જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ.કાંતિલાલ મણિલાલ કામદારના પુત્ર કિશોર કામદાર (ઉં. વ. ૭૪) તા. ૮.૭.૨૪ના સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે રૂપાબેનના પતિ. રિદ્ધિ, જયેશકુમાર, આશિષકુમાર, બ્રિજેશ કુમારના સસરા. ધવલ, સેજલ, પૂર્વી, મોનિકાના પિતા તથા તરુણાબેન સંઘવી, ભાનુબેન મહેતા, સ્વ.કોકિલાબેન પુરોહિતના ભાઈ. સાસરાપક્ષે સ્વ.હસમુખલાલ શિવલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ થાનગઢ નિવાસી હાલ સાંતાક્રુઝ હસુમતીબેન શાહ, (ઉં. વ. ૮૨) તા. ૯-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.મોહનલાલ માણેકચંદ શાહની સુપુત્રી. સ્વ.પ્રેમચંદ લક્ષ્મીચંદ શાહની પુત્રવધૂ. જીતેન્દ્રભાઈ પ્રેમચંદશાહના પત્ની. બિંદેશભાઈ અને અનિશભાઈના માતા. સ્વ.વસુબેન, સ્વ. ઉર્મીલાબેન, જયેશભાઈના ભાભી. કાશ્મીરા, મોનિકાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના માતુશ્રી કંકુબાઇ દામજી પ્રેમજી છેડાના જમાઈ અશોક અનંતરાવ ગાયકવાડ (ઉં. વ. ૭૧) પૂણે મઘ્યે તા ૭-૭-૨૪ ના અવસાન પામેલ છે. તે લીલાવતીના પતિ. તે વિદ્યા, નેહા, નિકિતાના પિતા. પ્રાર્થના રાખેલ નથી. નિ. લીલાવતી અશોક ગાયકવાડ, સનઇ સદન, ૩૪૪, કસબા પેઠ, પૂણે-૪૧૧૦૧૧.
નાના ભાડીયાના સુશીલાબેન દેઢિયા (ઉં. વ. ૭૯) તા. ૮-૭-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ ખેરાજ વેરશીના પુત્રવધૂ. મોરારજી ખેરાજના ધર્મપત્ની. ભરત, કેતનના માતુશ્રી. ભુજપુર સુંદરબેન રવજી દેવજી ગોગરીના પુત્રી. સુર્યકાંત, હેમલતા, પ્રભા, હેમકુંવર, મંજુલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મોરારજી ખેરાજ દેઢિયા, બી/૨, વૃશાલી એપાર્ટમેન્ટ, આગરકર રોડ, ડોંબિવલી (પૂર્વ).
રામાણીયાના લક્ષ્મીચંદ નાગશી રાંભીયા (ઉં. વ. ૮૨) તા. ૮-૭-૨૪ના અવસાન પામ્યા છે. પાંચીબાઇ નાગશી કોરશીના પુત્ર. ઝવેરબેનના પતિ. શિલ્પા, આશા, સંજયના પિતા. પ્રેમજી, નરશી, બેરાજા ભાણબાઇ ખીમજી, મો. ખાખર હેમલતા વસનજી, ભુજપુર પ્રભા કેશવજી, ચાણસ્મા ધનવંતી જગજીવનના ભાઇ. કેસરબાઇ ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સંજય રાંભીયા, ૬૦૮, ઠાકુર ચરણધામ, સહાર રોડ, અંધેરી (ઇ.), મું. ૬૯.
ભુજપુરના ગિરીશ હંસરાજ છેડા (ઉં. વ. ૬૨), તા. ૮-૭-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન હંસરાજના પુત્ર. મીનાના પતિ. કેજલ, ઉર્વી, સ્વ. હિરલના પિતા. રમીલા, પરેશ, પંકજના ભાઈ. બિદડા મઠાંબાઈ મુરજી પાસુના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગિરીશ છેડા : ૧૦૩, બિલ્ડીંગ નં. વી-૧૬, વિનય નગર, મીરા રોડ (ઈસ્ટ).
ઉનડોઠ (મોટી)ના પ્રભા (ચીચા) રાંભીયા (ઉં. વ. ૮૧) તા. ૭-૦૭-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી જેતબાઈ લાલજીના પુત્રવધૂ. સ્વ. મિનચંદના ધર્મપત્ની. રસેષના માતુશ્રી. દેવકાબેન મુરજી દેવશીના પુત્રી. સ્વ. ખુશાલ, બિદડાના શાંતા, દેવેન્દ્રીકા, મોહન, સ્વ. મીના, દિલીપ, તિલકના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રસેષ રાંભીયા, એ/૨૭, ૪થો માળે, આનંદ મંગલ સોસાયટી, શિવમંદિર રોડ, ડોંબિવલી (ઈ).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ નખત્રાણાનાં હાલે મલાડ નિવાસી દિવાળીબેન શેઠ (ઉં. વ. ૮૫) શનિવાર તા.૬-૭-૨૪નાં અરીહંતશરણ પામેલ છે. તે સ્વ.રવીલાલ પોપટલાલ શેઠના ધર્મપત્ની, જીતેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, ગજેન્દ્રભાઈ તથા કુસુમબેનના માતુશ્રી. જયશ્રીબેન, સંગીતાબેન, અલ્કાબેન તથા મહેશભાઈનાં સાસુજી, ગામ વિથોણ સ્વ.રામજી પાનાચંદ શાહની સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. – ગજેન્દ્ર રવિલાલ શેઠ ૨૩ શાલીમાર બીલ્ડીંગ માર્વેરોડ મલાડ વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર ભેસાણ નિવાસી હાલ ડોંબીવલી સ્વ. લીલાવંતીબેન વસંતરાય કોઠારીના પુત્રવધૂ અ.સૌ. પ્રીતિબેન કમલેશભાઈ કોઠારી (ઉં. વ. ૬૫) તે ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અશોક, જયેશ તથા ચેતન તેમજ સ્વ. રશ્મિ મહેન્દ્ર વોરાના ભાભી. અ.સૌ. જયશ્રી, હીના તથા નીતાના જેઠાણી. તે સ્વ. મધુબેન વાડીલાલ મહેતાની સુપુત્રી. અ.સૌ. હંસા રાજેશ સંઘવી, સ્વ. નીનાબેન, અ.સૌ. કામિની નિલેશ મેઘાણી તથા મેહુલના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ. કમળાબેન ચીમનલાલ શાહના પુત્રવધૂ. સ્વ. મેનાબેન કેશવલાલ શાહના દીકરી. સ્વ. કૃષ્ણકાન્ત શાહના ધર્મપત્ની જયાબેન શાહ (ઉં. વ. ૮૨) ૪-૭-૨૪ જેઠ વદ અમાસના અરિહંતશરણ પામેલ છે. તે હિતેશ શાહના મમ્મી. અમીતાના સાસુ. યશના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન- ૭૦૨, પરમાર્થનીકેતન, દોલતનગર રોડ નં. ૭, બોરીવલી (ઈસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિલાસબેન તથા સ્વ. ગિરધરલાલ અમૃતલાલ બગડીયાના સુપુત્ર. અરૂણાબેનના પતિ. રાજેન્દ્રભાઈ બગડીયા (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હાર્દિક તથા પંક્તિના પિતા. રીન્કુ તથા હેમેન અશોકભાઈ પારેખના સસરા. શૈલેષભાઈ, હિતેશભાઈ, સ્વ. સરોજબેન હરકાંતભાઈ ઝાટકીયા, હસુબેન તનસુખભાઈ ઝાટકીયા, રીટાબેન કમલેશભાઈ લાખાણીના ભાઈ. સ્વ. રતિલાલ જાદવજી મોદીના જમાઈ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૪ને ગુરુવારના ૪.૩૦ થી ૬. ઈન્ટરલિંક બેનકુએટ્સ, વિદ્યાવિહાર વેસ્ટ મુકામે રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ થોરીયારીના સ્વ. વેલજી ફરીયા (ઉં. વ. ૫૭) રવિવાર તા. ૭-૭-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જમનાબેન તેજશીના પૌત્ર. સ્વ. ભમીબેન રાયશી ફરીયાના સુપુત્ર. ગીતાબેનના પતિ. ખ્યાતી, હિતેશીના પિતાશ્રી. નેણશી, મીઠીબેનના ભાઈ. લાકડીયાના નાંગલબેન મેઘજી દેવશી રીટાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૧-૭-૨૪ સવારે ૧૦.૩૦ થી ૧૨. પ્રા. સ્થળ. શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, દાદર-વેસ્ટ.
દશા શ્રી. સ્થા. જૈન
ધારી નિવાસી હાલ મલાડ સ્વ. પ્રભાબેન પરમાણંદદાસ શાહ (સંઘરાજકા)ના પુત્ર. ચંદ્રકાન્તભાઇના પત્ની. અ. સૌ. ઉષાબેન (ઉં.વ.૭૩) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેન વસંતભાઇ વાડીલાલ દેસાઇના પુત્રી. કોમલ, મેઘના, પ્રતીકના માતુશ્રી. દર્શના, બીજલભાઇ કોઠારી, નિમીષભાઇ મહેતાના સાસુ. સ્વ. દિનેશભાઇ, સુરેશભાઇના નાના ભાઇના પત્ની. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.