મરણ નોંધ

જૈન મરણ

કચ્છી ગુર્જર જૈન
મધુકર તે કલ્પનાનાં પતિ સ્વ. પ્રભાવતી અમૃતલાલ દેવશી શાહના સુપુત્ર (ઉં. વ. ૬૯) ગામ માંડવી કચ્છ, મુંબઇ, સ્વ. ચાંદુબેન પોપટલાલ શાહ ચેન્નઇના જમાઇ. શિલ્પી સંદીપ શાહ દવે, તથા ઊર્જા તરુણ શાહ અરોરાના પિતા. સ્મિતા રાજેન પરીખ, અમીતા ભરતચંદ્ર ઠક્કરના ભાઇ. સાન્વી તથા મિસ્કાના નાના. તા. ૧૩-૧૦-૨૩ના મુંબઇ મધ્યે કાળધર્મ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૦-૨૩ના રવિવારે ૫થી ૭. ઠે. અમૂલખ અમીચંદ ભીમજી વિવિધ લક્ષ્મી વિદ્યાલય ઓડિટોરિયમ, ૭૬-એ, રફી અહેમદ કીડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ).
દશા. સ્થા. જૈન
વિરેન્દ્ર શાહ (ઉં. વ. ૬૦) હાલ બોરીવલી શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હસુમતીબેન રતિલાલ ડેલીવાલાના પુત્ર. વૈશાલીના પતિ. પાર્શ્ર્વ, ઓમના પપ્પા. સ્વ. જયેશ, નરેશ, રેખા હર્ષદકુમાર દોશી, નીશા હરેશકુમાર દાણીના ભાઇ. પારૂલના દિયર, શાંતીલાલ દલપતરાય શાહના જમાઇ. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પાલનપુરી પાટણવાળા જૈન
પ્રવીણભાઇ (એસો) ઝવેરી (ઉં. વ. ૮૯) સ્વ. અમથીબેન અને મણીલાલ લક્ષ્મીચંદ ઝવેરીના પુત્ર. સ્વ. લીલાબેન શ્રી ડાહ્યાભાઇ જેસંગલાલ મેહતાના જમાઇ. પ્રવિણાબેન ઝવેરીના પતિ. અનુપ, આસિત અને સુજાતાના પિતાશ્રી. બેલા, જયોતિ અને વિપુલના સસરા. સ્વ. કમુબેન કિસનભાઇ મેહતા, સ્વ. પુષ્પાબેન બાગમલભાઇ મેહતા, સ્વ. કુસુમભાઇ મણીલાલ ઝવેરી, રમેશભાઇ મણીલાલ ઝવેરીના ભાઇ. તા. ૧૩-૧૦-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧૦-૨૩ના ૧૦થી ૧૨.ઠે. ભારતીય વિદ્યાભવન, ચોપાટી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપરના અમિત મોહનલાલ ગાલા (ઉં.વ. ૪૫) તા. ૧૨-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ભાનુબેન મોહનલાલ ગાલાના સુપુત્ર. સોનબાઇ મેઘજી વેલજી ગાલાના પૌત્ર. ભુજપુરના રતનબેન વેરશી રાયમલ દેઢિયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. અમીત ગાલા, સ્વરાજ્ય સદન, રૂમ નં. ૪, ગોરાઇ-૧, બોરીવલી-વેસ્ટ.
રતાડિયા ગણેશવાલાના હસમુખ જાદવજી સાલીયા / શાહ (ઉં.વ. ૭૦) તા. ૧૩-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. સાકરબેન જાદવજી લધુના પુત્ર. મધુબેનના પતિ. ગૌરવના પિતા. મુલચંદ રમેશ, લાખાપરના પુષ્પા હરીલાલના ભાઇ. સુંદરબેન / મંજુલા દામજી હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મધુબેન સાલીયા: ૧૮૦૩, શ્રી પ્રફુલ કો.ઓ.સો. દહાણુકર વાડી, કાંદિવલી (વે.).
રામાણીયાના લખમશી નાગડા (ઉં.વ. ૮૯) વલસાડમાં તા. ૧૨-૧૦ના અવસાન પામેલ છે. વેજબાઇ લાલજીના પુત્ર. દમયંતીબેનના પતિ. પુષ્પા, રક્ષા, રાજેશ, ચેતના, વર્ષા, ઉષા, ઉત્તમના પિતા. શિવજી, ચાંપશી, દામજી, સંસાર પક્ષે વસુધાબાઇ મહાસતીજી, ડેપા હેમલતા પ્રેમચંદના ભાઇ. સમાઘોઘા લક્ષ્મીબેન રતનશીના જમાઇ. પ્રાર્થના: લખમશી નપુ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા સેન્ટ્રલ રેલ્વે. ટા. ૪ થી ૫.૩૦.
બિદડાના વીંછી ફરીયાના લાછબાઇ માવજી શામજી વોરા (ઉં.વ. ૯૩) તા. ૧૨-૧૦-૨૩ના દેવલોક પામ્યા છે. રાણબાઇ શામજીના પુત્રવધૂ. સ્વ. માવજીના ધર્મપત્ની. સ્વ. મહેન્દ્ર, ચંદ્રકાંત, જીતેન્દ્ર, નિલેશ, મીનાના માતુશ્રી. ફરાદ્રીના સ્વ. કુંવરબાઇ કાનજી વીરાના સુપુત્રી. સ્વ. વીરજી, સ્વ. ખીમજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ: ચંદ્રકાંત વોરા, ૧૩૦૧, એસ્પાયર રેસીડેન્સી, સાલસાદેવી રોડ, મુલુુંડ (વે.).
કાંડાગરાના વીરચંદ કુંવરજી છેડા (ઉં.વ. ૬૨) ૧૩/૧૦ના અવસાન પામેલ છે. કેશરબેન કુંવરજીના પુત્ર. વાસંતીબેનના પતિ. મુકેશ, નીરવના પિતા. હેમચંદ, સ્વ. કેકીનના મોટાભાઇ. ખડસાણ રેવાબેન સોમાભાઇ પટેલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વાસંતીબેન છેડા, નાનજી જેવત ચાલ, રૂમ નં. ૫, મોટા અંબાજી મંદીરની સામે, કાર્ટર રોડ નં.૩, બોરીવલી (ઇ).
કોડાયના શાંતિલાલ ભવાનજી વીરા (ઉં.વ. ૮૪) તા. ૧૩/૧૦ના અવસાન પામેલ છે. જેતબાઇ જેતશી વીરાના પુત્ર. જવેરના પતિ. જીતેશ, ગીતા, ભાવના (ફેહમિદા)ના પિતાશ્રી. કોડાયના તારામતી, વેરશી, પ્રભાબેન નાગજીના ભાઇ. કાંડાગરાના લાલજી ખેરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ: ભાવના હસનખાન, ચાંડક નિશ્ચય, ડી-૫૦૧/૫૦૨, એસ.વી.પી. રોડ, પરબત નગર, દહીંસર (પૂર્વ).
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
થોરડી, હાલ ભાંડુપ સ્વ. માધવજી ફુલચંદ સોલંકીના પુત્ર પ્રવિણચંદ્ર સોલંકી (ઉં.વ. ૭૯) તે સ્વ. અરૂણાબેન સોલંકીના પતિ. જીગ્નેશભાઈ, નીતાબેન મુકેશભાઈ શાહ, રૂપલબેન નરેશભાઈ શાહના પિતાશ્રી. તે બીજલબેન જીગ્નેશભાઈ સોલંકીના સસરા. નગીનભાઈ, યશવંતભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ. ભરતભાઈ, પ્રજ્ઞાબેન બકુલભાઈ દોશીના ભાઇ. તે મિયાગામવાળા સ્વ. બાવાલાલ કાલિદાસ મેહતાના જમાઈ તા. ૧૨/૧૦/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
સ્વ. મધુબેન મનુભાઈ શાહના સુપુત્ર રજનીકાંત (ઉં.વ. ૭૦), તે શોભનાબેનના પતિ. આશીષ તથા અપેક્ષાના પિતાશ્રી. અપૂર્વકુમાર તથા ધ્વનિના સસરા. પૂનમ, સ્વ. કુમુદ, નીતા તથા મનોજના ભાઈ. શાંતીલાલ મોતીલાલના જમાઈ. નિવાન, રીયાન, રીત્વી તથા પહેલ, આર્યા, આરવી, અર્હમ તથા શોર્યના દાદા-નાનાનું તા. ૧૪-૧૦-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૧૦-૨૩ના રવિવારે ૩.૦૦ થી ૫.૦૦. યુથોપિયા પોડીયમ, ગાર્ડન ગ્રોવ ફેસ નં-૨, વીટી વર્લ્ડ સ્કૂલની બાજુમાં, શિંપોલી, ગોરાઈ રોડ, બોરીવલી-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા, હાલ બોરીવલી, સ્વ. ચીમનલાલ છગનલાલ કોઠારીના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મળાબેન (ઉં.વ. ૮૪), તા. ૧૩-૧૦-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે વિજય, અતુલ, કલ્પના મહેન્દ્ર ગોસલીયા, કિરણ ચેતન મહેતાના માતુશ્રી. તે સુધા તથા નયનાના સાસુ. સ્વ. નરભેરામ માધવજી બજરીયાના સુપુત્રી. તે પાયલ કુણાલ શેઠ, મિલોની સિદ્ધાંત કોઠારી, ધરા તથા શ્રુતીના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના ૧૦ થી ૧૨. વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, સ્ટેશનની બાજુમાં, બોરીવલી-વેસ્ટ.
કાળધર્મ
દરિયાપુરી સંપ્રદાયના આચારનિષ્ઠ વર્તમાન આચાર્ય ભગવંત બા. બ્ર.પૂ. વીરેન્દ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી તથા સ્વ. પૂ. હીરાબાઇ મ જીના સુશિષ્યા બા.બ્ર.પ.પૂ. મંજુલાબાઇ મ.જી (ઉં.વ. ૮૪) ૪ મેના અમદાવાદ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button