મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના માતુશ્રી ખીમઈબેન હિરજી ભોજરાજ ચરલાના પૌત્ર. સ્વ. ગોમતીબેન શ્રી અરવિંદ હીરજી ચરલાના સુપુત્ર ચિંતન (ઉં.વ. ૩૬) તા. ૧૭-૮-૨૪, શનિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. શ્રૃતિના પતિ. જીગ્ના, આશા, મેહુલના ભાઈ. સંજય મણીલાલ ફરિયા, ચેતન રાયશી ગડાના સાળા. અ.સૌ. જયશ્રીબેન કાંતિલાલ નરશી ગડાના જમાઈ. પ્રાર્થના સમય: બપોરે ૨.૩૦થી ૪.૦૦ પ્રાર્થના સ્થળ: સરદાર વલ્લભાઈ પટેલ હોલ, એસ.વી. રોડ, ગોરેગામ (વે), પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ગામ મનફરાના ધનજી મેપશી સતરા (ઉં.વ. ૬૫) મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. રૂપાબેન રૂપશી સતરાના પૌત્ર. સ્વ. માનુબેન મેપશી સતરાના સુપુત્ર. પુષ્પાના પતિ. સુરજ, રાકેશના પિતાશ્રી. સ્વ. ચાંપશી, સ્વ. કાંતિલાલ, રસિક, જવેરબેનના ભાઈ. ગામ કકરવાના ગં.સ્વ. ભમીબેન મેપશી પેથા કારિયાના જમાઈ. પ્રા.ટા.: ૪.૦૦થી ૫.૦૦ ૫.૦૦થી ૫.૩૦ જાપ. પ્રા સ્થળ: કરસન લધુભાઈ નિસર હોલ, દાદર. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ગામ લાકડિયાના મીનાબેન (મણીબેન) છેડા (ઉં.વ. ૬૯) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. દામજી પોપટલાલ છેડાના ધર્મપત્ની. સ્વ. લાડુબેન પોપટલાલ ભીમા છેડાના પુત્રવધૂ. ભાવિન, અમીત, વનિતાના માતુશ્રી. સંજય લખમશી ગાલાના સાસુ. અશ્ર્વિની, વિનસ, પંકજના કાકીજીસાસુ. નાથીબેન, ભાવલબેનના ભાભી. રામજી ગડા, શામજી ગાલાના સગી. સ્વ. સંતોકબેન કરસન રામજી ગાલાની સુપુત્રી. પ્રાર્થના સ્થળ: ૧૦.૩૦થી ૧૧.૩૦ પ્રાર્થના સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, શ્રી કરસન લધુભાઈ નિસર હોલ, દાદર (વે), પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના પ્રતિક રમેશ દેઢિયા (શાહ) (ઉં.વ. ૪૧) તા. ૨૦-૮-૨૪ના અવસાન પામેલ છે. કુસુમ રમેશના સુપુત્ર. આરતીના પતિ. પાર્શ્ર્વ અને પંથના પિતા. ભાવિકના ભાઇ. સરલાબેન નવીનચંદ્રના જમાઇ. (ચક્ષુદાન કરેલ છે) પ્રાર્થના: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.). ટા.: બપોરે ૧.૩૦ થી ૩.

છસરાના પ્રકાશ ઉમરશી ગંગર (ઉં.વ. ૬૬) ૧૯/૮/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કુંવરબાઇ ઉમરશી સોજપારના સુપુત્ર. દીનાના પતિ. કેજલ, હેમ, હેતના પિતા. વાલજી, સુર્યકાંત, પત્રી ઝવેર હંસરાજ, ટોડા ગુલાબ વિસનજી, ગુંદાલા લક્ષ્મી (જયશ્રી) જયંતિલાલ, મોટા આસંબિયા માયા રમેશના ભાઇ. ગંગાબેન રતીલાલના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. (૨ થી ૩.૩૦) (ચક્ષુદાન કરેલ છે).

ગોધરા / હૈદ્રાબાદના સૌ. ઉર્મિલા છેડા (ઉં.વ. ૬૯) તા. ૧૭-૮-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી રતનબેન કેશવજી વેલજીના પુત્રવધૂ. પોપટલાલના ધર્મપત્ની. અનીશ, મેહુલ, લીનાના માતુશ્રી. ધનબાઇ દેવજીની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. એડ્રસ: પોપટલાલ છેડા, આર.કે. ભવન, કાચીગુડા, હૈદ્રાબાદ-૨૭.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાયપુર નિવાસી હાલ-મુંબઈ ઈન્દિરાબેન ધનવંતરાય હિંમતલાલ બાટવિયાના સુપુત્ર તુષારભાઈ (ઉં.વ. ૬૫) ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રૂપાબેનના પતિ. નીલના પિતા. આલોકભાઈ અને મમતાબેન તુષારભાઈ મોદીના ભાઇ. સ્વ. ઈન્દુભાઈ રતિલાલ ભોજાણીના જમાઈ. સ્વ. રેવાબેન ગોરધનદાસભાઈ કાપડિયાના પૌત્ર. પ્રાર્થનાસભા ૨૨-૮-૨૪ના ૪ થી ૬, સ્થળ: જલારામ હોલ, એન.એસ. રોડ નં. ૬, હાટકેશ સોસાયટી, જેવીપીડી, વિલેપાર્લે વેસ્ટ.

વિશા શ્રીમાળી સ્થા જૈન
વઢવાણ નિવાસી સ્વ. લીલાવંતીબેન હિંમતલાલ ગાંધીના પુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૬૮) ૧૯/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સુધાબેન હર્ષદભાઈ શાહ, કિરણભાઈના નાનાભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેહદાન કરેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાટણ નિવાસી મણિયાતી પાડાના હાલ બોરીવલી સ્વ. પ્રવિણચંદ્ર મણિલાલ શાહના ધર્મપત્ની નિરંજનાબેન (ઉં.વ. ૮૨) તે દાનેશ, દીપિકા તથા ભાવનાના માતુશ્રી. અવની, કેતનકુમાર તથા અમીષકુમારના સાસુ. પાટણ ખેતરવસીના સુભદ્રાબેન હિંમતલાલ શાહના પુત્રી. સ્વ. સુરેશભાઈ, રમીલાબેન, પ્રદીપભાઈ, સુકેતુભાઈ, મીનાક્ષીબેનના બહેન. ૨૦/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ભાઈંદર સ્વ. ચંચળબેન કૈશવલાલ શેઠના પુત્રવધૂ. કિર્તીભાઈના ધર્મપત્ની સોહિની (ઉં.વ. ૭૨) તા. ૧૯/૮/૨૪ના અરીહંતશરણ પામેલ છે. સમીર, જીગર, વિરલના માતુશ્રી. કામીની, હર્ષીતા, અલ્કાના સાસુ. પીયરપક્ષ સ્વ. કિર્તનલાલ હરીલાલ શેઠ વીરપુરવાળાની દિકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ખંભાત દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ખંભાત નિવાસી હાલ મુલુંડ પ્રદીપભાઈ શાહ, તે તારાબેન બાલચંદ શાહના સુપુત્ર. જ્યોતિબેનના પતિ. શાંતાબેન સુરેન્દ્રભાઈ શાહ (વિજાપુરવાળા)ના જમાઈ. શૈલેષ, હેમંત, અનુપ, પ્રફુલ્લ, વીણા મનોજ મહેતાના ભાઈ. ચિંતન અને ઉષ્માના પિતા. મૌસમી ચિંતન શાહ અને નીરવ અનીલ મહેતાના સસરા. સોમવાર, તા. ૧૯-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૨૪ શુક્રવારના ૩ થી ૫. ગોપુરમ હોલ, પી.કે. રોડ, ગ્યાન સરિતા સ્કૂલની પાસે, મુલુન્ડ વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ બોરીવલી દોશી વેણીલાલ ડાહ્યાલાલના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૯) તા. ૨૦/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કિશોર, પંકજના માતુશ્રી. આશા અને દક્ષાના સાસુ. વસંતભાઈ, હસુભાઈ, નગીનભાઈ, ધીરુભાઈ અને માનકુવરબેન જયંતીભાઈ વેજાણીના ભાભી. ભવાનભાઈ જેચંદભાઈ શાહ વરતેજ વાળાની દીકરી. વૈશાલી વિરલકુમાર, ચિંતન – અનુજા, ઉર્વી અભયકુમાર, કૃતિ, દિવ્યમ-દિશિતા, ભૂમિ, દિવ્યમના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ મલાડ સવિતાબેન ભુપતરાય શાહ (ઉં.વ. ૮૮), બુધવાર, તા. ૨૧ ઑગસ્ટ ૨૦૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. ભુપતરાય નેમચંદ શાહના ધર્મપત્ની તથા સ્વ. જીવણલાલ પ્રાગજી (સ્વ. જીનચંદ્ર વિજયજી મ.સા.)ના દિકરી. તે મિલનભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, કાશ્મીરાબેન, હરીશભાઈના માતુશ્રી. મયણાબેન, ભારતીબેન, ઉષાબેન, પારૂલબેન અને રાજેશકુમારના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી હાલ તિલકનગર (ચેમ્બુર) હરેશ વ્રજલાલ શાહ (બકુલ) ઉંમર વર્ષ ૬૮, બુધવાર તારીખ ૨૧.૮.૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન વ્રજલાલ શાહના સુપુત્ર. તે પ્રીતિબેનના પતિ. તે કિલ્લોલ, ચિરાગ તથા નિકિતાબેન શૈવલ શાહના પિતાશ્રી. તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ગીરીશભાઈ, અશ્વિનભાઈ, લિલમબેન પ્રવિણચંદ્ર ગાંધી તથા સ્વ. રંજનબેન ચંદુલાલ વોરાના ભાઈ. તે સ્વ. પ્રતાપરાઈ લક્ષ્મીચંદ મહેતાના જમાઈ. તેમની પ્રાથના શુક્રવાર, તા.૨૩.૮.૨૦૨૪ના સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ કલાકે રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો