મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
વિરમગામ નિવાસી હાલ સાંતાક્રુઝ નરેન્દ્રભાઈ ચંદુલાલ કારેલીયા (ઉં. વ. ૮૩) ૨૫/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. ગીતાબેન વસંતજી દેઢિયાના પિતા. અરવિંદભાઈ, વિજયભાઈ, શોભાબેન પંકજકુમાર શાહના ભાઈ. સાસરાપક્ષે મંગળજી વર્ધમાન કોઠારીના જમાઈ. વૈશાલી રાહુલકુમાર, દેવાંગ સરગમ, રાઈશાના નાના. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચોથે માળે, ત્રિશુલ હાઈટ્સ, શ્યામ શરકલ હોલની સામે, એકતા નગર, મહાવીર નગર એક્ષટેંશન, કાંદિવલી વેસ્ટ.
સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ સાયન (મુંબઈ), શ્રી પ્રેમલભાઈ કામદાર (ઉં. વ.૫૪), તા. ૨૬.૦૭.૨૪ શુક્રવારના અરીહંતશરણ પામેલ છે. તે સ્વ.પ્રીતીબેન તથા સ્વ.પ્રફુલચંદ્ર ગટુલાલ કામદારના સુપુત્ર. સ્વાતીબેનના પતિ. રાજીવભાઈ તથા વિપુલભાઈના નાનાભાઈ, નીર્જરી અંશુલ કરાણી તથા અરહનના પિતા. સ્વ.ધનવંતભાઈ શાંતિલાલ શાહ તથા સરલાબેનના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ક.દ.ઓ. જૈન
કચ્છ ગામ માનકુવા હાલ ડોમ્બીવલીના નલિન રવિલાલ ભાઈચંદ મહેતા (ઉં. વ. ૫૯) તા:૨૫-૦૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી રસીલાબેન રવિલાલ ભાઇચંદ મહેતાના સુપુત્ર. રીટાબેનના પતિ. અંકુરના પિતા. રેખાબેન પુષ્પકાંત શાહ, ગીતાબેન બિપીનકુમાર મહેતા, કિરીટ રવિલાલ મહેતાના ભાઈ. સામે પક્ષે માતુશ્રી કંચનબેન (દીપાલીબેન) ગુલાબચંદ ત્રિકમજી નાગડાના જમાઈ. તેમની બેને પક્ષની પ્રાથના તા:૨૭-૦૭-૨૪ શનિવારના ૪ થી ૫.૩૦. જ્ઞાનેશ્ર્વર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, મહાત્મા ફુલે રોડ, આઇ ડી બી આઇ બેંક ની સામે, ડોમ્બીવલી (વેસ્ટ), મહાત્માફુલે રોડ રિક્ષા સ્ટેન્ડની બાજુમાં.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાબેન જમનાદાસ જગજીવનદાસ અજમેરાના પુત્ર પ્રતાપભાઈ (ઉં. વ.૭૭ ) તા.૨૬/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. કૌશલ – મેહુલના પિતા. કાજલ -અમીના સસરા, આરઝું -વિધાનના દાદા. હાલ પુના નિવાસી સ્વ બાબુભાઈ મૂળચંદ અદાણીના જમાઈ. સ્વ કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ, સ્વ પુષ્પાબેન, સ્વ સુશીલાબેન, સ્વ વીણાબેન, સ્વ કિરણબેનના ભાઈ. પ્રાથના સભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
દૂધાળા નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. અમૃતલાલ નરસીદાસ લાખાણીના પુત્ર પ્રતાપરાય (ઉં. વ. ૮૨) તા. ૨૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કોકિલાબેનના પતિ. હેમંત, શિલ્પા, જીગ્નેશના પિતા. અ.સૌ. હેતલ, જતીન ખેતાણીન સસરા. સ્વ. જયંતીભાઈ, દિલીપભાઈ, સ્વ. ભારતીબેન દલસુખરાય શેઠ, હંસાબેન રમણીકલાલ મોદી, ઈલાબેન કીરણભાઈ મહેતા, અરૂણાબેન હસમુખરાય અજમેરાના ભાઈ. સ્વ. ફુલચંદ વછરાજ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ત્થા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ મુલુંડ ભરતભાઇ મનસુખલાલ કોઠારીના ધર્મપત્ની અ. સૌ. ભારતીબેન (ઉં. વ. ૭૩) મંગળવાર તા. ૨૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કંચનબેન મનસુખલાલ કોઠારીના પુત્રવધૂ. તે ભૈરવ રિશીના માતુશ્રી. તે ધારા, અંકિતાના સાસુ. તે શૈલેષભાઇ, સ્વ. રાજેશભાઇ તથા નીલાબેન દોશીના ભાભી. તે સ્વ. અનીલભાઇ લીલાધરભાઇ બાવીશી તથા હર્ષદાબેન કપાસીના બહેનની પ્રાર્થનાસભા રવિવાર, તા.૨૮-૭-૨૪ના ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ કાંદિવલી સ્વ. નગીનદાસ કુંવરજી શાહના ધર્મપત્ની કાંતાબેન શાહ (ઉં.વ. ૯૪) તે સ્વ. જયસુખભાઇ, સ્વ. નાગરભાઇ, છોટાલાલભાઇના ભાભી. પિયરપક્ષે શિહોર નિવાસી સ્વ.મગનલાલ ગાંડાભાઇની દીકરી. સ્વ. ફતેચંદભાઇ, સ્વ. રસિકભાઇ અને સ્વ. રમેશભાઇ તથા સ્વ. વિજયાબેન, સ્વ. હીરાબેન, સ્વ. પુષ્પાબેનના બહેન ગુરુવાર, તા. ૨૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયા કુ. રૂચી શાંતિલાલ ગાલા (ઉં. વ. ૩૩) ગુરુવાર, તા. ૨૫-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પૂ. લક્ષ્મીબેન જીવરાજ ઝાલાણીની પૌત્રી. મીનાબેન શાંતિલાલની સુપુત્રી. તે અર્પિતની બહેન નલીનીબેન મોતીલાલ નિસરની દોહિત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન. ઘનશ્યામ ભુવન, ૩જે માળે, ૨૬૫-જે. એસ. એસ. રોડ, ઠાકુરદ્વાર, ગિરગામ, મુંબઇ-૪.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button