જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના શ્રી મણિલાલ મોણસી સોની (ઉ.વ. ૭૬) તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારે અવસાન પામેલ છે. તે હર્ષાબેન (હીરબાઇ)ના પતિ. શીતલ અને ભાવિનીના પિતાશ્રી. લુણીના ગંગાબાઇ મોણસી વરજાંગના પુત્ર. વડાલાના દેવકાબેન ભાણજી દેવજીના જમાઈ. પત્રીના કેસરબેન ભવાનજી ધરોડ, લાખાપુરના જયશ્રી રાઘવજી શેઠીયા, ધુલિયાના કસ્તુર ઉમેશ પરદેશી અને શાંતિલાલના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શૈલ સંગોઇ, ૫૦૨ રાજ વૈભવ, નડિયાદવાલા કોલોની નંબર ૨, મલાડ (પશ્ર્ચિમ) મુંબઈ-૬૪.
રાયણના રમણીકલાલ શીવજી સાવલા (ઉં.વ. ૭૩) તા. ૩-૮-૨૪ ના અવસાન પામેલ છે. હાંસબાઈ શીવજી અરજણના પુત્ર. સ્વ. રેખા (ચંદન)ના પતિ. પરાગ, ચેતના, કોમલના પિતા. ખેતશી શીવજી, મેરાઉના સ્વ. લક્ષ્મીબેન, રાયણના સ્વ. કેસરબેન, સ્વ. ભાનુબેન/જયાબેન, લાયજાના વિમળાબેન, કુસુમના ભાઈ. ડોણના સ્વ. રતનબાઈ ઉમરશી નાનજીના જમાઈ. (ચક્ષુદાન કરેલ છે.) પ્રાર્થના રાખેલ નથી. નિ. પરાગ રમણીકલાલ સાવલા : રિખી ભવન, ત્રીજે માળે, ફ્લેટ નં. ૩, એલ.એન. રોડ, માટુંગા (સે.રે.),
ઝાલાવાડ શ્ર્વેતા.મૂ. પૂ. જૈન
સુદામડા હાલ મિરારોડ સ્વ. મોતીબેન ભોગીલાલ હરીલાલ મસકારીયાના પુત્રવધુ પ્રફુલ્લાબેન (ઉં.વ. ૭૫), તે કિરીટભાઈના પત્ની, શીતલ અને નિખિલના માતા. જીયા, વિહાનના નાનઈ, મધુબેન, હિનાબેન, સ્વ. નયનાબેન, સ્વ. પંકજભાઈ, સ્વ. જયેશભાઈના ભાભી. સ્વ. યશોમતીબેન બાબુલાલ ગાંધી (ધાંગધ્રા) હાલ અંધેરીના દિકરી, સ્વ. દિનેશભાઈ, અંજનાબેન, રક્ષાબેન, વિજયભાઈના બેન શનિવાર તા. ૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર તથા સાદડી બંધ રાખેલ છે.