટાદ નિવાસી (સરવા) હાલ વિલેપાર્લે સ્વ. જયંતીલાલ નાગરદાસ દોશીના ધર્મપત્ની લતાબેન (લાભુબેન) (ઉં. વ. ૮૪) તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિલેશ, બીના, સોનલના માતુશ્રી. વર્ષાબેન, ભરતકુમાર મહેતા, નિતેશકુમાર વોરાના સાસુ. જેનિકા ચિંતનકુમાર દોશીના દાદી. ચાર્મી, હેનલ, મુસ્કાન, રિશિતના નાની. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. નવીનભાઇ, ભરતભાઇના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એ-એકસ-૨૦૧, સિદ્ધિ એન્કલેવ, બિલ્ડિંગ નંદા પાટકર રોડ, વિલેપાર્લે પૂર્વ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોજાય (આમલા નિવાસી હાલે પિપરીઆ)ના નિર્મલા ધીરજ મારૂ (ઉં.વ. ૬૮). ૧૮-૮-૨૪ના અવસાન પામેલ છે. વાલબાઇ રાયશી મુરજી મારૂના પુત્રવધૂ. ધીરજલાલના ધર્મપત્ની. ગ્રીષ્માં, ડિમ્પલના માતુશ્રી. ભોજાય માતુશ્રી પ્રેમિલા રતનશી ગાલાના સુપુત્રી. ભરત, સ્વ. દેવેન્દ્ર, મોથારા મંજુલા જેઠાલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગ્રીષ્માં સંદીપ નાગડા, આશરા પેલેસ, ચૌબે માર્ગ, સુજાલપુર મંડી, જિ. શાજાપુર (એમ.પી.)-૪૬૫૩૩૩.
બારોઇના પ્રેમજી (પોપટ) કેનીયા (ઉં.વ. ૮૬) તા. ૨૩-૮-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મઠાબાઇ ભવાનજી અરજણ કેનીયાના પુત્ર. સ્વ. જયાબેન (જવેરબેન)ના પતિ. કિરણ, મનીષના પિતા. મુન્દ્રાના લક્ષ્મીબેન કાનજી, વડાલાના નેણબાઇ જાદવજીના ભાઇ. દેશલપુર કંઠીના સ્વ. વેલબાઇ રામજી મોના છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનીષ પ્રેમજી કેનીયા, ૩૦૧, વિજયાલક્ષ્મી લિર્બટી ગાર્ડન રોડ નં. ૩, મલાડ (વેસ્ટ).
દેશલપુરના કુંવરજી વિજપાર દેઢિયા (ઉં.વ. ૮૩) તા. ૨૧-૮-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઈ વિજપારના પુત્ર. સ્વ. મણીબેનના પતિ. રમેશ, રાજેશ, મીનાના પિતા. કોરશી, લક્ષ્મીચંદ, મણીબેન, રતનબેન, રૂક્ષ્મણીબેન, હસુમતીબેનના ભાઈ. દેશલપુર લાંછબાઈ રતનશી વેલજીના જમાઈ. પ્રા.: હાલારી વિશા ઓસવાળ વાડી, ફાલકે રોડ, દાદર (ઈ), મુંબઈ-૧૪. ટા. ૩.૦૦ થી ૪.૩૦. નિ.: રમેશ દેઢિયા, ૫, શશી મહલ, ૬૧-એ, એસ.એમ. જાદવ રોડ, દાદર (ઈ).
ફરાદીના ફાલ્ગુની દિનેશ દેઢીયા (ઉં.વ. ૪૩) તા. ૨૨-૮-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન શામજીના પુત્રવધૂ. દિનેશના પત્ની. ભુમિના મમ્મી. સાવરકુંડલાના અ.સૌ. અરૂણાબેન શૈલેષ દોશીના સુપુત્રી. પ્રણવ, સારીકા હેમંત, તેજલ અમીત, શ્રધ્ધા નિલેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: દિનેશ શામજી શાહ/ દેઢિયા, ડી/૩૧, સ્ટાર એપાર્ટમેન્ટ, શીમ્પોલી સિગ્નલ પાસે, એસ.વી. રોડ, બોરીવલી-વેસ્ટ.
કોડાયના કુમારી બીજલ શાંતિલાલ ગોગરી (ઉં.વ. ૪૯) તા. ૨૩/૮/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. માતુશ્રી ઉમરબાઇ મેઘજીના પુત્રી સરોજબેન શાંતિલાલની સુપુત્રી. મિતેશ, અંજનના બેેન. કાંતાબેન પિનાકીન શાહના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મિતેશ ગોગરી, એ-૨૦૨/સી, ત્રીપલ એસ. હાઇટસ, જકરીયા રોડ, મલાડ (વે.).
નરેડીના (ટીનુ) વીરેન્દ્ર કલ્યાણજી હરિયા (ઉં.વ. ૫૭) તા. ૨૨-૮-૨૪, ગુરૂવારના મોક્ષ તરફ પ્રયાણ કરેલ છે. રતનબાઈ વાલજી વેલજીના પૌત્ર. સુંદરબેન કલ્યાણજીના પુત્ર. કોટડા રોહાના રતનબાઇ વીરજી પાલણના દોહિત્ર. દેઢીઆના નવલ ઠાકરશી, ગઢશીશાના શારદા રતિલાલ, સુરેન્દ્ર, મહેન્દ્ર, દીપેન્દ્રના ભાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ.: કલ્યાણજી વાલજી હરીયા, ૩૪૬, સુંદર કુંજ, કાનસાઇ સેકસન, અંબરનાથ (ઇ).
રાયણના રતનબેન ગડા (ઉં.વ. ૮૫) તા. ૨૩/૮/૨૪ના અવસાન પામેલ છે. લીલબાઇ લાલજી રવજીના પુત્રવધૂ. ભાણજીભાઇના ધર્મપત્ની. બીદડાના ગોમીબેન દેવરાજ પાસુના સુપુત્રી. હંસરાજ, લાલજી, ભવાનજી, દામજી, કુંવરજી, કાંતીલાલ, બીદડાના લક્ષ્મીબેન ભવાનજી, પાનબાઇ દામજી, નવાવાસના લીલાવંતી ખુશાલચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમેશ ઝવેરચંદ ગડા, ૬૦૧, સનસાઇન ટાવર, માટુંગા ગુજરાત કલબ સામે, માટુંગા (ઇ.).

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…