મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના ઉમેશ ગાલા (ઉં.વ. ૬૫) તા. ૨૨-૭-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી કેસરબેન શામજી ગાલાના સુપુત્ર. વનિતાના પતિ. ઉર્વી અને માનવના પિતા. મુકેશ, રાજેશ, શૈલાના ભાઇ. લાખાપુરના મણીબેન ધનજી હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા નમ્ર વિનંતી. ઠે. વનિતા ઉમેશ ગાલા, ૫૦૨, એચ.એસ. સ્પ્રીંગ્સ, નવઘર રોડ, હનુમાન ચોક, મુલુંડ (ઇ.).
ગોધરાના ધનજી પ્રેમજી ગોસર (ઉં.વ. ૮૮) તા. ૨૨-૭-૨૪ના અવસાન પામેલ છે. મમીબાઈ પ્રેમજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. ભરત, ચેતન, દીપા, ભાવનાના પિતા. રતનશી, વિશનજી, હેમકુંવર મણીલાલ, ઉનડોઠ પ્રભા કલ્યાણજી, મેરાઉ ચંચળ ખીમજી, હેમચંદ, પોપટ, નેમીદાસ, લક્ષ્મીચંદ, કાંતિ, ભોજાય ડોલર જવેરચંદના ભાઇ. કોટડી મહાદેવપુરી મીઠીબાઈ ગાંગજી નેણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચેતન ગોસર, ૧૧ બી, સચીન દર્શન, દીનદયાળ રોડ, ડોંબિવલી (વે).
બિદડાના ડો. ગુણવંતી સૂર્યકાંત લખમશી શાહ (ફુરીયા) (ઉં.વ. ૭૭) તા. ૨૨મી જુલાઈ ૨૦૨૪ સોમવારના અરિહંત શરણ પામેલ છે. ડો. સૂર્યકાંતના ધર્મપત્ની. સ્વ. મમીબાઇ અને ડો. લખમશી કરમશી મુલજી શાહના પુત્રવધૂ. પ્રિયંકા રૂપેશ દવે – દોહા તથા વીરંકા જીજ્ઞેશ સાવલા – મસ્કતના માતુશ્રી. સ્વ. મણિબાઈ માણેકજી વેલજી લોડાયા સાંયરા (હાવેરીવાળા)ના દીકરી. સોમચંદભાઈ, કલ્યાણજીભાઇ, રજનીકાંતભાઈ, ધનપતિભાઈ, કાંતાબેન મુલચંદ ધુલ્લા, રેવંતીબેન ખુશાલ કારાની અને વીણાબેન કેતક ધરમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠેકાણું: ડો. સૂર્યકાંત શાહ, બી-૧૧, આદિનાથ સોસાયટી, શીવદાસ ચાંપશી માર્ગ, ચૈત્ય ટાવરની બાજુમાં, મઝગામ-૪૦૦૦૧૦.
હાલાપુરના માતુશ્રી મોંઘીબેન ધનજી હરીયા (ઉં.વ. ૮૫) તા. ૨૩-૭-૨૪ના અરિહંત શરણ પામેલ છે. કુંવરબાઈ દામજી જીવરાજના પુત્રવધૂ. ધનજીના ધર્મપત્ની. મહેન્દ્ર, પ્રફુલ, વિજય, હર્ષા, દિનાના માતુશ્રી. વિઢ વિમલાબેન લખમશી ગોસરના સુપુત્રી. મેઘજી, રતનશી, પ્રેમજી, ગાંગજી, લીલાધર, તલકશી, કસ્તુરના બેન. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર (વે) સાંજે ૪ થી ૫.૩૦. (ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે.) નિ. વિજય હરીયા, ૩૦૨, મહાવીર દર્શન, એલ.ટી. રોડ, મુલુંડ (ઈ).
છસરાના સવિતાબેન જેઠાલાલ ગાલા (ઉં.વ. ૬૯) તા. ૨૧-૭-૨૪ના અવસાન પામ્યા છે. હીરબાઈ/પાનબાઈ વાલજી શામજીના પુત્રવધૂ. જેઠાલાલના ધર્મપત્ની. સચિન, નિતલ (નેહલ)ના માતુશ્રી. ભુજપુરના કુંવરબાઈ વેલજી હધુ દેઢિયાના સુપુત્રી. કલ્યાણજી, હરખચંદ, દેશલપુરના મણીબેન દામજી લાલજી, રામાણીયાના મંજુલા મણીલાલ નથુના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. નિતલ (નેહલ) અનીલ વોરા: એ-૨૦૪, અક્ષર એપાર્ટમેન્ટ બિલ્ડીંગ નં.૧, ઈરાની વાડી, રોડ નં. ૩, કાંદીવલી-વેસ્ટ.
મંજલ રેલડીયાના શીલાબેન એડ. નરેન્દ્ર ગડા (ઉં.વ. ૯૩) તા. ૨૨-૭-૨૪ના અવસાન પામેલ છે. નરેન્દ્રના ધર્મપત્ની. લાધીમા લીલાધર કરમશીના પુત્રવધૂ. વીઢના લાધીબાઇ ચના દેશુના પુત્રી. મણીલાલ, મિલન, વર્ષા, હીરેનના માતુશ્રી. વિઢ લખમશી, વિશનજી, ભવાનજી, પ્રેમજી, આણંદજી, રતનના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. નરેન્દ્ર ગડા, ૬૦૨, હેરીટેજ એલીગન્સ, ૫૭૭-એ, જામે જમશેદ રોડ, માટુંગા (સે.રે.), મુંબઇ-૧૯.
નરેડીના દમયંતી નરેશ નાગડા (ઉં.વ. ૭૩) તા.૨૧-૭-૨૪ના અવસાન પામ્યા છે. કેસરબેન ઉમરશી રવજીના પુત્રવધૂ. નરેશના પત્ની. અક્ષય, અક્ષિતા, મયુરના માતા. ગઢશીશા ઉમરબેન મણશી પાલણ વિસરીયાના સુપુત્રી. હરીશ, હસમુખ, દયાના બેન. પ્રા. શ્રી માટુંગા ક.મૂ. શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.). ટા. ૧.૩૦ થી ૩. નિવાસ: દમયંતી નરેશ નાગડા. બી-૩૦૧, શ્રી સાઈ ટાવર, સોડાવાલા લેન, બોરીવલી (વે).
વેરાવળ દશા શ્રીમાળી જૈન
વેરાવળ નિવાસી, હાલ મલાડ સ્વ. વિનોદચંદ્ર રામચંદ્ર શાહના ધર્મપત્ની વસુમતીબેન શાહ (ઉં.વ. ૮૮) તે રવિવાર, તા. ૨૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. નીતિન, સ્વ. કમલેશ, તુષાર, જયશ્રી અશોક લાઠીયાના માતુશ્રી. બીના, રીના તથા જસ્મીનાના સાસુ. રચિત, નીરવ, ચિંતન, વિવેક, નેહા, ઉર્જા, ચિરાગ, દર્શનના બા. પિયરપક્ષે સ્વ. પ્રાણલાલ રામજી શાહ ભાવનગર માંગરોળના દીકરી. પ્રાર્થનાસભા ૨૫/૭/૨૪ના ૩.૩૦ થી ૫.૩૦. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મુ. પુ. વિશા
શ્રીમાળી જૈન
બગડ નિવાસી, હાલ વિરાર કિરણભાઈ (ઉં.વ. ૬૪) તા. ૨૨/૭/૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેન મુળજીભાઈ બારભાયાના સુપુત્ર. સ્વ. પ્રિતિબેનના પતિ. ચિ. અંકિત, વિરલ, હર્ષના પિતા. ઝરણા, યાત્રીના સસરા. હરેશભાઈ, અશોકભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. શરદભાઈ, ધીરેન્દ્રભાઈ, હેમેન્દ્રભાઈ, હિતેન્દ્રભાઈના ભાઈ. વિછિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. રતિલાલ કાનજીભાઈ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
નરેશભાઈ શાહ (ઉં.વ. ૭૩) વખતજીની શેરીના હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન રમણલાલ શાહના સુપુત્ર. નયનાબેનના પતિ. પીના, કારતીકના પિતાશ્રી. પરેશભાઈના સસરા. સ્વ. પ્રબોધભાઈ, સ્વ. લલિતભાઈ, કુમુદબેન દિનેશભાઈ અને ધનિષ્ઠાબેન ધરણેન્દ્રભાઈના ભાઈ. પોપટલાલ મોતીલાલ પાલેજવાલાના જમાઈ. તા. ૨૨/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ ભુજ (કચ્છ) હાલે મલાડ કુસુમબેન શાહ (ઉં.વ. ૮૨) મંગળવાર, તા. ૨૩/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. પ્રભુલાલભાઈ હીરજી શાહના પત્ની. જયેશ અને નિપાના માતુશ્રી. નિર્મલ(ચીકુ) તથા ઝંખનાના સાસુ. સિદ્ધના દાદી. સ્વ. કાંતિલાલભાઈ, સ્વ. તારાચંદભાઈ, સ્વ. હરિલાલભાઈ, ધનસુખભાઈ, સ્વ. નવિનભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. ગોદાવરીબેનનાં ભાભી. સ્વ. નાનાલાલ દેવશી શાહ (ભુજ)ની પુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી. જયેશ પ્રભુલાલ શાહ બ્લોક નં.૫૦૨, લોક સદન સોસાયટી, આઇસીઆઈસીઆઈ બેંકની સામે, લિબર્ટી ગાર્ડન, મલાડ વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button