મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ નિવાસી હાલ વાશી નવી મુંબઈ સ્વ.લવચંદ ઠાકરશી વસાના સુપુત્ર દિનકરરાય (ઉં. વ. ૮૨) તા. ૧૯/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાનન – કેતનના પિતા. રૂપેશકુમાર-પ્રીતિના સસરા. કવિશ, વૃંદાના દાદા. રોહનના નાના. સસરાપક્ષે શ્રી મણીલાલ સરૂપચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા.૨૧/૭/૨૪ રવિવારના ૧૦ થી ૧૨. યશવંતરાવ ચૌહાણ સેન્ટર, રંગશ્ર્વર હોલ, ૪થે માળે, નરીમાન પોઈન્ટ, મુંબઈ-૨૧.
સુરત વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન
રણધીર કે. ઝવેરી (ઉં. વ. ૭૭) તા. ૧૮-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેન કસ્તુરચંદભાઇ ઝવેરીના પુત્ર. નીનાબેનના પતિ. નિમીષ, અમીના પિતા. અલ્પા, મુહીના સસરા. ધીરેનભાઇના ભાઇ. જયશ્રીબેનના દિયર. લૌકિક વ્યવહાર બંધ છે.
વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
લોદરા વતની હાલ મુંબઇ વાલકેશ્ર્વર કાંતાબેન રસિકલાલ શાહ (ઉં. વ. ૯૪) તે ત્રિકમલાલ છગનલાલ શાહના પુત્રવધૂ. પુંધરા વતની ડાહ્યાલાલ મગનલાલ શાહની પુત્રી. નવીન, અમીત, મીતા, નીનાનાં માતુશ્રી. ગીતાબેન, અલ્પાબેન, જગદીશભાઇ રમણિકલાલ પાટલીયા અને શ્રેયસભાઇ નાનુભાઇ ઝવેરીનાં સાસુ. તા. ૧૯-૭-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ વડાલા મુંબઇમાં રહેતા સ્વ.પ્રભુદાસ વલ્લભદાસ મહેતાના જયેષ્ઠ પુત્ર પિયુષભાઇ. તે સ્વ. મીનાબહેનના પતિ. સંજય-રોમીતના પિતાશ્રી. રવીન્દ્રના મોટાભાઇ. આજે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર કરવાનો નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી મૂ. પૂ. જૈન
બગડ નિવાસી હાલ ગોરેગાંવ મંગળદાસ શાંતિલાલ શીવલાલ કુવાડિયા (ઉં. વ. ૮૯) તા. ૧૯-૭-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુકાન્તાબેનના પતિ. તે તુષાર, મનિષ, સોની (સેજલ) વિરેન સંઘવી, મેઘના પિયુષ શાહના પિતાશ્રી. તે અ. સૌ. મનિષાબેન, અ. સૌ. દીપાબેનના સસરા. તે સ્વ. સેવંતીભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સુભદ્રાબેન, ઇન્દુબેન, રંજનબેન, સ્વ. ચંદ્રિકાબેનના ભાઇ. તે રામપુરા ભંઠોડા નિવાસી (હાલ અમદાવાદ) સ્વ. ચુનીલાલ ધરમચંદ મહેતાના જમાઇ. ભાવયાત્રા તથા પિતૃવંદના રવિવાર, તા.૨૧-૭-૨૪ના ૯.૩૦.ઠે. દામોદરવાડી, અશોક ચક્રવર્તિ રોડ, કાંદિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button