મરણ નોંધ

જૈન મરણ

પાટણ જૈન
પાટણ કોકાનાપાડાના હાલ ઘાટકોપર નિવાસી કંચનલાલ પોપટલાલ શાહના પુત્ર ઉમેશભાઇ (ઉં. વ. ૬૭) તે મીતાબેનના પતિ. કુણાલ અને નિશિતના પિતા. શ્રદ્ધાના સસરા. રેયાંશ અને ઘૃષાના દાદા. શાંતિનાથની પોળના સ્વ. ચંપકલાલ ભીખાચંદના જમાઇ સદ્ગતિ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

માંગરોળ દેરાવાસી જૈન
સ્વ. પ્રમોદચંદ્ર શાંતીલાલ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં. વ.૮૫) હાલ મુંબઇ વતન માંગરોળ તા. ૨૪-૭-૨૪ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતીભાઇ તે સ્વ. ચંદ્રપ્રભાબેન શાહના સુપુત્રી. સ્વ. હેમંતભાઇ, હિતેશભાઇ, કૌશુમી બેનના માતુશ્રી. દીપાબેન, સ્વ. નિતલબેન, યશેશભાઇ મીઠાણીના સાસુ. મૌલીક, વૈશાલી, કરિશ્મા, ક્રિષાના દાદી. તનિશા, હર્ષિતના નાની. માયરાના પરદાદી. પ્રાર્થનાસભા તા. ૨૬-૭-૨૪ શુક્રવારના ૪થી ૫.૩૦. ઠે. નારાયણ શામજી મહાજન વાડી, ૪૫૨/૪૫૩, ભાઉદાજી રોડ, માટુંગા ૧-લે માળે, મુંબઇ-૧૯.

ચોપન એકડા વિશા શ્રીમાળી જૈન
પેટલાદ નિવાસી સૂર્યાબેન શાહ (ઉં. વ. ૮૪) હાલ મુંબઇ તા. ૨૫-૭-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. કનુભાઇ હીરાલાલના ધર્મપત્ની. મુકેશભાઇ, દક્ષાબેન, કેતનભાઇના માતુશ્રી. મીતાબેન, પ્રીતીબેન, સ્વ. મુકેશકુમારના સાસુ. હીરલ-કૃપાલ, મૌલીક, ચિંતન, પૂજાના દાદી. નવકાર યાત્રા એમ.એમ.પ્યુપીલ્સ સ્કૂલ, એસ. વી. રોડ,ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ),તા. ૨૮-૭-૨૪ રવિવારના ૩-૩૦થી ૫.૩૦.

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થા. જૈન
બળેલ પીપળીયા નિવાસી હાલ મલાડ સ્વ. ચંપાબેન મોહનલાલ રવાણીના સુપુત્ર હિંમતલાલ (ઉં.વ. ૯૦) બુધવાર તા. ૨૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. તે મનિષ, સચીન, ચેતના કૈલેશ બદાણી, હિના કિરણ શાહના પિતાશ્રી. સ્વ. ભૂપતરાય, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નવનીતભાઇ અને પ્રવીણભાઇ, સ્વ. દમયંતીબેન, સ્વ. મંગળાબેન, સ્વ. શારદાબેન, ગં. સ્વ. વનીતાબેન, ગં. સ્વ. મુકતાબેનના ભાઇ. ગં. સ્વ. જયાબેન ખીમચંદભાઇ દામાણીના જમાઇ. તે નિશા, સ્વ. જીક્ષાના સસરાજી. પ્રાર્થનાસભા તા. ૨૭-૭-૨૪ના શનિવારે ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, મહાવીરનગર, બી. સી. સી.આઇ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

વાગડ વિ. ઓ. જૈન
ગામ વામકા હાલ લાકડીયાના સ્વ. દિનેશ રતનશી કરશન ગાલા (ઉં. વ. ૬૦) સોમવાર, તા. ૨૨-૭-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. સંતોકબેન કરશનના પૌત્ર. જયશ્રીના પતિ. કિરણ, ફારમ, રાજના પિતાશ્રી. ધવલ રતનશી ગડા, કલ્પેશ જૈનના સસરા. સામખીયારીના સ્વ. હાંસઇબેન કરશન ગડાના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૭-૨૪ના ૧૦.૩૦થી ૧૧.૪૫. ઠે. કરશન લધુભાઇ નિસર હોલ, દાદર-વેસ્ટ.

વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના સ્વ. વેલજી હરખચંદ કારીઆ (ઉં. વ. ૮૧) બુધવાર તા. ૨૪-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રામુબેન રાણા કારીઆના પૌત્ર. સ્વ. દિવાળીબેનના પતિ. તારા, ગં. સ્વ. વનીતા, સ્વ. શાંતિલાલ, મીના, કેતન, સંગીતાના પિતાશ્રી. સ્વ. મંજુ, ગં. સ્વ. વનીતા, હીના, રસીક, સ્વ. રામજી, જયંતી, મહેના સસરા. નૂ. ત્રં. બૌના સ્વ. ચોથીબેન હિરજી સામત શાહના જમાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૬-૭-૨૪ના સવારે ૧૦.૩૦થી ૧૨. પ્રા. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા (વેસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઇ હાલ ભચાઉના સ્વ. મૂળરાજ છેડા (ઉં. વ.૭૨) તા. ૨૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મુરઇબેન નોંઘા રૂપાના પૌત્ર. સ્વ. મોંઘીબેન ભારમલના પુત્ર. શાંતિબેનના પતિ. પરાગના પિતા. કૃપાલીના સસરા. સ્વ. અમૃતલાલ, મણીલાલ, નવીન, વિજય, રમેશ, સતીશ, રાજેશ, અનુસયાના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૨૬-૭-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. કચ્છી કડવા પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી પોંડીચીરી વાળા હાલ વિજયપુર (કર્ણાટક) સ્વ. જયંતીલાલ કપૂરચંદ દોશીના ધર્મપત્ની શારદાબેન જયંતીલાલ દોશી (ઉં.વ.૯૦) તા. ૨૪-૭-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષા જિતેન્દ્ર દલીચંદ શાહ (પચ્છેગામવાળા), હિના યોગેશ અમૃતલાલ શાહ (વરતેજવાળા) તથા સ્વ. ચિરાગના માતુશ્રી. કાંતિલાલ કપૂરચંદ દોશીના ભાભી. તે એકતા જીનેશકુમાર, શ્ર્વેતા તેજસકુમાર અને શરણ યોગેશ શાહના નાનીમા. પિયરપક્ષે ઉમેદચંદ લલ્લુભાઇ સંઘવી, ઉમરાળાવાળાની દીકરી. પ્રાર્થનાસભ તા. ૨૯.૭-૨૪ના સવારના ૧૦થી ૧૧. ઠે. વોરા આરાધના હોલ, શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, સ્ટેશન રોડ, વિજયપુર.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના જ્યોત્સના અશ્ર્વિન શામજી દેઢિયાના જમાઈ આશિષ નોરીયા (ઉં.વ. ૩૯) તા. ૨૪-૭-૨૪ના દેહ ત્યાગ કરેલ છે. પ્રિયલના જીવનસાથી. આર્યાના પપ્પા. હાલે જુહુના રેણુબેન રમેશ નોરીયાના સુપુત્ર. નેહા સુરજ ભાટીયાના ભાઈ. પ્રા. શુક્રવાર, તા. ૨૬-૭-૨૪, સ્થળ: લાયન્સ રોટરી ક્લબ જુહુ, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), ટા. સાંજે ૫ થી ૬.

નાના ભાડિયાના શ્રી નાગજી જેવત ગડા (ઉં.વ. ૮૮) તા. ૨૪-૭-૨૪ના અવસાન પામેલ છે. ભચીબેન જેવતના પુત્ર. મણીબેનના પતિ. પ્રમોદ, કિરણના પિતા. કરમશી, જાદવજી, ચુનીલાલ, પોપટલાલ, કલ્યાણજી, કાંડાગરા રતનબેન શીવજી, પ્રતાપર તારાબેન કુંવરજીના ભાઈ. સોનબાઈ શામજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિરણ ગડા. ૨૦/૧૧, નિખીલ બિ., ફ્લેટ નં.૧, ગ્રા.ફલોર, ૩૭ એ સ્કીમ નં. ૫૭, વડાલા, મું.-૩૧.

પત્રીના ભવાનજી લાલજી ધરોડ (ઉં.વ. ૭૭) તા. ૨૪/૭ના અરિહંત શરણ પામેલ છે. પુરબાઈ લાલજીના પુત્ર. નિર્મળાના પતિ. હેનિક, મનીષાના પિતા. માવજી, શાંતિલાલ, મહેન્દ્ર, હસમુખ, સરલા, મીના/તરુલતાના ભાઈ. છસરા સોનાબેન ઉમરશી તેજપાલ ગાલાના જમાઈ. પ્રા. વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નીસર હોલ, જ્ઞાનમંદિર રોડ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦.

ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ અંધેરી હિંમતલાલ દોશી તે સ્વ. નલીનીબેનના પતિ. સ્વ. મુલ્ચંદ સુખલાલ દોશીના પુત્ર. સંજય, સમીર, બીના, દિપ્તીના પિતા. નિધી, બેલા, અતુલભાઈ તથા સૌરભભાઈના સસરા. શ્રી અમૃતલાલ દીપચંદ શાહના જમાઈ, તા. ૨૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા તા. ૨૬-૭-૨૪ના શુક્રવારે ખડાયતા ભવન, હનુમાન રોડ, પાર્લા ઈસ્ટ, ૧૦ થી ૧૨.

દશા શ્રી.સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ થાણા અ.સૌ. મીનાબેન કલ્પેશભાઈ શાહ (ઉં.વ. ૪૮), તા. ૨૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પેશભાઈના ધર્મપત્ની. સ્વ. શ્રી અશોકભાઈ હિંમતલાલ શાહ તથા ગં.સ્વ. કોકિલાબેનના પુત્રવધૂ. સ્વ. શ્રી જીતેનભાઈ તથા નીનાબેનના ભાભી. ચાર્મી તથા પાર્થના મમ્મી. સ્વ. શ્રી કાંતીલાલ હરજીવનદાસ શાહ તથા ગં.સ્વ. કુસુમબેનના પુત્રી. ટેલોફોનિક પ્રાર્થના તા. ૨૬-૭-૨૪ના ૩ થી ૪ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button