જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ ડૉ. નવિનભાઈ જયંતીલાલ દોશી (ઉં.વ. 79) તે શ્રીમતી કુંદનબેનના પતિ. ઋષભ, દિપાલીના પિતા. અમી, સંદિપભાઈના સસરા. સિદ્ધના દાદા. આરવ, સ્તુતિના નાના તા. 20-7-24, શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગત્તરિયા નિવાસી, હાલ મલાડ સ્વ. બાબુલાલ કુંવરજી ગાંધીના સુપુત્ર સ્વ. અરવિંદભાઈ ગાંધીના ધર્મપત્ની અનસૂયાબેન (ઉં.વ. 72) તા. 21-7-24ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રિતેશ, ફાલ્ગુનીના માતુશ્રી. જતીન અને હિનાના સાસુ. તે સુરેશભાઈ, જયેશભાઈ, વિલાસબેન, જ્યોતિબેનના ભાભી. પિયર પક્ષે વનમાળી દાસ દેવજીભાઈ શાહ અલંગવાળા (હાલ તળાજા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડે્રસ: 203, કેન્ટ હાઈટ્સ, નર્સિંગ ગલ્લી, વર્ધમાન નગર, મલાડ (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
કચ્છ-માંડવીના વતની હાલ બોરીવલી જયેશ લાલન (ઉં. વ. 67) તા.21/07/2024ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.રમણિકલાલ નાનાલાલ શાહ તથા લીલાવતીબેનના સુપુત્ર. કીર્તિબેનના પતિ. ફાલ્ગુનીના પિતાશ્રી. વીરના નાનાજી. સ્વ.બિહારીલાલ શર્માના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. 35/36, મહાવીર નગર, ફેકટરી લેન, એલ . ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભડી ભંડારીયા નિવાસી હાલ બોરીવલી ચંદુભાઈ પરમાણંદદાસ જસાણી (ઉં. વ. 76) 19/7/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.કાંતિભાઈ, સ્વ.મનસુખભાઇ, સ્વ.વસંતબેન હિંમતભાઇ કનાડીયા, ઉષાબેન દિનેશકુમાર વોરાના ભાઈ. સ્વ.કાંતાબેનના પતિ. કાશમીરા, હિરેન તથા વિપુલના પિતા. અશોકકુમાર,કવિતા તથા વર્ષાના સસરા. સ્વ.રમણીકલાલ દલિચંદ શાહ રંઘોળાના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે. 401, નંબર્દા નિવાસ, આર સી પટેલ રોડ, ઓફ ચંદાવરકર રોડ, પંડયા હોસ્પિટલની બાજુમા બોરીવલી વેસ્ટ.
ક.દ.ઓ. જૈન
નલિયાના કુણાલ જયેશ હીરાચંદ નાગડા (કકા) (ઉં. વ. 36) તા.21.07.24ના કાંજુરમાર્ગમાં અવસાન પામેલ છે. તે માનબાઈના પૌત્ર. સુરેખા જયેશના પુત્ર. લિપિના પતિ. ચાંદની અમિત લોડાયાના ભાઈ. મૂલકુમારી કુમારપાળ લાલકા (લાલા) ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. 23.07.24ના 3.30 થી 5 પાંજીવાડી, કાંજુર માર્ગ ઇસ્ટ મુંબઈ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના શાંતીલાલ વેલજી છેડા (ઉં. વ. 61) તા. 20-07-24ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઈ કાનજી બેચરના પૌત્ર. માતુશ્રી લક્ષ્મીબેન વેલજીના સુપુત્ર. દમયંતી, જયશ્રી, ભાવનાના ભાઈ. ગુંદાલાના માતુશ્રી સોનબાઇ મોરારજી આસુના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ફોન સંપર્ક આવકાર્ય. ઠે. શાંતીલાલ છેડા, સાંઈનાથ નગર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
પત્રીના દમયંતી (બેબી) છેડા (ઉં. વ. 74) તા. 21-7-24ના અવસાન પામેલ છે. સ્વ. નવિનચંદ્રના ધર્મપત્ની. સ્વ હીરબાઇ દામજીના પુત્રવધૂ. પત્રીના (કરાડ)ના સ્વ. પાનબાઇ ખીમજી વરજાંગ ગડાના પુત્રી. સ્વ. હીરજી, ભાણજી, સ્વ. તારામતી, પુષ્પા, નીતીનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. દમયંતી છેડા, ડી-13, વિસામો, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
નાના ભાડીયાના માતુશ્રી હેમલતા લખમશી છેડા (ઉં. વ. 91) તા. 19-7-24ના અરિહંત શરણ પામેલ છે. માતુશ્રી રાણબાઇ ગણશી પાસુ છેડાના પુત્રવધૂ. સ્વ. લખમશીના પત્ની. સ્વ. કોકીલા, નુતન, સ્વ. હર્ષદ, ટમુના માતુશ્રી. કોડાયના લીલબાઇ વીરજી લાલનના પુત્રી. ખેતબાઇ, હીરબાઇ, કરમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હર્ષદ છેડા, પ્રાજક્તા, સેક્ટર-7, એ/11, શાંતિનગર, મીરા રોડ, થાણા-401107.
ડોણના જીતેન્દ્ર શામજી ગડા (ઉં. વ. 68) તા. 20-7-24ના અવસાન પામ્યા છે. હેમલતાબેન શામજી ભવાનજીના સુપુત્ર. કુમુદના પતિ. કિજલ, હિતેન, મિતેશના પિતાશ્રી. યોગેશ, નાના આસંબીયાના જ્યોતી મુલચંદ જેઠાલાલ, ફરાદીના હિના દિપક કલ્યાણજીના ભાઈ. કસ્તુરબેન કલ્યાણજી કુંવરજી ગાલાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ, દાદર. ટા. 4 થી 5.30. નિ. જીતેન્દ્ર ગડા : બી-16, વિવેક, સેક્ટર-9એ, વાશી-703.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નાથાલાલ બાવીસી (ચરેલ)ના ધર્મપત્ની કંચનબેન બાવીસી (ઉં. વ. 92) રવિવાર, 21-7-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઝુંઝાભાઈ સૌભાગ્યચંદ સંઘાણીના પુત્રી. તે સ્વ. મનહરભાઈ, સ્વ. ભગવાનદાસભાઈ, સ્વ. કનુભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. ચંચળબેન, સ્વ. શાંતાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. મનુબેન, સ્વ. વનિતાબેન, સ્વ. દીનાબેનના બેન. સ્વ. હીરાબેન, સ્વ. ઈંદિરાબેન, ઉષાબેન તથા વર્ષાબેનના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા. જૈન
ભાણવડ નિવાસી, હાલ સાયન, દલીચંદભાઈ જુઠાલાલ સંઘવી (ઉં.વ. 100) તા. 21-7-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતીબેન સંઘવીના પતિ. તે દિનેશ, કિરીટ, નયના હસવંત શેઠ તથા બિના સિદ્ધાર્થ શાહના પિતાશ્રી. અ.સૌ. નીલાના સસરા. સ્વ. મગનલાલ તથા સ્વ. પ્રભાબેન વૃજલાલ શેઠના ભાઈ તથા પોરબંદર નિવાસી સ્વ. નાનજી વસનજી મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.