મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી જૈન
મધરવાડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અમીચંદભાઇ જીવનભાઇ વોરાના ધર્મપત્ની ગં. સ્વ. કંચનબેન (ઉ. વ. ૮૮) તા. ૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સંજય, સ્વ. પરેશના માતુશ્રી. સ્વ. નરોતમભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. જેઠાભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. સાંકળીબેન, સ્વ. નવલબેન, સ્વ. સમરથબેનના નાનાભાઇના પત્ની. પિયર પક્ષે ખારચીયા વાકુના નિવાસી સ્વ. લાલચંદભાઇ નાગજીભાઇ કોરડીવાના દિકરી. સ્વ. કાંતીભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. નગીનભાઇ, સ્વ. હસમુખભાઇ, મંગળાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. ઇન્દુબેન, પુષ્પાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૭-૭-૨૪ રવિવારના ઠે. શ્રી રવજી જીવરાજ ચાંગડાઇ હોલ, એસ. એન. ડી.ટી. કોલેજ, ૩૩૮ રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ), બપોરે ૪થી ૫.૩૦.
સુરત વિશા ઓશવાળ મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
સુરત નિવાસી હાલ મુંબઇ સ્વ. ભરતભાઇ ઝવેરી (ઉં. વ. ૭૭) તા. ૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શકુંતલાબેન રતનચંદ ફકીરચંદ ઝવેરીના પુત્ર. જયાબેન ઝવેરીના પિતા. સેજલબેન, સ્નેહલભાઇ, કુંજલભાઇના પપ્પા. સુનીલભાઇ, પુષ્પસેનભાઇ, કોમલબેન (મતિક્ષાબેન) રીમાબેનના સસરા. બીપીનભાઇ, મુકેશભાઇ, સ્વ. સોહીલબેન, સ્વ. નલિનીબેન, જયોતિકાબેનના ભાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૫-૭-૨૪ના ૪થી ૬. ઠે. ભારતીય વિદ્યાભવન, ચોપાટી-મુંબઇ-૭.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ધ્રોલ નિવાસી (જામનગર) હાલ ઘાટકોપર પુષ્પાબેન પ્રભુલાલ મહેતાના પુત્ર પદમકાંત (ઉં. વ. ૮૧) ગુરુવાર તા. ૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રમોદીબેનના પતિ. સંજય-શીતલ, પારસ-ડીમ્પલના પિતાશ્રી. ચિ. પ્રિયાંશી, શીખાના દાદા. સ્વ. કુંદનબેન જયંતિલાલ સંઘવી, સ્વ. પ્રમોદભાઇ, સ્વ. નયનાબેન નરેન્દ્રભાઇ ઘોલાણી, દીપકભાઇના મોટાભાઇ. શ્ર્વસુરપક્ષે સ્વ. બાબુલાલ જીવાભાઇ મહેતાના જમાઇ. (જામનગર). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
દાદરા (ગીર) નિવાસી, હાલ-વસઈ પ્રિતીબેન (ઉં.વ. ૫૬) તે કિરણભાઈ ચુનીલાલ ગોડાના પત્ની. સાગર, હાર્દિકના માતુશ્રી. ખુશ્બુના સાસુ. પ્રાણભાઈ, મુકેશભાઈ, મનોજભાઈ, માલતીબેન ગાંધી, પુષ્પાબેન પીપલીયા, સાધનાબેન માટલિયાના ભાભી. વેરાવળ નિવાસી ચંદ્રીકાબેન બળવંતરાય શેઠનાં દીકરી તા. ૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૬-૭-૨૪ના ૩થી ૫.૦૦ સ્થા. જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપૂર, વસઈ રોડ (વેસ્ટ).
દશા શ્રીમળી સ્થા. જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી જીતેન્દ્ર ધીરજલાલ દોમડીયા, (ઉં. વ. ૭૯) ૩/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. ભાવેશ, હિરલ, નિતેશના પિતા, અમી, હમીર, દિપ્તીના સસરા વલ્લભજી કરસનજી શેઠના જમાઈ. રસિકભાઈ ગુણવંતીબેન, અરુણાબેન, ઉર્મિલાબાઈ મહસતીજીના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
શૈખ પીપરીયાના લાઠી નિવાસી મલાડ રસીકલાલ રતિલાલ દામાણી (ઉં. વ.૭૫) તા. ૨/૭/૨૪ના મંગળવાર અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. નિકુંજ, ભાવિનીના પિતાશ્રી. અ.સૌ.નેહા તથા ભાવેશકુમાર ભુપેન્દ્રભાઈના સસરા. સ્વ.ગુણવંતભાઈ, સ્વ.ધીરજલાલ, મનહરભાઈ બળવંતભાઈ, સ્વ.હંસાબેન વ્રજલાલ, સ્વ.મંજુલાબેન રજનીકાંત, કોકિલાબેન રમેશકુમારના ભાઈ. આકોલા નિવાસી સ્વ.ધીરજલાલ જાધવજી શેઠ, સ્વ.ચંપાબેન ધીરજલાલ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા.૬/૭/૨૪ના શનિવાર ૧૦ થી ૧૨. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક (મોટો ઉપાશ્રય) ૪ થે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ઘોલવાડ નિવાસી હાલ બોરીવલી સ્વ. દિનેશભાઈ મહેતા (ઉં. વ. ૮૧) સ્વ.છગનલાલ ઓધવજી મહેતાના સુપુત્ર. હંસાબેનના પતિ. સ્વ.વસંતલાલભાઈ, સ્વ.પ્રાણલાલભાઈ, સ્વ.રજનીભાઈના ભાઈ. સ્વ.રાજવંતીબેન, સ્વ.મંજુલાબેન, સ્વ.સુશીલાબેનના ભાઈ, વિશાલ તથા ભાવિનના પિતાશ્રી. જાન્વી (જલ્પા) તથા તન્વીના સસરા. તા. ૩.૭.૨૪ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના (પિતૃ વંદના) ૬.૭.૨૪ના શનિવાર ૩:૩૦-૫:૩૦. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, ભગત કોલોની, કાંદીવલી (વેસ્ટ).
શ્રી કચ્છી વિશા ઓશવાળ મહાજન જૈન
ભારાપરના ચિ. ગૌરવ વિપુલ સાવલા (ઉં. વ. ૨૬) તા. ૨/૭/૨૪ ના અવસાન પામેલ છે. માતુશ્રી હેમલતાબેન લીલાધર કેશવજીના પૌત્ર. પારૂલ વિપુલ લીલાધરના સુપુત્ર. મેરાઉના માતુશ્રી રતનબેન સુંદરજી હીરજી દેઢિયાના દોહીત્ર. ચક્ષુદાન કરેલ છે. પ્રા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦. નિ. વિપુલ સાવલા : ૧૮, માબેલા મેન્સન, સેન્ટ્રલ એવેન્યુ રોડ, ચેમ્બુર, મું-૭૧.
ડોણના એડવોકેટ પ્રેમજી ચુનીલાલ વોરા (ઉં. વ. ૭૮) તા. ૨-૭-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મકાંબાઇ ચુનીલાલ ભારમલના પુત્ર. શશીકલાના પતિ. નિખિલ (મુન્ના)ના પિતા. રતનશી, માવજી, મગન, દામજીના ભાઇ. લાયજા હીરબાઇ વશનજી ડુંગરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શશીકલા પ્રેમજી વોરા, બી.ડી.ડી. ચાલ નં. ૧૧૫, ૧લે માળે, રૂમ નં. ૩૭, વરલી, મુંબઇ-૧૮.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker