જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી (હાલ બોરીવલી) સ્વ. મરઘાબેન ગિરધરલાલ ઉજમશી ગાંધીના સુપુત્ર પ્રવીણચંદ્ર ગાંધી (ઉં. વ. ૮૧) ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતીબેનના પતિ. કલ્પેશ તથા ભાવિનના પપ્પા. અમીસીબેનના સસરા. તે સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. મનહરલાલભાઇ અને શારદાબેન હરિલાલ સલોતના ભાઇ. તે બોટાદ નિવાસી સ્વ. ચંપાબેન કેશવલાલ ગોપાણીના જમાઇની પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૯૦૧, રાજેશ્ર્વરી એપાર્ટમેન્ટ, રામનગર, અરિહંત દુગ્ધાલયની સામે, બોરીવલી (વેસ્ટ).
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિપૂજક વિસા જૈન
બોટાદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નંદલાલ હરખચંદ દેસાઇના સુપુત્ર રમણીકભાઇ (ઉં. વ. ૮૯) તે સ્વ. કુંદનબેનના પતિ તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેશભાઇ, નીતાબેન, બીનાબેનના પિતાશ્રી. દીનાબેન, દીપકકુમાર, નયનકુમારના સસરા. સ્વ. હીરાબેન, સ્વ. કિર્તીભાઇ, રસિકભાઇનાં મોટાભાઇ. ભીમનાથ નિવાસી સ્વ. પ્રેમચંદ માવજીભાઇ શાહના જમાઇ. વિધિ હર્ષિતકુમાર શાહ, જીલ, વારુણીના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ લાખાપરના હાલે માટુંગા નિવાસી સુરેશચંદ્ર કેશવજી શાહ (ઉં. વ. ૮૧) તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વીરબાળાબેનના પતિ. નિતેશ તથા અ. સૌ. હીના પંકજ મહેતાના પિતાશ્રી. રંભાબેન કેશવજી નથુભાઇ શાહના સુપુત્ર. અ. સૌ. જાગૃતિ નિતેશ શાહ તથા પંકજ લક્ષ્મીચંદ મહેતાના સસરાજી. સ્વ. ચંચળબેન દોલતલાલ ફોફડિયા ભુજપુરના જમાઇ. સ્વ. કાંતાબેન ખેંગારભાઇ વોરા, સ્વ. તારામણીબેન બાબુલાલ ગાંધી, સ્વ. જયાબેન લીલાધરભાઇ (બાબુભાઇ) મહેતા, સ્વ. મંજુલાબેન હરિલાલ ભણસાલીના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના પાનબાઈ હધુ દેઢિયા (ઉં. વ. ૯૦) તા. ૧૫-૦૮-૨૪ના અવસાન પામેલ છે. તે મેઘબાઈ વિરજીના પુત્રવધૂ. હધુ વિરજીના ધર્મપત્ની. વિમળા (વર્ષા), માવજી, મણી (મનિષા), રીટા, હસમુખના માતુશ્રી. પુનડીના રતનબાઈ શિવજી દનાના પુત્રી. ગાંગજી, ડેપાના મંજુલા મણીલાલ, બિદડાના લક્ષ્મી (લતા) પોપટલાલના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સંઘ, દાદર (વે) સંચાલિત કરસન લઘુ નિસર હોલ, ટા. સાંજે ૪ થી ૫.૩૦.
બાડાના મંજુલાબેન માવજી હરીયા (ઉં. વ. ૭૫) તા.૧૫-૮-૨૦૨૪ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. મુરીબાઈ લાલજી પાલણ હરીયાના પુત્રવધુ. સ્વ માવજી લાલજી હરીયાના ધર્મપત્ની. હીના. પ્રફુલ્લ, દિનેશ. તનસુખના માતૃશ્રી. શેરડીના વાલબાઈ નાગજી હિરાના સુપુત્રી. સ્વ. વેજબાઈ. સુશીલા, લહેરચંદ, મુલચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલાબેન માવજી હરિયા, ગામ બાડા, તાલુકો-માંડવી.
નાની તુંબડીના મણશી વીરજી શાહ/દેઢિયા (ઉં. વ. ૯૯) ૧૮-૮-૨૪ના અવસાન પામ્યા છે. હાંસબાઈ વીરજી લખમશીના પુત્ર. રતનબેનના પતિ. સીએ નાનજી, હીરજી, કુમુદ, લીલા, રંજન, દક્ષા, જસુમતીના પિતાશ્રી. મોટા આસંબીયા લક્ષ્મીબેન આશારીયા રવજીના જમાઈ. પ્રા : એસ.એન.ડી.ટી. કોલેજ, આર. એ. કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ/માટુંગા. (ટા. ૪ થી ૫.૩૦).
પત્રી હાલે મલાડના જયવંતી વલભજી દેઢીયા (ઉં. વ. ૮૦) તા. ૧૬-૮-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઇ કુંવરજી ભારમલના પુત્રવધૂ. કુંદરોડીના રાણબાઇ દેવજી પાસુ છેડાના પુત્રી. હંસા/ઉર્મી, રીટા, મીતાના માતાજી. કુંદરોડીના પોપટલાલ, મણીલાલ, જયંતીલાલ, લાખાપુરના ઉમરબેન ધનજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. વલભજી કુંવરજી દેઢીયા, એ-૨૫, દેવડા બીલ્ડીંગ, રાણી સતી માર્ગ, મલાડ (પૂર્વ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે ભારતીબેન શાહ (ઉં. વ. ૮૩) તે સ્વ. મહેન્દ્રભાઈ ત્રંબકલાલ શાહના પત્ની અમિતા-નિમેષ, સંઈપ- નિશીતા, રિતેશ – શ્ર્વેતાના માતુશ્રી. સ્વ. મુગટભાઈ, સ્વ.દલસુખભાઈ, રમણીકભાઈ, મણીકાંતભાઈ, સ્વ. ધીમંતભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ.શીરિષભાઈ, સ્વ. સુશીલાબેન જમનાદાસ, સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ, મૃદુલાબેન મધુકરભાઈ, સ્વ. રાધાબેન ભુપેન્દ્રભાઈના ભાભી, કિશોરભાઈ, મહેશભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, ભરતભાઈના બેન, કુમુદબેન, સ્વ. કોકિલાબેન, ઝવેરબેનના વેવાણ, તા.૧૭-૮-૨૦૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા પોરવાળ શ્ર્વેતાંબર જૈન
ખેડા નિવાસી હાલ ઘાટકોઅપર ફકીરભાઈ ભાઈલાલ શાહના પુત્ર સુરેન્દ્ર ફકીરભાઈ શાહ (ઉં. વ. ૯૨)તા.૧૬-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. વિપુલના પિતા, જયશ્રીના સસરા, સ્વ. ઈંદિરાબેન રસિકલાલ ગાંધી, હંસાબેન અશોકભાઈ વકિલ, હસમુખભાઈ ફકીરભાઈ શાહના ભાઈ, સ્વ. રતિલાલ નાથાલાલ શાહના જમાઈ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ. જૈન
વિછિયા નિવાસી હાલ પારલા વાડીલાલ ગોરધનદાસ શાહના સુપુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩) તે સ્વ. કુસુમબેન શાહના પતિ. મેહુલના પપ્પા. રેશ્માના સસરા. સ્વ. તરૂલતાબેન ત્થા ધીરેનભાઈના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ઉજમશી સુરચંદ શાહના જમાઈ, તા. ૧૬-૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ત્થા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.