જૈન મરણ
દશાશ્રીમાળી સ્થા. જૈન
ચિત્તલ નિવાસી હાલ કાંદીવલી સ્વ.જયંતિલાલ મણિલાલ મહેતા (વાધેર) ના ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૭૭) તે જિનેશ, પરાગ તથા દિપાલીના માતુશ્રી. સોનલ, મનીષા તથા પરાગ કુમુદરાય મહેતાના સાસુ. સ્વ. દલપતભાઇ, સ્વ.નગીનભાઇના ભાઈના પત્ની. સ્વ.કાનજીભાઈ ઝવેરચંદ દામાણીના સુપુત્રી. દ્રષ્ટિ, હર્ષના દાદી, તા.૨૩/૭/૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થનાસભા તા.૨૫/૭/૨૪ને ગુરૂવારે ૪ થી ૫.૩૦. શ્રી કાંદીવલી સ્થા. જૈન ઉપાશ્રય, ૫ માળે, એસ.વી.રોડ, કાંદીવલી વેસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાંરજા (લાડ) નિવાસી હાલ નાલાસોપારા ચંદ્રકાન્તભાઈ જે.સંઘવી (ઉં. વ. ૮૨) તા. ૨૨-૭-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકાબેનના પતિ. દિપ્તી અલ્પેશભાઈ ખંધાર, સલોની પુન્યેશ લાલન, તથા અમીતના પિતા, યશસ્વી, યશરાજ અને હિતાંશીના નાના. સ્વ. લલીતભાઈ, સ્વ. શશીકાન્તભાઈ, નીલમબેન જગદીશકુમાર વાશા, પ્રફુલ્લાબેન નવીનકુમાર મહેતા તથા ભારતીબેન દલસુખરાય મહેતાના ભાઈ. પિયરપક્ષે જેસંગ પાનાચંદ મહેતાના જમાઈ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી જામનગર વિશા ઓશવાલ જૈન
સ્વ.સેવંતિભાઈ મોહનલાલ ઝવેરીના પુત્ર. સ્વ.મહેશભાઈના ધર્મપત્ની સુધાબેન ઝવેરી (ઉં. વ. ૭૦) તે રાજીવભાઈના માતુશ્રી. આસ્માના સાસુ. દિલીપભાઈ ઝવેરીના નાનાભાઈના પત્ની. ૨૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૭/૨૪ના ૫ થી ૭. સંન્યાસ આશ્રમ, વિરેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ડોમ્બીવલી સંઘવી ચેતનાબેન મુકેશભાઈ જીવરાજભાઈના સુપુત્ર જય (ઉં. વ. ૨૭) તા.૨૨/૭/૨૪ સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. કેનાલી પુનિતકુમાર, વિરાલી મેઘકુમાર, કૃતિ, ધ્રુવી, જીનય, યશ્ર્વીના ભાઈ. શિલ્પાબેન શૈલેષભાઈ, નિશાબેન નલીનભાઈ, બીજલબેન હેમંતભાઈ, વિલાસબેન અનંતરાય, સ્વ.જાગૃતીબેન કેતનકુમાર, નીતાબેન અનિલ કુમારના ભત્રીજા. હિતના મામા. મોસાળપક્ષે પ્રભુદાસભાઈ જાદવજીભાઈ શાહ, કિશોરભાઈ આશિષભાઈ ઉદયભાઇના ભાણેજ. ૨૬/૦૭/૨૪ શુક્રવારના ૧૦ થી ૧૨. સફાયર હોલ, ત્રીજે માળે, પી.પી. ચેમ્બર્સ, કે.ડી.એમ.સી. ઓફિસની બાજુમાં, ડોમ્બીવલી રેલવે સ્ટેશનની પાસે, ડોમ્બિવલી ઇસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા) ના શાંતાબેન નવિનચંદ્ર ગાલા (ઉં. વ. ૬૮) તા. ૨૧-૭ના અવસાન પામ્યા છે. વેલબાઇ ગોવિંદજીના પુત્રવધૂ. નવીનચંદ્રના પત્ની. હીતેન, પારસના માતુશ્રી. સણોસરાના પાનબાઇ વેલજી મુરજીના પુત્રી. કલ્યાણજી, શામજી, દામજી, દેવરાજ, વિસનજી, કોટડાના મુલબાઇ માલશી, હીરબાઇ, નારાણપુરના રતનબાઇ દેવરાજ, ગઢશીશા પાનબાઇ કેશવજી, ઝવેર દિનેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નવિન ગાલા, અ-૧૦૩, જ્ઞાનદીપ, કાર્ટર રોડ નં. ૫, બોરીવલી (પૂર્વ), મુંબઇ-૬૬.
નાના આસંબીયાના ધીરજ રતનશી છેડા (ઉં. વ. ૬૨) ૨૧-૦૭-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી કેસરબેન રતનશી છેડાના સુપુત્ર. ભારતીના પતિ. અભય અને ક્રિનાના પિતાશ્રી. દિવાળી, સુશિલા, વિમળા, કિશોર, રાજેશના ભાઈ. વડાલાના વેલબાઈ મેઘજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અભય છેડા, ડી.બી. ઓઝોન, બિલ્ડીંગ નં- ૧૦, ફ્લેટ નં- ૧૬૦૬, ઠાકુર મોલની બાજુમાં, દહિસર, મુંબઈ-૪૦૧૧૦૭.
વડાલાના હીરજી ખીમજી નીસર (ઉં. વ. ૮૫) તા. ૨૧-૦૭-૨૦૨૪ના અવસાન પામ્યા છે. સાકરબેન ખીમજીના પુત્ર. સ્વ. હેમકુંવર, ઉર્મિલાના પતિ. મનીષ, જીજ્ઞાના પિતા. ભવાનજી, શાંતિલાલ, ધીરજ, વસંત, ચંચળ, નિર્મળાના ભાઈ. સમાઘોઘાના મઠાબેન ગણશી દેઢિયા, નાના આસંબીયાનાં લક્ષ્મીબેન સુરજીના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈ. શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦.
બિદડા હાલે રાયણનાં મહેશ મગનલાલ અજાણી (પોલડીયા) (ઉં. વ. ૬૭) ૨૧-૭ના દેહ પરિવર્તન કરેલ છે. રતનબેન મગનલાલના પુત્ર. કલ્પનાના પતિ. કૃષ્મીના પિતા. જવેરબેન પ્રેમજી સાવલાના જમાઈ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ – શ્રી કરશન લધુ નીસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦.
નાની તુંબડીના કમલેશ જેવત કેશવજી છેડા (ઉં. વ. ૬૩) તા.૨૦-૭-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી રત્નાબાઈ વેલજી (કેશવજી) તેજપારના પૌત્ર. સ્વ. હાંસબાઈ (મકાંબાઈ) જેવત કેશવજીના સુપુત્ર. કોડાયના માતુશ્રી દેવકાંબેન લધુ ગણશી લાલનના દોહિત્ર. સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. રવિલાલ, હરખચંદ, કિશોર, અમૃતબેન, રામાણીયાના સ્વ. સુંદરબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. કિશો૨ જેવત છેડા. ઈન્દુબાગ નં.૨, રૂમ નં. ૨૧, સીતારામ જાધવ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-૪૦૦૦૧૩.
બારોઇના હર્ષા હરીલાલ કેનીયા (ઉં. વ. ૬૯) તા. ૨૨-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન/વેલબાઇ મોરારજી દેવજીના પુત્રવધૂ. સ્વ. હરીલાલના પત્ની. મયુરી, રીંકુના માતુશ્રી. વડાલા વેલબાઇ લાલજી કુંવરજીના સુપુત્રી. સ્વ. ધનજી, સ્વ. માલતી, ચુનીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. હર્ષા કેનીયા, ૨૯૭-૫/એ, ગીતા ભવન, સી.એસ.ટી. રોડ, કાલીના, મું. ૯૮.
બેરાજા (છીંદવાડા)ના શ્રી હરીલાલ કક્કા (ઉં. વ. ૭૭) તા. ૨૧-૭ના અવસાન પામેલ છે. સ્વ. રતનબેન ઠાકરશી લધ્ધાના પુત્ર. સ્વ. પ્રભાના પતિ. જિગ્નેશ, ગીતા, અલ્પાના પિતા. મોખા પ્રભા નવિનચંદ્ર, કપાયા વર્ષા રમેશ, બેરાજા ચંદન જયંતી, ચંદ્રકાંતના ભાઇ. તલવાણાના સ્વ. લીલબાઇ રતન દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જિગ્નેશ હરીલાલ ઠાકરશી કક્કા, સંકટ મોચન નગર, નરસિંગપુર રોડ, છીંદવાડા (મ.પ્ર.) ૪૮૦૦૦૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઇ (ભાંડુપ) સ્વ. સુરેશભાઇ મનસુખલાલ દડિયાના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૭૩) તે જીગર, જસ્મીન, નેહાના માતુશ્રી. હેમા, ભૂમિકાના સાસુ. જેતપુર નિવાસી સ્વ. લીલાવંતીબેન દલીચંદ પંચમીયાના દીકરી. તે મુકુંદભાઇ, શૈલેષભાઇ, હરેશભાઇ, મૃદુલાબેન ચંદ્રકાન્તભાઇ રૂપાની, સ્વ. સરયુબેન ભરતભાઇ વોરાના બેન. સ્વ. હંસાબેન, કિરણબેન, વર્ષાબેનના નણંદ તા. ૨૨-૭-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દિગંબર મુમુક્ષુ જૈન
અમરાપુર ધાનાણી નિવાસી હાલ સોનગઢ બાલબ્રહ્મચારી પૂ. તારાબેન ભુપતલાલ દોશી (ઉં.વ. ૮૪) તા. ૨૦-૭-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. તે જયકુવર ભુપતલાલ દોશીના પુત્રી. સ્વ. રમણિકભાઈ નવનીતભાઈ મહાસુખભાઈના નાના બહેન. લૌકિક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી જૈન
વવાણિયા નિવાસી સ્વ. શાંતિલાલ દલીચંદભાઇ મહેતાના સુપુત્ર જગદીશભાઇ (ઉં. વ. ૭૮) રવિવાર, તા. ૨૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. ચિરાગના પિતાશ્રી. કચ્છ (નાની ખાખર) હેમાબેન નેમજી દેઢીયાના વેવાઇ. તે દિપા (પીનલ) સચીન દેઢીયાના પિતાશ્રી. તે રાજકોટ નિવાસી સ્વ. ઇશ્ર્વરલાલ ઝવેરચંદ પારેખના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.