જૈન મરણ
સ્થા. જૈન
હંસાબેન શાહ (ઉં. વ. ૯૫) નાગનેશ નિવાસી હાલ સાન્તાક્રુઝ, સોમવાર ૧૫ જુલાઈના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. રસિકલાલ નીમચંદ શાહના ધર્મપત્ની. નીતાબેન, હરેનભાઈ, સમીરભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. દીપકભાઈ, હેમાબેન, હીનાબેન તથા રચનાબેનના સાસુ. સ્વ. બાલુબા તથા સ્વ. રતિલાલ રાયચંદ શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉના સ્વ. રતનબેન અરજણ ભુરા સત્રા (ઉં. વ. ૮૪) ૧૩-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ડાહીબેન ભુરા હીરાના પુત્રવધૂ. અરજણભાઈના ધર્મપત્ની. સ્વ. જીવરાજ, સ્વ. જીતેન્દ્ર, સાકર, કિશોર, ભારતીના માતા. સ્વ. મેઘજી, લીના, કંચન, શામજીના સાસુ. સ્વ. હેમરાજ, ગાંગજી, સ્વ. મેપશી, સ્વ. નામાબેન, સ્વ. મોંઘીબેન, ઘનીબેન, સતીબેનના ભાભી. મણીબેન, સ્વ. લક્ષ્મી, મંજુલાના જેઠાણી. ગામ બેરાજાના સ્વ. પુરબાઈ વીરજી ભેદાની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. સી.૪૦૧, વોરા એસ્ટેટ, સહાજી રાજે માર્ગ, વિલેપાર્લા-ઈસ્ટ.
દશા શ્રીમાળી જૈન
લાઠી નિવાસી હાલ ઘાટકોપર, જીતેન્દ્રભાઈ છોટાલાલ દોશીના ધર્મપત્ની અસૌ. સ્મિતા (હરબાળા) (ઉં. વ. ૮૧) શુક્રવાર, ૧૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વિક્રમ, સમીરના માતુશ્રી. અ.સૌ. મનીષાના સાસુ. કિરીટભાઈ, પ્રફુલભાઈ, ડો. કિશોરભાઈ, પુષ્પાબેન, પ્રવિણાબેન, વસુબેનના ભાભી. સાહિલ, ભૂમિ, મલય, ફિયોના પૌત્રવધૂ. અ.સૌ. ભગીરથીના દાદી. સ્વ. ભાનુમતી મણીલાલ ચત્રભુજ ગાંધીના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
બીલખા નિવાસી હાલ બોરીવલી કનકરાય માનસંગ મહેતા (ઉં. વ. ૮૫) તે ૧૪/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રાબેનના પતિ. નવલચંદ કિરચંદ ટોળીયાના જમાઈ. પરાગ તથા જીજ્ઞાના પિતા. શેફાલી તથા મેહુલના સસરા. રાજેશ શાંતિલાલ તથા તરુલતા મહેન્દ્રભાઈ દેસાઈના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક. દ. ઓ. જૈન
ગામ દલતુંગી, હાલ મુલુંડના માતુશ્રી સોનબાઈ લાપસીયા (ઉં. વ. ૯૫) રવિવાર તા. ૧૪-૭-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માતુશ્રી ગંગાબાઈ રાયશી કાનજી લાપસીયાના પુત્રવધૂ. સ્વ.જેઠાલાલ લાપસીયાના ધર્મપત્ની. સ્વ.ભાયચંદભાઈ, પ્રવીણભાઈ, રંજનબેન, પ્રેમીલાબેન, ચન્દ્રીકાબેનના માતુશ્રી. અ.સૌ.રશ્મીબેન, કુલીનકાંત, નવીનભાઈ, રાજેન્દ્રભાઈના સાસુમા. અમીત, જીજ્ઞા, પ્રજ્ઞા, વર્ષાના દાદીમાં. માવતરપક્ષે ગામ ગોરખડીના માતુશ્રી રતનબેન શામજી કરશન ધરમશીના દીકરી. બંને પક્ષની ભાવયાત્રા સાથે મંગળવાર તા.૧૬-૭-૨૦૨૪ના ૩.૩૦ થી ૫.૩૦, કાલીદાસ બેન્કવેટ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિત્તલ નિવાસી હાલ પૂના સ્વ.અમૃતલાલ વીરચંદ મહેતા(વાઘેર) અને સ્વ.ગુલાબબેનના સુપુત્ર કિશોરભાઈ મહેતા (ઉં. વ. ૭૫) તા.૧૪.૦૭.૨૦૨૪ રવિવારના અરિહંતશરણ પામ્યા છે. ઉર્વશીબેનના પતિ. જનક અને સ્વ.અવધના પિતા. અ.સૌ.પ્રિયાના સસરા. સ્વ.ચીમનલાલ મોહનલાલ શાહના જમાઈ. સ્વ.મહેન્દ્રભાઈ, શશીકાન્તભાઈ, સ્વ.મીતાબેન, રસીલાબેન અને પુષ્પાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના દિવાળીબેન શીવજી (બાબુભાઇ) ધરોડ (ઉં. વ. ૯૨) તા. ૧૩-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાંબેન રામજી કેશવજીના પુત્રવધૂ. સ્વ. શીવજી (બાબુભાઇ)ના ધર્મપત્ની. પ્રીતી (પ્રવિણા), એડ. સુનીલ, વિપુલના માતુશ્રી. સમાઘોઘાના સુંદરબેન ભાણજી ડુંગરશી સાવલાના સુપુત્રી. રામજી પ્રાગજી, બિદડાના દેવકાબેન નાગજી, લાખાપુરના લક્ષ્મીબેન માવજીના બહેન. સદ્ગતની ઇચ્છાનુસાર પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવાની નમ્ર વિનંતી. ફોન આવકાર્ય. નિ. વિપુલ ધરોડ, ૭૩/૩, ગુરૂકૃપા, ટી.વી. ચિદમ્બરમ માર્ગ, સાયન (ઇસ્ટ), મુંબઇ-૨૨.
ભચાઉના રતનબેન અરજણ ભુરા સત્રા (ઉં. વ. ૮૪) તા. ૧૩-૦૭-૨૦૨૪ના અવસાન પામેલ છે. બેરાજાના સ્વ. પુરબાઈ વીરજી ભેદાની પુત્રી. સ્વ. ડાહીબેન ભુરા હીરા સત્રાના પુત્રવધૂ. અરજણભાઇના ધર્મપત્ની. સ્વ. જીવરાજ, સ્વ. જીતેન્દ્ર, સાકર, કિશોર, ભારતીના માતા. પ્રેમજી, સ્વ. શાંતીલાલ, હેમલતા, પાનબાઈ, તારાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ: કિશોર અરજણ સત્રા, સી-૪૦૧, વોરા એસ્ટેટ, સહાજી રાજે માર્ગ, વિલેપાર્લા (ઇ.) ૫૭.
નાના રતડીયાના કેશવજી માણેક ગડા (ઉં. વ. ૬૮) તા. ૧૩-૭-૨૦૨૪ ના અવસાન પામ્યા છે. વેજબાઈ માણેક રતનશીના સુપુત્ર. કમલબેનના પતિ. મિલન, રૂપીનના પિતાશ્રી. લહેરચંદ, તલકના ભાઈ. કોટડી મહા.ના લક્ષ્મીબેન આસુભાઈ રતનશીના જમાઈ. પ્રા. માટુંગા ક.શ્ર્વે.મૂ.સં.સં. નારાણજી શામજી વાડી. (ટા. ૩ થી ૪.૩૦), શ્રદ્ધાંજલીસભા : ૪.૩૦ થી ૫. નિ. કેશવજી માણેક : ૧૬૦૩, શ્રી શિવંકર બિ., તેલંગ રોડ, માટુંગા, મું-૧૯.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી, હાલ બોરીવલી ગૌતમકુમાર દલિચંદ શાહ (ઉં. વ. ૭૮) તા.૧૪-૭-૨૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રકાન્તભાઈ (બચુભાઈ), કાંતાબેન શાંતિલાલ શાહ, નયનબેન કિશોરભાઈ સંઘવીનાં ભાઈ. કોકિલાબેનનાં પતિ. તુષાર, તેજલ ભદ્રેશકુમાર ધ્રુવ, ફાલ્ગુની જીજ્ઞેશકુમાર શાહનાં પિતાશ્રી. પૂર્વીનાં સસરા. ટીઆનાનાં દાદા. શ્ર્વસૂરપક્ષે સ્વ. ગુલાબબેન પીતામ્બરદાસ હરજીવન દોશીનાં જમાઈ. લૌકિક વહેવાર રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂ.પૂ. જૈન
બોટાદ નિવાસી, હાલ કાંદિવલી સ્વ.જીવીબેન નરશીદાસ ઉજમશીદાસ ચિકાણીના સુપુત્ર બિપીનભાઈ (ઉં. વ. ૭૪) તા. ૧૪-૭-૨૪ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સુરેખાબેનના પતિ. સલોની રોહનકુમારના પિતા. સ્વ. મનહરલાલ તથા સ્વ. છનાલાલ, કિશોરભાઈ, રજનીભાઈ, રાજેશભાઈ તથા સ્વ. જશીબેન પ્રવિણચંદ્ર, સ્વ. ચંદ્રિકાબેન રમેશચંદ્ર, ઉર્મિલાબેન મુકેશકુમાર તથા ભારતીબેન હર્ષદકુમારના ભાઈ. પિયરપક્ષે સ્વ. લીલાધરભાઈ રણછોડભાઈના જમાઈ. રાજેશભાઈ, ભાવનાબેન, પારૂલબેન નરેન્દ્રભાઈના બનેવી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે.- રમણાઆશિષ, બી-૨૦૭, બીજે માળે, ઈરાની વાડી, કાંદિવલી-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા નિવાસી, હાલ વિલેપાર્લા ગં.સ્વ.પ્રતિભાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ.પ્રવીણચંદ્ર ટિંબડીયાનાં પત્ની. ગુલાબબેન જટાશંકર સંઘવીનાં દીકરી. જયેશભાઈ, કાનનબેન, સુનીલભાઈ અને નીરેનભાઈનાં માતા. પ્રજ્ઞા, કુન્દનભાઈ, સ્મિતા અને પાયલનાં સાસુ. ચિ. પ્રજીત, અમીષા, શિમોની, ધ્રુનીલ, ધ્રુવીન, નકસી, જીનાલી, રુસીલનાં દાદી/નાની. દિવ્યા, સુયશના દાદીસાસુ. રવિવાર તા. ૧૪-૦૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી સમાજ જૈન
વાંકાનેર નિવાસી હાલ ભાયંદર સ્વ. કુંદનબેન પ્રવિણચંદ્ર હેમંતલાલ શાહના સુપુત્ર પંકજભાઇ (ઉં. વ. ૫૭) તા. ૧૪ જુલાઇ ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રૂપલબેનના પતિ. તે વિધિ અને વૃદ્ધિના પિતાશ્રી. તે જયેશભાઇ અને પૂર્ણિમાબેન રાજેશકુમાર પારેખના ભાઇ. વૈશાલીબેન જેઠ, સુરેશભાઇ નવલચંદ દોશીના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.