જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના સ્વ. શાંતીલાલ વેલજી કારીઆ (ઉં. વ. ૫૪) તા. ૫-૭-૨૪ના શુક્રવારના અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન હરખચંદ રાણાના સુપૌત્ર. સ્વ. દિવાળીબેન વેલજીના સુપુત્ર. સ્વ. મંજુ/ ગં. સ્વ. વનિતાના પતિ. દર્શન, સાગર, યશ, પ્રિન્સના પિતાશ્રી. કેતન, તારા, વનિતા, મીના, સંગીતાનાભાઇ. હીનના જેઠ. સુવઇના ગં. સ્વ. અમૃતબેન અરજણના સત્રાના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૭-૨૪ના ૧૦.૩૦થી ૧૨. જાપ, ૧૨થી ૧૨.૩૦. ઠે.થાણા વર્ધમાન સ્થાનક, તલાવપાળી, થાણા (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. ગુણવંતીબેન અમરશી નંદુ (ઉં.વ. ૫૬) મુંબઇ મધ્યે તા. ૪-૭-૨૪ના ગુરુવારના અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. ગૌરીબેન ધનજી મેઘજી નંદુના પુત્રવધૂ. અમરશીના ધર્મપત્ની. મેહુલ, માનશીના માતુશ્રી. ભાવેશ કનુભાઇના સાસુ. લખમશી, ભગવાનજીના નાનાભાઇ ઘરેથી મણીબેન. લાકડીયાના ગં. સ્વ. ડાઇબેન દામજી ગાંગજી ગાલાની સુપુત્રી. પ્રાર્થના સોમવાર,તા. ૮-૭-૨૪ના ૧૦થી ૧૧.૩૦. ઠે. રાજશ્રી હોલ, (ક્રીસ્ટલ પ્લાઝા) મરાઠા કોલોની, રવિન્દ્ર હોટલની ગલીમાં, દહીંસર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સેંદરડા નિવાસી હાલ મુલુન્ડ સ્વ. પ્રભાબેન મણીલાલ મગનલાલ દોશીના સુપુત્ર અનંતરાય (ઉં. વ. ૭૪) તા. ૬-૭-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે કળાબેનના પતિ. મીતેન, અમી, કલ્પેશકુમાર, અમીતા અક્ષયકુમારના પિતાશ્રી. સીમાના શ્ર્વસુર. ચંદુભાઇ, નરેન્દ્ર, મહેશ, પ્રકાશ, મધુ નરેન્દ્રકુમાર તથા સરોજ અશોકકુમારના ભાઇ. તથા પિયર પક્ષે સ્વ. રતિલાલ શામળજીભાઇ પારેખ વરસડાવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ મીરારોડ નરેન્દ્ર પારેખ (ઉં. વ. ૮૧) તે જયંતિલાલ ગુલાબચંદ પારેખ તથા જસવંતીબેન પારેખના પુત્ર. સ્વ. ઇલાબેનના પતિ. સ્વ. અનિશભાઇ તથા દેવાંગભાઇના પિતા. ભાઇચંદભાઇ દોશી તથા રંભાબેન દોશીના જમાઇ. સ્વ. નિલમબેન નવીનચંદ્ર કામદાર, સ્વ. ધીરેન્દ્રભાઇ પારેખ તથા પૂર્ણિમાબેન રાજન જોર્જના ભાઇ શુક્રવાર, તા. ૫ જુલાઇ ૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુલુન્ડ સ્વ. ચંપકલાલ કેશવલાલ દોશીના પત્ની મંગળાબેન દોશી (ઉં.વ. ૮૮) તા.૫-૭-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હિતેશ દોશી, કમલેશ દોશી, રશ્મિબેન પ્રકાશકુમાર, હર્ષાબેન વિજયકુમાર, દક્ષાબેન શરદકુમાર, ફાલ્ગુનીબેન આશિષકુમારના માતુશ્રી. સ્વ. મોનિકા, મનીષા, સ્વ. ભૂમિકાના સાસુ. રમણીકભાઈ, ભાનુબેન ચંદુલાલ, ચંદ્રાબેન ધીરજલાલના ભાભી. દિયા, દિવ્યા અને મોક્ષના દાદી. ગુલાબચંદ કૂંવરજી શાહ (ફાટસરવાળા)ના દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે.૧૭૦૩, વિષ્ણુ ટાવર, પી. કે. રોડ. મુલુંડ પશ્ર્ચિમ.
દશાશ્રીમાળી સ્થા. જૈન
મહુવા નિવાસી, હાલ વિરાર સ્વ. ચંદ્રાવતી વ્રજલાલ મહેતાના સુપુત્ર જયંત વ્રજલાલ મેહતા (ઉં.વ. ૬૫) તા. ૩/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સંગીતાબેનના પતિ. માનસી નીરવ મહેતા તથા રિચાના પિતા. રશ્મિબેન, દમયંતીબેન, ઇન્દિરાબેન, મુકેશભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ ચકુભાઈ લાખાણીના જમાઈ. અરવિંદભાઈ, પ્રવિણભાઈ, કિશોરભાઈ, ઉષાબેન, પદમાંબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
કાળધર્મ
આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજય આચાર્ય શ્રી હંસરાજજી સ્વામીનાં સંપ્રદાયના હાલ બિરાજતા પરમ પૂજય આચાર્ય શ્રી મુલચંદજી સ્વામી તથા પદવીધર મહાસતીજી નીનાબાઇ સ્વામીના નિશ્રામાં બિરાજતાં ગામ : બારોઇના પૂ. મહાસતીજી નિર્મળાબાઇ સ્વામી (ઉં. વ. ૭૮), શનિવાર, તા. ૬-૭-૨૪ના કાળધર્મ પામ્યા છે. આઠ કોટી નાની પક્ષ સ્થા. જૈન સકળ સંઘ.