જૈન મરણ
સ્વ. ડૉ. હિંમતલાલ મણીલાલ શાહ
(ઉં. વ. ૯૦) તા. ૧૭-૭-૨૪ના મરણ પામ્યા છે. તે સ્વ. ઉષા શાહના પતિ. સમીર અને ડૉ. પરી એન. શાહના પિતા. સ્વ. રૂપાલી સમીર શાહ અને ડૉ. નીલંગ શાહના સસરા. ડૉ. રીયા શાહના વડ સસરા. દેવ સમીર શાહના દાદા. ડૉ. તનય એન. શાહના નાના. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૯-૭-૨૪ના ૪.૩૦ થી ૬.૧૫ ક. ભારતીય વિદ્યા ભવન ચૌપાટી.
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થા જૈન
આટકોટ નિવાસી હાલ નાલાસોપારા સ્વ.ફુલચંદ મગનલાલ ખારાના ધર્મપત્ની દમયંતીબેન તે સ્વ.અજય, જયેશ, ઇલેન, મુકેશ, જીજ્ઞેશના માતુશ્રી. મીના, અલકા, ક્લપના તથા અપર્ણાના સાસુ. સ્વ.વૃજલાલ મુળજી ટોળીયાના દીકરી, દિપાલી પૃથ્વી મહેતા, શ્રુતિ પાર્થ દોશી, નીરવ, રાહુલ, જય, સુરભીના દાદી. ૧૩/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૭/૨૪ના ૩ થી ૫. નંદલાલ તારાચંદ વોરા જૈન ઉપાશ્રય, આચોલે રોડ, પહેલે માળે, ચંદન નાકા, નાલાસોપારા ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના આસંબીયાના સુરેશ જગશી છેડા (ઉં. વ. ૬૭) તા. ૭-૭-૨૪ના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. ગાંગુમા વીરજી મગુના પૌત્ર. ગામ નવાવાસના સ્વ. નેણબાઇ ખીમજી છાડવાના દોહિત્ર. સ્વ. જયવંતી (ભાનુ) જગશી છેડાના સુપુત્ર. ધનલક્ષ્મી, પ્રફુલના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિવાસ: ધનલક્ષ્મી જગશી છેડા, રૂમ નં. ૨૩, શ્રી સ્વામી સમર્થ નગર, એન્દવરકર વાડી, સ્વાગત પેટ્રોલ પંપની પાછળ, વેસ્ટન હાઇવે, વસઇ (ઇસ્ટ), પીન -૪૦૧૨૦૮.
કોટડી (મહા.)ના હરખચંદ વાલજી ગાલા (ઉં. વ. ૭૧) તા. ૧૭-૭-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન વાલજીના પુત્ર. મંજુલાના પતિ. હિતેશ, પ્રિતી, ગિરિશના પિતા. ઝવેરચંદ, જયંતિલાલ, હસમુખ, મહેન્દ્ર, લહેરચંદ, મુલચંદ, વિમળા, સાકર (શોભા)ના ભાઇ. રતનબાઇ કાનજી ઠાકરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા ગાલા, એ/૭, ગ્રીન વેઇઝ, રતનનગર, ડૂબે રોડ, બોરીવલી (ઇસ્ટ).
તલવાણાના વલ્લભજી ધારશી દેઢિયા
(ઉં. વ. ૭૩) તા. ૧૭-૭ ના અવસાન પામેલ છે. પાનબાઈ ધારશીના પુત્ર. હેમલતાના પતિ. કપિલ, સેજલના પિતા. પુષ્પા, ધીરજના ભાઈ. પાનબાઈ રામજી મામણીયાના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ: વલ્લભજી દેઢિયા, એ-૧૦૩, પદ્માવતી નગર, ડમ્પીંગ રોડ, મુલુંડ, મું – ૮૦.
બારોઇના રમણીક કેનીયા (ઉં. વ. ૭૮) તા. ૧૬-૭ના અવસાન પામ્યા છે.કસ્તુરબેન નાનજીના પુત્ર. રેખા (જેવંતી)ના પતિ. ફાલ્ગુની, દીપા, નિકુંજના પિતા. ધીરજ, જયંતી, જગદીશ, ભાવના, રક્ષાના ભાઈ. કારાઘોઘા મુલબાઇ દેવજી નાગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીકુંજ કેનીયા, રૂનવાલ ક્લાસીક ૨૦૨, સેન્ટ્રલ એવન્યુ રોડ, ચેમ્બુર – ૭૧.
દેશલપુર (કંઠી)ના રૂક્ષ્મણીબેન તલકશી શાહ/ગંગર (ઉં. વ. ૮૫) તા.૧૬.૭ના અવસાન પામેલ છે. સોનબાઇ/મેઘબાઇ આણંદજી ભુલાભાઈના પુત્રવધૂ. સ્વ.તલકશીના પત્ની. વિક્રમ, આરતી, રૂપલ, પારૂલના માતા. દેશલપુર રતનબેન વસનજી કાનજી વીરાના સુપુત્રી. રસીકભાઈ, કસ્તુર, કેસર, જયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિક્રમ શાહ, ૧૯૦૧ – એવીટા એમપ્રેસ, જી.ડી. આંબેકર રોડ, પરેલ, મુંબઈ-૧૨
દેશલપુરના ચંચળબેન નાગજી વીરા (ઉં. વ. ૮૮) તા. ૧૭-૭-૨૦૨૪ ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. નાગજી ખેરાજના પત્ની. સ્મિતા, પંકજ, સ્વ. સંજય, દિપકના માતુશ્રી. મોટી ખાખરના ભાણબાઈ કેશવજી ગાલાના પુત્રી. લીલાધર, ધનવંતી કલ્યાણજી, હેમાબેન રાયચંદ, ગુંદાલાના વસુમતી હરખચંદ, રાયણના વાસંતી હરીશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પંકજ વીરા, ૭૦૧, વિસ્તા ૩, વાઘવા, ઘી એડ્રેસ, એલ.બી.એસ. માર્ગ, આર.સીટી. મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ – ૮૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ પ્રેમચંદ શેઠના પુત્ર ભાવેશ (ઉં. વ. ૫૮) તે દિપીકાના પતિ. સ્મીતના પપ્પા, પંક્તિના સસરા. મુકેશભાઇ, ઇલાબેન પ્રદીપભાઇ શાહના ભાઇ. તે બિપીનચંદ્ર ચુનીલાલ દીઓરા (વિલેપાર્લે) પાલિતાણાવાળાના જમાઇ. તા. ૧૭-૭-૨૪ના બુધવારના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ખાનપુર દહેગામ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સુરેખાબેન તથા સ્વ. ડો. રસિકલાલ સી. શાહના સુપુત્ર તથા સ્વ. રાજેશ્રીબેનના પતિ. પિયુષભાઇ શાહ (ઉં. વ. ૬૭) તા. ૧૭-૭-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ધવલ તથા રિશિતાના પિતાશ્રી. મનાલી, નિર્મિતકુમારના સસરા. નીમિશભાઇ શાહ, નીપાબેન ગાંધીના ભાઇ. કંચનબેન શાહ અને રમેશચંદ્ર ડાહ્યાલાલ શાહ (જગુભાઇ)ના જમાઇની પ્રાર્થનાસભા રાખેલ છે. ઠે. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇસ્ટ),તા. ૧૯-૭-૨૪, સાંજે:૪ થી ૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા તણસા નિવાસી હાલ વિરાર સ્વ. સૌભાગ્યચંદ દલીચંદ શાહના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૫) બુધવાર તા. ૧૭-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે અશ્ર્વિનભાઇ, પરેશભાઇ, મુકેશભાઇ તથા ઇલાબેનના માતુશ્રી. અમીતા, સંગીતા, રૂચીતા, મુકેશકુમારના સાસુ. જિંકલ સન્નીકુમાર, ચૈતાલી તક્ષકકુમાર, વૈભવી, મૈત્રી, રૂષીલ, હર્ષીલ, રીતુલ, જૈનમ, સોનાલીના દાદી. પિયર પક્ષ બાબુલાલ તારાચંદ ગાંધી (બોચડવાવાળા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ ડોમ્બિવલી માધવજી પ્રેમજી ગાંધીના ધર્મપત્ની લીલાવંતીબેન ગાંધી (ઉં.વ.૯૫),તા. ૧૬-૭-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નરોતમદાસ, સોભાગ્યભાઇ, (સુરેશભાઇ) સ્વ. અનિલભાઇ, હસમુખભાઇ, નરેન્દ્રભાઇ, અશોકભાઇ, સ્મિતાબેન ભદ્રેશકુમારના માતુશ્રી. તે સ્વ. કૈલાસબેન, ગુણવંતીબેન, મંજુલાબેન,નલિનીબેન, બિનાબેન, ઇલાબેન, ભદ્રેશકુમારના સાસુ. મોસાળ પક્ષ મગનલાલ કાળીદાસ શાહ (મોટા સુરકા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.