મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.કુંદનબેન ત્રંબકલાલ સંઘરાજકાના સુપુત્ર બિપિનચંદ્ર (ઉં. વ. ૭૮), તે કૈલાશબેનના પતિ. મનીષ, રાજેશ, બ્રિજેશના પિતાશ્રી. અ.સૌ.રૂપાલી, અલ્પા, કામિનીના સસરા. અશ્ર્વિન, દિલીપ, ભરત, હર્ષાબેન કુમારપાળ ડગલી, સ્વ.સંગીતાબેન જસવંતરાય મહેતલિયા, ભારતીબેન રવીન્દ્ર લાઘાણી, ઇલાબેન કનૈયાલાલ કપાસીના ભાઈ. સ્વ.ગુણવંતીબેન પ્રતાપરાય સરવૈયાના જમાઈ તા.૧૫.૦૭.૨૪ના અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા, ગુરુવાર તા. ૧૮.૦૭.૨૪ના ૩.૩૦ થી ૫.૩૦, પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે).

ઘોઘારી વિસાશ્રીમાળી જૈન
અગીયાળી નિવાસી હાલ સાયન કાંતાબેન જીવરાજભાઈ પારેખના સુપુત્ર પ્રદીપભાઈ પારેખ (ઉં. વ ૭૧) તા. ૧૬.૦૭.૨૦૨૪ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. રિતેશ-ક્રિના, રીમા-ઉત્સવના પપ્પા. રેયાંશ-રિયાનાના દાદા. તે ચંદ્રકાંતભાઈ-રીટાબેન, રેખાબેન-રોહિતભાઈ, દીપક-ભદ્રા, જયેન્દ્ર-ચેતના તથા જયેશ-નિશાના ભાઈ. પિયરપક્ષે કાંતિલાલ ચત્રભુજ વોરા (વલસાડ). કિરણ-હંસા, રાજુ-કુસુમબેન, ઉષાબેન-વિરેશભાઈ તથા રીટાબેન-કેતનભાઈના બનેવી. સાદડી તા:૧૭.૦૭.૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. ઠે: ૧૮/૮, શિવ સ્મૃતિ, વૃંદાવન સોસાયટી, ચુનાભટ્ટી સ્ટેશનની બાજુમાં, સાયન (વેસ્ટ).

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
ધોલેરા નિવાસી હાલ કલ્યાણ સ્વ.જેચંદભાઈ ઠાકરશીભાઈ શાહના પત્ની ગં.સ્વ. કમળાબેન, (ઉં. વ. ૮૬) તા. ૧૫-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેન રમેશભાઈ ભગવાનલાલ સંઘવી તથા સ્વ. ઈન્દિરાબેન (બકુ) નરેશભાઈ પ્રાણલાલ શાહના માતુશ્રી. સ્વ. સવિતાબેન વખતચંદ વસાણી, ચંપાબેનના ભાભી. સ્વ. કસ્તુરીબેન કાળીદાસ ગાંધીના દિકરી. તે અમિષ-જીગ્ના, સૌરભ-બિનિતા, વૈભવ-ખુશ્બુ, મેઘના-તુષાર, ચાંદની-મિતેષ, ઉર્વી-દેવાંગના નાની. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના વલ્લભજી શામજી હીરજી સાવલા (ઉં. વ. ૯૧) તા.૧૫-૭ ના અવસાન પામેલ છે. ભાણબાઈ શામજીના પુત્ર. મણીબેનના પતિ. રૂપેન્દ્ર, રાજુ, સરલા, ભારતી, શિલ્પાના પિતા. નાગજી, નેમચંદ, ચંચલ, ચંપા, લક્ષ્મી, રેખા, સ્મિતાના ભાઈ. નવાવાસ કુંવરબાઈ દામજી નેણશીના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ. રાજેશ સાવલા ૨/૧૧, શંકર સદન, આર.એ.કે.રોડ, પ્લોટ નં.૬૫, કિંગ્ઝ સર્કલ, મું-૧૯.

સંબંધિત લેખો

દેવપુરના શામજી (જખા) લાલજી દેવજી ગાલા (ઉં. વ. ૮૬) તા.૧૫-૭-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ લાલજીના પુત્ર. ખેતબાઈના પતિ. સ્વ. હરખચંદ, ગિરીશ, કાંતિલાલ, દિનેશ, હેમલતા,મંજુલા, દિવ્યાના પિતા. ખેતબાઈ કલ્યાણજી, કોટડી (મ.) ભાણબાઈ રતનશી, નરેડી લિલબાઈ પ્રેમજીના ભાઈ. ગઢશીશા લીલબાઈ રતનશીના જમાઈ. પ્રા. રોટરી ક્લબ, રઘુવીર નગર, ડોંબિવલી (ઇ) તા.૧૭-૦૭-૨૪, ટા.૩.૩૦ થી ૫.૦૦. નિ. ગીરીશ ગાલા, ૧૯, નિલેશ સોસા. ડો. આર.પી. રોડ, ડોંબિવલી.

ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી, હાલ સાયન મુંબઇ સ્વ. શાંતાબેન ચીમનલાલ મગનલાલ શાહના સુપુત્ર સ્વ. દિનેશભાઇના ધર્મપત્ની પ્રફુલ્લાબેન (ઉં. વ. ૮૧) તા. ૧૫-૭-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. અ. સૌ. વર્ષાબેન વિપુલભાઇ તથા દીપાબેન-મિતેષભાઇના માતુશ્રી. સ્નેહ તથા વીરના દાદી. હેમલતાબેન-સુરેશભાઇ, અંજનાબેન- સુધીરભાઇ, નયનાબેન, સ્વ. અરવિંદભાઇ તથા બીનાબેન-પંકજભાઇના ભાભી. સ્વ. કમળાબેન ચંદુલાલ લવજીભાઇ શાહના સુપુત્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે, ચક્ષુદાન કરેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઇના નિમેષ નિસર (ઉં. વ. ૩૮) રવિવાર તા. ૧૪-૭-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન વાઘજી અરજણ નિસરના પૌત્ર. મીનાબેન શાંતિલાલના પુત્ર. જીજ્ઞા, નિમિતના ભાઇ. પૂનમના દેર. સ્વ. ગંગાબેન અરજણ જીવરાજ સાવલાના દોહિત્ર. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૭-૭-૨૪ના ૨થી ૩.૩૦. ઠે. કરશન લધુભાઇ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર-વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ પીપરાળા હાલે લાકડીયાના કુ. વિમળાબેન વાલજી રામજી નિસર (ઉં.વ. ૬૧) શનિવાર, તા. ૧૩-૭-૨૪ના વસઇ મુકામે અવસાન પામેલ છે. દિવાળીબેન વાલજી નિસરની પુત્રી. સ્વ. વિરમ, સ્વ. જયંતિલાલ, રમીલા, બબીતાના બેન. રંજનબેન, વિરમના નણંદ. ગામ થોરીયારીના કરમાબેન ખેતશી ભીમશી ડાઘાની દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: મિલન વિહાર.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના અમૃતબેન સત્રા (ઉં. વ. ૮૧) સોમવાર, તા. ૧૫-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. નીલાબેન વિરમ રવજીના પુત્રવધૂ. સ્વ. વેલજીના ધર્મપત્ની. મુકેશના માતુશ્રી. જયોત્સના નાના સાસુ. દેવિકા, અસ્મિતા, નિલના દાદી. સામખીયારીના જેઠીબેન ચાંપશી હેમરાજ શાહના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૪૦૩, બાલાજી ગોખલે રોડ, નવપાડા, થાણા (વેસ્ટ).

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મોખડકા નિવાસી, હાલ મુલુન્ડ સ્વ. કાંતીલાલ બાવચંદ દોશીના સુપુત્ર લલીતભાઈ દોશી (ઉં. વ. ૭૦) ૧૫-૭-૨૪ના સોમવારના સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રજ્ઞાબેન (પદમાબેન)ના પતિ. તે ભુપતભાઈ, પંકજભાઈના ભાઈ. સમીર અને સ્વાતિ વિમલકુમાર શાહના પિતાશ્રી. જીયાના નાના. તે મોરચુપણા નિવાસી મોતીચંદ લલ્લુભાઈ શાહના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: લલીતભાઈ દોશી ૪/૭ યુનાઈટેડ હાઉસ, કિસન નગર નં.૧, ઓધવબાગ હોલની બાજુમાં, ચેકનાકા, થાણા.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી, હાલ મુલુન્ડ સ્વ. પ્રતાપરાય દુર્લભજી ખાખરાના ધર્મપત્ની પદમાબેન (મંગળાબેન) (ઉં. વ. ૮૫) સોમવાર ૧૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દિનેશ-ઈલા, વિજય-રૂપા, દિપક-હિના તથા કિરણબેન રમેશકુમાર વોરાના માતુશ્રી. પ્રતિક-મીરા, વિનિત-ડોલી, દર્શિત-પ્રિયંકા, ક્રિપ્સુ-ધવલ, વિરતી, જિનય, હિયાંશ, પરમના દાદી. પિયરપક્ષે લાભચંદ નાગજી કોરડિયાના દીકરી. સ્વ. કાંતિભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. ઈંદુબેન, પુષ્પાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરસડા નિવાસી, હાલ મુલુન્ડ સ્વ. મણિલાલ જગજીવનદાસ પારેખના પુત્ર ચંદ્રકાંત પારેખ (ઉં. વ. ૭૬) ૧૫-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જીનેશ અને દક્ષા યોગીન કામદારના પિતાજી. યોગીનકુમાર તથા ખુશ્બુના સસરા. પ્રિન્સીના દાદા. સ્વ. જયંતીભાઈ, ભુપતભાઈ, હસમુખભાઈ, રમેશભાઈ, સ્વ. લાભુબેન કાંતીલાલ દિઓરા, મધુબેન રમણીકલાલ મહેતા, રમાબેન નેમચંદ શાહના ભાઈ. સસરા પક્ષ સ્વ. અમરચંદ મગનલાલ શાહના જમાઈ. હાલ મુલુન્ડ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button