જૈન મરણ
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ (માંડવી) હાલે મલાડ યસવંતી શાહ (ઉં.વ. ૮૫) તે કીર્તિચંદ્રના ધર્મપત્ની. સ્વ. ચંચળબેન શીવલાલ શાહના પુત્રવધૂ. સ્વ. તેજુબેન ધનજી રાજપાળ શાહ (ભુજપુર)ના પુત્રી. રત્નાબેન ભરતભાઈ શાહના માતુશ્રી. જીનેશના નાની તા. ૧૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૭-૨૪, શનિવાર ૪-૫.૩૦. સ્થળ: પારેખ હોલ, ટી. ડી. વોરા માર્ગ, જિતેન્દ્ર રોડ, મલાડ (ઈ.).
પાટણ વિશા શ્રીમાળી જૈન
શાંતિનાથની પોળના શશીકાન્ત ચીમનલાલ શાહના ધર્મપત્ની નયનાબેન (નીરૂબેન) (ઉં. વ. ૮૦) પિયરપક્ષેથી શિરપુરવાલા સ્વ. પ્રભાવતીબેન (સાધ્વીજી પ્રજ્ઞયશાશ્રીજી મ.સા) સ્વ. સાકરચંદ ખૂબચંદના સુપુત્રી હાલ મુલુંડ-મુંબઇ-૮૦, તા. ૧૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિનાબેન, અક્ષયભાઇ, જીજ્ઞેશભાઇના માતુશ્રી. અને યતિનભાઇ, સેજલબેન-નિમિષાબેનના સાસુ. તે જિનય, હેતાંક્ષી, ભવ્ય, પલક-કલ્પના દાદીમા-નાનીમા. લૌ. વ્ય. બંધ છે.
નૃસિંહ પુરા દિગમ્બર જૈન
મોટી જહેર હાલ મુંબઇ બોરીવલી બિંદુબેન દિનેશભાઇ શાહના પુત્રવધૂ અને પારસના ધર્મપત્ની અ. સૌ. હેમાલી (ઉં. વ. ૪૩) તા. ૧૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેતાંશ, વાંશીના માતા. તે અમર, હીરલ-શાર્દુલ શાહ, જિયાન, રુષભ, દેવેશના ભાભી. તે અનુશ્રી, રોશની, રૂચિના, જેઠાણી પિયર પક્ષે દર્શના જયોતિષભાઇ સુમનલાલ શાહ નૃસિંહપુરા હાલ મુંબઇના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૩-૭-૨૪ના ૪થી ૬. ઠે. કોરાકેન્દ્ર હોલ, ઓમ સત્યમ નિવાસ પાસે, શિંપોલી રોડ, દળવી નગર, બોરીવલી (વેસ્ટ), બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વિસાવદર (રાવણી) નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. જયાબેન અમૃતલાલ ગાઠાણીના સુપુત્ર ચી. ભૂપતરાય (ઉં. વ. ૮૦) તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે તરુણાના પતિ. કેતન, પ્રીતી, ચિરાગના પિતાશ્રી. પ્રજ્ઞેશ શેઠ, નમ્રતાના સસરા. તે મહેન્દ્ર, મુકેશ, સુનીલ, વિપુલ સ્વ. અરુણાબેન, ઇન્દુબેન નવીનભાઇ દોશી દીના નીતીન વોરાના મોટાભાઇ. તે કલકતા નિવાસી જમનાદાસ દુર્લભજી દેસાઇના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ઉનડોઠના રંજન (રાજબાઇ) નાગડા (ઉં. વ. ૭૫) ૧૦-૭ના અવસાન પામેલ છે. ખેતબાઇ દેવજી તેજપારના પુત્રવધૂ. ચાંપશીના ધર્મપત્ની. ભાવેશ, હીતેશ, કવિતાના માતુશ્રી. ડુમરાના રતનબેન શામજી મેઘજીના સુપુત્રી. દામજી, ટોકરશી, નાનજી, નવિન, મહેન્દ્ર, દમયંતી કાંતીલાલ, કેસરબેન હીરજી, તારા કલ્યાણજી, ટીના સુરેન્દ્રના બહેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. નિ. હીતેશ નાગડા, ૬૦૩-૬૦૪, ઓમ સાંઇ ગંગા સો., જે.વી.કે. માર્ગ, વિલેપાર્લે (ઇ.) ૫૭.
દેવપુરના માતુશ્રી મીઠીબાઈ વેરશી વીરા (ઉં. વ. ૯૫) તા. ૬-૭-૨૪ ના રોજ દેવપુર મુકામે સંથારો સીઝેલ છે. માતુશ્રી ભાણબાઇ વેરશી વીરાના સુપુત્રી. કેસરબેન તલકશી રવજી ગોસર, નાગજી વેરશી વીરાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. : મીઠીબાઈ વીરા, પારસનાથ રોડ, જૈન ફરિયો, દેવપર ગઢવારી, પીન-૩૭૦૪૪૫.
પાલનપુરી જૈન
શ્રીમતી કાન્તાબેન શાહ (ઉં. વ. ૮૯) ૧૨-૭-૨૪ શુક્રવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. તેઓ નવિનચન્દ્ર લક્ષ્મીચંદ શાહના ધર્મપત્ની. શ્રીમતી તારાબેન – મોહનલાલ સી ભણસાળીની સુપુત્રી. શ્રીમતી ચંદનબેન – લક્ષ્મીચંદ ડી શાહની પુત્રવધૂ. જયેશ, નીલેશ, ઉમેશ, પરેશ, મનીષના માતુશ્રી. કલ્પના, પરીના, નીતા, રૂપા, બિંદુના સાસુ. પ્રાર્થનાસભા ૧૩-૭-૨૪ શનિવારના ૪ થી ૬ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોર્ટ સુદાન (સુદાન) નિવાસી હાલ ચેમ્બુર રમાબેન વૈદના પતિ જયંતિલાલ નંદલાલ વૈદ (ઉં. વ. ૮૧) ૧૦-૭-૨૪ના બુધવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વીનુભાઈ અવલાણીના બનેવી. તે કેનીબેન પરાગભાઈ ખીમાણી, તે કેમ્પાબેન મનીષકુમાર પારેખ, નિકેતા જયંતીલાલ વૈદના પિતા. તે હાર્દિક અને ધ્રુવના નાનાજી. તે સ્વ. સુમતિલાલ કેશવલાલ વૈદ, સ્વ. ભોગીલાલ, સ્વ. ભારતીબેન, ઉષાબેન તથા તરૂબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.