મરણ નોંધ

જૈન મરણ

અચલગચ્છીય પ.પૂ. સા. શ્રી વિમલકિરણાશ્રીજી મ.સા. કાળધર્મ પામ્યા છે
શાસન સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા. ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પ્રવર્તિની મહત્તરા મુખ્યાસાધ્વી શ્રી પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. સા. શ્રી અર્હત્કિરણાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સા. શ્રી વિમલકિરણાશ્રીજી મ.સા. ૬૦ વર્ષની ઉંમર ૩૪ વર્ષનો દિક્ષા પર્યાય પાળી શનિવાર તા. ૧૦/૮/૨૦૨૪ના ચીંચબંદર – મુંબઇ મધ્યે કાળર્ધમ પામ્યા છે. સંસાર પક્ષે માતુશ્રી ધનબાઇ દામજી લોડાયા કચ્છ સાંયરાવાલાના સુપુત્રી.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નવીનાળના ટોકરશી મેઘજી શાહ (પેથડ) (ઉ.વ. ૮૨) દાદર મધે શનિવાર તા.૧૦-૦૮-૨૪ ના સંથારો સીજેલ છે. મંઠાબાઈ મેઘજીના પુત્ર. ભાનુબેનના પતિ. અમિત, જીગરના પિતાશ્રી. લાલજી, હીરજી, પોપટલાલ, ચંદ્રિકા, હેમલતા, ડો. મંજુલાના ભાઈ. કાંડાગરાના ગંગાબાઈ મોરારજી છેડાના જમાઈ. ગુણાનુવાદ સભા શ્રી.વ. સ્થા. જૈન. શ્રા. સંઘ કરસન લઘુ હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦. નિ. જીગર ટોકરશી શાહ, ૫/૫૪ માણિક એપાર્ટમેન્ટ, ભવાની શંકર રોડ, દાદર (વે).

કપાયાના લીલાધર (બચુભાઈ) દેવજી સંગોઇ (ઉ.વ.૮૭) તા. ૯-૮-૨૪ ના અવસાન પામેલ છે. સુંદરબેન દેવજીના પુત્ર. જવેરબેનના પતિ. વર્ષા, મીના, જયશ્રી, વસંતના પિતા. ડુંગરશી, દામજી, હરખચંદ, શાંતિલાલ, ડો. ઉદય ગડા, ગુંદાલા મુરીબેન રવજી, ભાનુબેન ચંદ્રકાંત, પત્રી હીરબાઈ કેશવજી, કેસરબેન જાદવજી, કસ્તુરબેન તલકશી, પ્રભાબેન રમેશના ભાઈ. મોંઘીબેન રામજીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિ. લીલાધર સંગોઈ, ૨૨, હેન્દ્રે મેન્શન, વાડિયા સ્ટ્રીટ, તારદેવ, મું – ૩૪.

રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન હીરાલાલ દમાંડિયા ના પુત્ર અતુલ (ઉમર:૭૩) તે ૮/૮/૨૪ ના રોજઅરિહંત શરણ પામેલ છે. તે સ્વ. સુરેશભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ. પદમાબેન સેવંતીલાલ શાહ, સ્વ. પ્રેમિલાબેન પ્રવિણચંદ્ર શાહ, સ્વ. ભારતીબેન – નિર્મળાબેન દિનેશચંદ્ર શાહ, નયનાબેન મહેન્દ્રકુમાર શાહ, ઉષાબેન અનીલકુમાર શાહ ના ભાઈ, સ્વ. કોકિલાબેન ના દિયર, બીના જયેશભાઇ, મોના હિતેષભાઇ ના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે. ૪૦૧, નાનુબાઇ નિવાસ, દોલત નગર રોડ ૧૦, બોરીવલી ઈસ્ટ.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ સાયન નાથાભવાનવાળા સ્વ. ગુણવંતીબેન વિનયચંદ્ર શાહના સુપુત્ર મિલનભાઇના ધર્મપત્ની અ. સૌ. અલકા (ઉં. વ. ૬૪) તા. ૧૦-૮-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે રિદ્ધિ હર્ષિલ શાહ, હિનલ અભિષેક ચોકસીના માતુશ્રી. તે વિરેન્દ્રભાઇ સુવર્ણાભાભી, ઉમેશભાઇ, કલ્પના ભાભીના નાનાભાઇના ધર્મપત્ની. તે પિયર પક્ષે સ્વ. વિજયાબેન કાંતિલાલ વોરા, શાન્તી ત્રિકમવાળાના સુપુત્રી. તે ભરતભાઇ, કિર્તીભાઇ, સ્વ. વિદુરભાઇ, હરેશભાઇ, કલ્પનાબેન, શરદભાઇ શાહ, જાગૃતિબેન, દીપકભાઇ શાહના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૮-૨૪ના સોમવાર, ૫થી ૬.૩૦. ઠે. રાવજી જીવરાજ ચાંગડાઇવાળા હોલ, એસ. એન. ડી. ટી. કોલેજ, ૩૩૮ રફી અહેમદ કીડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રંજનબેન જંયતિલાલ સુખલાલ મહેતાના જયેષ્ઠ પુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૭૭) તે મીનાબેનના પતિ. નિર્ભય, પુનિત (અભય)ના પિતાશ્રી. અ. સૌ. મોક્ષદાના સસરા. નિલેશભાઇ, લતાબેન, ગીતાબેન, વિભાબેન તથા બિનાબેનના મોટાભાઇ. સ્વ. સવિતાબેન દલપતરાય પારેખ (હાલ દાદર) ના જમાઇ. ઇષ્ટિ તથા વિહાનના દાદા રવિવાર, તા. ૧૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૪ના મંગળવારે ૪થી ૬. ઠે. પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
જેતપુર નિવાસી હાલ જુહુ વિલેપાર્લે વસંતરાય છગનલાલ ટોલિયા (ઉં. વ. ૯૩) તે સ્વ. પુષ્પાબેનના પતિ. સ્વ. બીનાબેન રમણીકલાલ મિસ્ત્રી, ભરતભાઇ અને વિક્રમભાઇના પિતા. રિદ્ધિ, સનમ, વિશાલના દાદા. નિતિકા અને સોનલના સસરા. તા. ૧૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…