જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી, હાલ અંધેરી, સ્વ. શાંતાબેન મહીપતરાય જયસુખલાલના સુપુત્ર રોહિતભાઈ (ઉં. વ. ૭૦) તે સુનંદાબેનના પતિ. નેહા અતિતકુમારના પિતાશ્રી. ક્રિશના નાના. તે હેમંત, નયન, પ્રકાશ, હર્ષ તથા દક્ષના ભાઈ. પિયર પક્ષે બાબુલાલ માણેકચંદ શાહ ઘોઘાવાળાના જમાઈ તેઓ ૧૬-૭-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૯-૭-૨૪ના ૪.૩૦ થી ૬. જલારામ હોલ, રોડ નં. ૬, જેવીપીડી સ્કીમ, જુહુ.
દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વિસનગર નિવાસી (હાલ કાંદીવલી) ક્રિષ્નાબેન અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૧) ૧૬-૭-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. કાંતાબેન અને સ્વ. અમૃતલાલના સુપુત્રી. સ્વ. રમેશચંદ્ર, સ્વ. ભારતભાઈ, રાજુભાઈ અને સ્વ. ચારૂબેનના બહેન. પદમાબેન, સ્વ. ઈન્દુબેનના નણંદ. તેઓ અલકા-અરવિંદભાઈ, સ્વ. દીના, પન્ના અને હીના-મુકેશભાઈ તથા હેમંત-હર્ષા, જય-રાજુલના ફોઈબા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલા. દશા શ્રી.મૂર્તિ. જૈન
મુળી નિવાસી હાલ ભાયંદર, સ્વ. હિમતલાલ વાડીલાલ શાહના પુત્રવધૂ. સંજય હિંમતલાલ શાહના ધર્મપત્ની રૂપલ (ઉં. વ. ૫૬) ૧૫-૭-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. લલિતાબેનના પુત્રવધૂ. હિનાબેન, રક્ષાબેન, દીનુબેન, સોનલબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતીલાલ નાગરદાસ કોઠારીના પુત્રી. રક્ષાબેન, રીટાબેન, સોનલબેન, કોમલબેન, નીપાબેનના બેન. ઠે. એનીયલ હાઈટસ, મીરા હોસ્પિટલની બાજુમાં, ડી.માર્ટ રોડ, ભાયંદર (વે). લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
ધનસુરા નિવાસી, હાલ મલાડ માતુશ્રી તારાબેન ભોગીલાલ શાહના પૌત્ર. કોકિલાબેન નવિનચંદ્ર શાહના સુપુત્ર ચેતન (ઉં. વ. ૫૦) ૧૫-૭-૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. જે હેમાલીના પતિ. હિત-હિરના પિતા. ભાવિકા-મીતેશ, પ્રિતી-પિયુષના ભાઈ. ઈન્દુબેન હસમુખલાલ ફડિયાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૮-૭-૨૪, ગુરુવાર ૬.૩૦ થી ૮.૩૦ સ્વામી નારાયણ હોલ, દત્તમંદિર રોડ, શારદા ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, મલાડ (ઈસ્ટ). સસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (અંગદાન કરેલ છે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરસડા નિવાસી (મતીરાળા) હાલ-મુલુંડ વિનોદરાય પ્રાણજીવન પરીખ (ઉં.વ. ૭૯) તા. ૧૭-૭-૨૪ને બુધવારના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. તે નિશા, ચેતના તથા તુષારના પિતા. તે સચિનકુમાર, નિમેશકુમાર તથા શીતલના સસરા. તે સ્વ. મનસુખભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. છબીલભાઈ, પુનમભાઈ, કાંતિભાઈના ભાઈ. તે પિયર પક્ષે સ્વ. જગજીવન છગનલાલ સંઘવી (કુતાણાવાળા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૨૦૫, આશીર્વાદ બિલ્ડિંગ, પી.કે. રોડ, અકેશા શોરૂમની સામે, મુલુંડ (વેસ્ટ).
પાટણ વિશા પોરવાલ જૈન
પાટણ ફોફલીયાવાડો ચૌધરીની શેરી/કનાસાનો પાડો હાલ મરીનડ્રાઈવ મુંબઈ નિવાસી અનિલાબેન ટીરવીનકુમાર જવેરી સાયબા (ઉં.વ. ૮૨) ૧૬-૭-૨૪ મંગળવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. ટીરવીનકુમાર ગભરૂચંદ સાયબાના પત્ની. શ્રેયા ચિરાગભાઈ મુલતાનીના માતુશ્રી. સોહમ તથા શચીના નાનીમા. સ્વ. ડાહ્યાભાઈ ઉત્તમચંદ માટલીવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૭૬/૧૫ મરીનડ્રાઈવ, પંચાસર, મુંબઈ-૪૦૦૦૨૦.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસના મણીબાઇ ગડા (ઉં.વ. ૮૨) તા. ૧૬-૭-૨૪ના અવસાન પામેલ છે. બુધ્ધીબેન હંસરાજ શીવજીના ગડાના પુત્રવધૂ. ભીંસરાના દેમીબાઇ નાગજી જેસંગના પુત્રી. કેશવજીના પત્ની. હર્ષા, સુશીલા, આશા, રીટાના માતુશ્રી. કાંતીલાલ, પાનબાઇ શીવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: આશાબેન જયંત નંદુ, ૬૦૨, વીર છાયા સોસાયટી, ડો. આંબેડકર રોડ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨.
ભુજપુરના માતુશ્રી શાંતાબેન ધનજી સાવલા (ઉં.વ. ૭૬) તા. ૧૬-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. ધનજી કાનજીના ધર્મપત્ની. રાજબાઈ કાનજી પાલણના પુત્રવધૂ. હિરેન, જીગર, ભાવના, બા.બ્ર. જીગ્નાના માતુશ્રી. સમાઘોઘા જખીબાઈ ભીમશી વેલજી ગાલાના સુપુત્રી. મણીલાલ, બારોઈ ભાનુમતી માવજી કેશવજી, નિર્મળાબેન નેણશી નરશી, પ્રભાબેન હરીલાલ લાલજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. જીગર સાવલા: એ/૩૦૩, ગુલમહોર હાઈટ્સ, ડમ્પીંગ રોડ,
મુલુંડ-વે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ભંડારીયા રાજકોટ નિવાસી, હાલ ભાયંદર સ્વ. પ્રાણલાલ ગોકળદાસ દોશીના ધર્મપત્ની કુમુદબેન (કમળાબેન) (ઉં.વ. ૮૬) તે ૧૫/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. મહેન્દ્રભાઈ, ઉમેશભાઈ (પંકજભાઈ) તથા રેખાબેન પ્રદીપભાઈ વોરા, ભાવનાબેન ચંદ્રેશકુમાર ગાંધી, અલ્કાબેન અતુલકુમાર ગોડાના માતુશ્રી. ઉર્મિલા તથા પ્રજ્ઞાના સાસુ. પિયરપક્ષે સ્વ. કેશવલાલ ગિરધરલાલ નાગોદરીયા, સ્વ. કાંતિભાઈ ગિરધરલાલ નાગોદરીયા, સ્વ. મંછાબેન પ્રભુદાસ સંઘવીના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૯/૭/૨૪ના શુક્રવાર ૧૦ થી ૧૨. રાજસ્થાન હોલ, ૬૦ફિટ રોડ, નવરંગ હોટલની બાજુમાં, ભાયંદર વેસ્ટ.
ઝાલા.સ્થા. દશા. શ્રી. જૈન
સુરેન્દ્રનગર (ભદ્રેશી) નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. લક્ષ્મીચંદ જેસીંગભાઇ શેઠના પુત્ર છબીલદાસ (ઉં.વ. ૮૮) તા. ૧૬/૭/૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ત્રિભુવનદાસ કમળશી ખંધારના જમાઈ. સ્વ. વાસંતીબેનના પતિ. અમિતના પિતાશ્રી. રેખાબેનના સસરા. સ્વ. અનુભાઈ, ચીમનભાઈ, સ્વ. મનહરભાઈ, ચંપકભાઈ, રમેશભાઈ, જયદીપભાઇ, બકુલાબેન, સ્વ. ગીતાબેન, સ્વ. કૈલાશબેન, ચંદ્રિકાબેન, રીટાબેન, ભારતીબેન, સંધ્યાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.