જૈન મરણ
દશા શ્રીમાળી જૈન
માંગરોળ નિવાસી હાલ વસઇ સ્વ. ફુલકોરબેન રતિલાલ શાહના પુત્રવધૂ રેખાબેન કુમુદચંદ્ર શાહ (ઉં. વ. ૭૫) ગુરુવાર તા. ૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇંદિરાબેન અરવિંદભાઇ શાહ અને મધુબેન પ્રિયવદન શાહના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ શીવલખા હાલ લાકડીયાના જીયાન છેડા (ઉં.વ. ૯) ગુરુવાર, તા. ૪-૭-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. લાખઇબેન/ગોમતીબેન મેપશી ભારાના પરપૌત્ર. ગં. સ્વ. નવલબેન કુંવરજી મેપશીના પૌત્ર. ભાવિકા વિરેના સુપુત્ર. સ્વસ્તીનાભાઇ, ચેતના દિપક, નયના રાજેશના ભત્રીજા. શીવલખાના અમૃતબેન પ્રેમજીના દોહિત્ર. પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૪ના શનિવારે ૨.૩૦થી ૪. ઠે. સરદાર વલ્લભભાઇ પટેલ હોલ, સીટી સેન્ટરની સામે, એસ. વી. રોડ, ગોરેગામ (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. પાર્વતીબેન મણશી ગાલાના પુત્ર સ્વ. માલશી (ઉં. વ. ૬૭) બુધવાર, તા. ૩-૭-૨૪ન અવસાન પામેલ છે. સ્વ. ચંપાબેનના પતિ. મહેન્દ્રના પિતા. મીનાના સસરા. ગં. સ્વ. કસ્તુર, સ્વ. પ્રવીણ, કેશવજીના ભાઇ. ભચાઉના સ્વ. કોરઇબેન ગેલા રાજા છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. મુરઇબેન (ઉં. વ. ૮૪) ગુરુવાર, તા. ૪-૭-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. વેલજી ભુરા બોરીચાના ધર્મપત્ની. સ્વ. પરમાબેન પુત્રવધૂ. રસીક, ધીરજ, રાહુલ, દિવાળી, ગોમતી, શાંતિ, જવેર, સાધ્વીશ્રી વિરાજધર્મા શ્રી મ. સા. ના. સંસારી માતુશ્રી. હેતલ, નિશા નિસર, ગોવાર શાહ, વિસનજી છેડા, નવીન છાડવાના સાસુ. વંશીકાના દાદી. સ્વ. જેતીબેન નાયા વાઘા ફરિઆની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. સાંઇ સિદ્ધિ કો.હા. સો. ૧૨૨/સી-૩, ગોરાઇ-૨, સુવિધા સ્કૂલની ગલીમાં, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી હાલ મુલુંડ ગં. સ્વ. મધુબેન ગુણવંતરાય વ્રજલાલ ભાયાણીના પુત્રવધૂ. અ. સૌ. શીતલ (ઉં.વ.૫૧) તે ભાવેશ ભાયાણીનાં ધર્મપત્ની. ચિ. ઊર્જાના મમ્મી. તે ભાવીતા નીમેષ ભાયાણી તથા મોના ચેતનકુમાર બજરીયાના ભાભી. પિયરપક્ષે ગં. સ્વ. રમીલાબેન રમેશચંદ્ર માટલીયા હાલ મીરારોડ નિવાસીના પુત્રી. તે હેતલ નલીન કોઠારી, મેઘા હિતેશ દોશી, પૂનમ મિતુલ મહેતાના મોટાબહેન તા. ૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા ૭-૭-૨૪ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. ક્રાઉન બેન્કવેટ, વિકાસ સેન્ટર, ૭મો માળ, નેતાજી સુભાષચંદ્ર રોડ, મુલુંડ (વેસ્ટ). બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
ગોડવાલ ઓસવાલ જૈન
મરુધર પાબુજી દેવલી-ફણસા નિવાસી ચંદ્રાબેન ચિમનલાલજી ગુંગલિયા (ઉં. વ. ૭૫) હાલ મુલુંડ બુધવાર તા. ૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા/માતૃવંદના ચિમનલાલ, ફૂલચંદ, ભૂપેન્દ્રકુમાર, ધનસુખલાલ, કૈલાશ, પિયુશ, હિરેન, સ્વ. જીતેન, ધર્મેશ, સંદીપ, પ્રિયંક, હિમનીશ, જીનય. તા. ૬-૭-૨૪ના ૧૧થી ૧. ઠે. સમૃદ્ધિ હોલ, મદન મોહન માલવિયા રોડ, મુલુંડ (વેસ્ટ).
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ખાખર હાલે નવસારીના અ. સૌ. જ્યોતિ હિમેશ સંગોઇ (ઉં. વ. ૫૪) તા. ૩-૭-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી નિર્મળાબેન મુલચંદ ખેતશીના પુત્રવધૂ. હિમેશના ધર્મપત્ની. માતુશ્રી લક્ષ્મીબેન શાંતિલાલ લાલજી છેડાની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હિમેશ સંગોઇ, બી-૨૦૬, પારિજાત એપાર્ટમેન્ટ, શિવકૃપા સોસાયટી, આશાપુરી વિજલપોર રોડ, નવસારી-૩૯૬૪૪૫.
ભુજપુરના મધુબેન દેઢિયા (તારદેવ/ઘાટકોપર) (ઉં.વ. ૭૯) તા. ૩-૭-૨૪ના અવસાન પામ્યા છે. કેશવજીના ધર્મપત્ની. ગોમીબેન વેરશી દેવશીના પુત્રવધૂ. મહેશ, મીના, નિખીલના માતુશ્રી. કેસરબેન ટોકરશી છેડાના પુત્રી. સુશીલા, ભરત, હરેશ, મુકેશ, ભુપેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કેશવજી દેઢિયા: ૪૦૨, નિલયોગ મોનાર્ચ, પંતનગર, ઘાટકોપર-ઈ.
નવાવાસના માતુશ્રી સુંદરબેન લખમશી વીરા (ઉં.વ. ૯૨) ૪-૭, ગુરૂવારે બીજા ઉપવાસે સંથારો સીજેલ છે. સ્વ. જખ્ખીબાઇ ઉમરશી તેજશી વીરાના પુત્રવધૂ. લખમશીના પત્ની. કલ્પના, કિશોર, નરેન્દ્ર, નીલેશ, મનીષાના માતુશ્રી. ડોણ દેવકાબાઇ રવજી જીવરાજના પુત્રી. બાડા પોપટલાલ, લાયજા લક્ષ્મીબેનના બેન. ગુણાનુવાદ/પ્રાર્થના રાખેલ નથી. નિ. નિલેશ વીરા, બી/૨૦૭, જ્યુડ રેસીડેન્સી, ભાયંદર (વે.).
વાંકીના હરીલાલ વેલજી છેડા (ઉં.વ. ૮૫) તા. ૩-૭-૨૪ના અવસાન પામ્યા છે. મોંઘીબેન વેલજી દેવનના સુપુત્ર. માયાબેનના પતિ. કિરીટ, ચેતના, દીપ્તીના પિતાશ્રી. વસનજી, ડુંગરશી, પોપટલાલ, ધનજી, નેમચંદ, લાખાપર જયા શાંતિલાલ મગનલાલ, ગુંદાલા કુસુમ કાંતિલાલ કાનજી, ભુજપુર મધુરી દેવશી હધુના ભાઈ. ગુંદાલાના હાંસબાઈ ડુંગરશી ખીંયશી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીલાલ વેલજી છેડા : ૩૪૨, છેડા સદન, ચંદાવરકોસ રોડ, માટુંગા, મુંબઈ-૧૯.
કારાઘોઘાના માતુશ્રી મણીબાઇ રામજી ગાલા (ઉં.વ. ૧૦૮) તા. ૪-૭-૨૪ના અવસાન પામેલ છે. માંકબાઇ વેલજી લાધાના પુત્રવધૂ. રામજીભાઇના ધર્મપત્ની. ગંગાબેન, કાનજી, માવજીના માતાજી. બારોઇના સોનબાઇ મોણશી નપુ નંદુના પુત્રી. મેઘજી, મોરારજી, દામજી, ખીમજી, મીઠાબેનના બહેન. પ્રા. શ્રી હાલારી વિશા ઓસવાલ સમાજ, રણજીત સ્ટુડીઓની સામે, દાદર (ઇ) બપોરે ૩.૩૦ થી ૫ કલાકે. નિ. માવજી રામજી ગાલા, ૪૦૧, ઔદુંબર એપાર્ટમેન્ટ, ૨૮૭, પી.એમ. રોડ, વિલેપાર્લા (ઇ).
ગુંદાલાના વસનજી ભવાનજી સાવલા (ઉં.વ. ૮૦) તા. ૪-૭-૨૪ના અવસાન પામેલ છે. ગંગાબાઈ ભવાનજીના પુત્ર. વનિતા (દમયંતી)ના પતિ. પ્રેમલ, આશિષના પિતા. ટોકરશી, રાઘવજી, મણીલાલ, જવેર, કેસર, પ્રભા, જયવંતીના ભાઈ. ગંગાબાઈ શામજી હંસરાજના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ.: આશિષ સાવલા, ૨૦૫, એમ. બી. ટાવર, એમ. બી. એસ્ટેટ, વિરાર (ઈ.).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ નિવાસી હાલ વાશી નવી મુંબઈ સ્વ. લવચંદ ઠાકરશી વસાના સુપુત્ર શ્રી દિનકરરાયના ધર્મપત્ની અ.સૌ. સરોજબેન (ઉં.વ. ૭૯) તા. ૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાનન – કેતનના માતા. રૂપેશકુમાર – પ્રીતિના સાસુ. કવિશ – વૃંદાના દાદી. પિયર પક્ષે શ્રી મણીલાલ સરૂપચંદ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ લાલા હાલે ડોમ્બિવલીના મા.નેણબાઈ વેલજી મૈશેરીના પુત્રવધૂ ગં.સ્વ. મંજુલાબેન પ્રેમચંદ મૈશેરી (ઉં.વ. ૮૦) તા. ૪.૭.૨૪ના અરિહંતશરણ પામેલ છે. મા.જેઠીબાઈ મુલજી જેવત ખોના, સુથરીવાળાની દીકરી. સ્વ. પંક્તિ મહેન્દ્ર લોડાયા-ગોરખડી, સૌ. જ્યોતિ રતિલાલ સાયલા-તેરા, સૌ. ભાવિની સુનિલ નાગડા-નલિયા, સૌ. જાગૃતિ બલરાજ લોડાયા-અરીખાણાના માતુશ્રી. સ્વ. તરલાબેન લહેરચંદ વેલજી મૈશેરી, સ્વ. લક્ષ્મીબેન વેલજી લાલકા, લાલા અને સ્વ. ઝવેરચંદના ભાભી. કુણાલ, રોબીન, રેશમા, ઉર્વી, રિદ્ધિ, સિદ્ધિ, બીજલ, ભાવિકના નાનીમા. પ્રાર્થના શનિવાર, તા. ૬.૭.૨૪ના ૩ થી ૪.૩૦. શ્રી સુવિધિનાથ દેરાસર, માનપાડા રોડ, ડોમ્બિવલી ઇસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગઢડા નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. હિંમતલાલ દિપચંદભાઈના સુપુત્ર હસમુખભાઈ શાહ (ઉં.વ. ૮૩) તે ગુણવંતીબેનના પતિ. ભાવેશ, શૈલેષ, સ્વ. વિભા તથા કલ્પનાના પિતા. જુલી, કિંજલ, નિલેષકુમાર તથા સ્વ. હિતેનકુમારના સસરા. જૈનમ, ધ્રુવ, વિરાલી, જીનયના દાદા. ગાંધી દલિચંદ વીરચંદ ઉમરાળાવાળાના જમાઈ. ૪/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઈ ૭, રાધા વિહાર, સંગીતા વાડી, ડોમ્બિવલી ઈસ્ટ.