મરણ નોંધ

જૈન મરણ

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંતિલાલ વજેશંકર વખારિઆના ધર્મપત્ની શ્રીમતી મૃદુલાબેન (ઉં.વ. ૯૦) તા. ૩-૭-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે તરુણભાઈ – નીલાબેન, કિરીટભાઈ – સુધાબેન, જીતુભાઈ – વર્ષાબેન તથા લીનાબેન ધીરેનભાઈ દડિયાના માતુશ્રી. વિઠ્ઠલજી હિરાચંદ સંઘવીના સુપુત્રી. અનુપચંદભાઈ તથા સુશીલાબેન દોશીના બહેન. તેમની પ્રાર્થનાસભા તા. ૫-૭-૨૪ના શુક્રવારના રોજ રાખેલ છે. સમય સાંજના ૪.૩૦ થી ૬. એસ.એન.ડી.ટી. કૉલેજ હૉલ, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯.

વાગડ વિ.ઓ.જૈન
ગામ ખારોઈના સ્વ. જીતેન્દ્ર નિસર (ઉં.વ. ૩૭) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન વાઘજી અરજણના પૌત્ર. શાંતુબેન અમૃતલાલના સુપુત્ર. રીંકલના પતિ. અશ્ર્વિનના ભાઈ. ભચાઉના નયનાબેન શાંતિલાલ પાલણ ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૭-૨૪ ૪.૦૦થી ૫.૩૦ પ્રાર્થના સ્થળ: શ્રી કરશન લધુ નિસર હોલ, દાદર-વેસ્ટ.

ગામ આધોઈના પ્રશાંત ગાલા (ઉં.વ. ૪૩) સોમવાર, તા. ૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. કરમાબેન આસધીર જગશીના પૌત્ર. સ્વ. મણીબેન મણીલાલના પુત્ર. દર્શનાના પતિ. ઈશા, રીયા, સીયાના પિતા. મયૂર, જાગૃતિ, વિશાલના ભાઈ. ગં.સ્વ. મંજુબેન નેમચંદ દેવરાજ ડાઘાના જમાઈ. પ્રાર્થના સ્થળ: પ્યુપિલ્સ હાઈસ્કૂલ, ખાર, પ્રાર્થના ૩થી ૪.૩૦.

ગામ ભચાઉના સ્વ. ધરમશી માડણ નિસર (ઉં.વ. ૮૫) મંગળવાર, તા. ૨-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મેઘીબેન શીવજી માડણના સુપુત્ર. ગં.સ્વ. પુંજીબેનના પતિ. ધીરજ, જયંતી, ભરત, નવીનના પિતાશ્રી. મીનાક્ષી, સ્વ. નયના, રક્ષા, ચંદન, જાગૃતિના સસરા. હિરેન, હર્ષ, રાજ, રાહુલ, દિવ્યા, હેઝલ, પ્રિયંકા, ધાર્મીના દાદા. સ્વ. ગંગાબેન ભારમલ ગાંગજીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૭-૨૪ના ૩થી ૪.૩૦. યોગીસભા ગૃહ, દાદર-ઈસ્ટ.

દશા શ્રીમાળી જૈન
રાજકોટ નિવાસી પ્રભાશંકરભાઈ કે. દોશીના પુત્ર મહેન્દ્રભાઈ દોશી (ઉં.વ. ૮૯) તા. ૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. સૌરીન (રોહન) – વૈશાલી, સપન-જિજ્ઞાના પિતાશ્રી. સ્વ. નટુભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. ચંદનબેન, સ્વ. ધીરજબેન, સ્વ. રમાબેન, જયોત્સનાબેન તેજાણી, સ્વ. સુલેખાબેનના ભાઈ. ઉપલેટા નિવાસી પ્રતાપરાઈ ખુશાલચંદ શેઠના જમાઈ. સ્વ. સુમનભાઈ, સ્વ. સર્વદમનભાઈ, સ્વ. ડૉ. વિજયભાઈ શેઠના બનેવી. પ્રાર્થના સભા તા. ૪-૭-૨૪ના ૫ થી ૬.૩૦. સ્થળ: લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર પૂર્વ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કેરીયા નિવાસી (ઉમરાળા) હાલ મલાડ સ્વ.કાંતાબેન પ્રાગજીભાઈ ઓધવજીભાઈ મહેતાના દીકરી, ઇન્દુબેન (ચંદ્રાવતી) જવાહરલાલ દોશી (ઉં.વ.૬૮) તે ૧/૭/૨૪ના શિહોર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે અમરચંદ ઓધવજી મહેતા તથા ગોપાલજી ઓધવજી મહેતાની ભત્રીજી, મહેન્દ્રભાઈ, અશોકભાઈ તથા રેખાબેન નિકેશકુમારના બહેન, દક્ષાબેન, ભારતીબેનના નણંદ, તેમનું બેસણું ૪/૭/૨૪ના ૩ થી ૫. મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ મહેતા, માં ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગ, જાંગલા નગર, ફ્લેટ નં ૧૨૦૩, મહેન્દ્ર કોલોનીની બાજુમાં, મલાડ ઈસ્ટ.

વીસા શ્રીમાળી ૧૦૮ના ગોળનું જૈન
જસવંતીબેન બચુભાઈ મંગળદાસ શાહના પુત્રવધૂ ફાલ્ગુનીબેન શાહ, (ઉં. વ. ૫૧) ઘાટકોપર, ગામ-ચાણસ્મા, કેતનના ધર્મપત્ની. હેમના માતુશ્રી, ભાઈ-ભાભી- રાજેશભાઈ-જયાભાભી, દેવાંશુભાઈ-મનીષાભાભી, નણંદ-નણંદોઈ- કેતકીબેન-દિલીપકુમાર, અંકિત-ક્રીના,અર્ચી-જૈનિશકુમાર તથા હર્ષના કાકી. પિયર પક્ષે ચાણસ્મા નિવાસી કંચનબેન ચિનુભાઈ ત્રિભુવનદાસ શાહની દીકરી. તા:૨-૭-૨૪ના મંગળવાર દેવલોક થયેલ છે. લૌકિક વહેવાર રાખેલ નથી. એ-૧૦૧, કિંજલ અપાટમેન્ટ, સંઘાની એસ્ટેટ, શ્રેયસ સિનેમાની બાજુમાં, ઘાટકોપર વેસ્ટ.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ નિવાસી વાશી નવી મુંબઈ સ્વ. લવચંદ ઠાકરશી વસાના સુપુત્ર શ્રી દિનકરરાયના ધર્મપત્ની અ.સૌ.સરોજબેન તા:૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાનન – કેતનના માતા, રૂપેશકુમાર – પ્રીતિના સાસુ, કવિશ – વૃંદાના દાદી, પિયરપક્ષે મણીલાલ સરૂપચંદ શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ મહાજન જૈન
હાલાપરના શ્રીમતી શોભનાબેન શરદકુમાર મારૂ (ઉં.વ. ૭૩) તા. ૨.૭.૨૪ ના અવસાન પામ્યા છે. ખેતબાઈ દેવરાજ કલ્યાણજીના પુત્રવધુ. શરદભાઈના ધર્મપત્ની. ચેતન, નિરલના માતુશ્રી. દેવપુરના ચંચળબેન પ્રેમજી માણેક નિસરના સુપુત્રી. સાધના, મોથારાના હેમલતા હરખચંદ રતનશી, નાના ભાડીયાના સુરેખા પંકજ રતનશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : શરદ ડી. મારૂ : ૩૬, ન્યુ કૈલાસ નિવાસ-૨, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ).

હમલા મંજલના માતુશ્રી રતનબેન લખમશી દેઢિયા (ઉ.૭૯) તા. ૧-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. પાનબાઈ ખીમજી પાલણના પુત્રવધુ. સ્વ. લખમશીના પત્ની. ઉષા, રીટા, રાજેશ, સંગીતા, મનિષાના માતુશ્રી. દેવપુરના મેઘબાઈ નાનજી ભુલાના સુપુત્રી. મોહન, નવીન, અમરચંદ, ગુલાબબેન, યશોભદ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: રાજેશ દેઢિયા, સી-૧૦, મોનાણી સદન, જે.એન. રોડ, મુલુંડ (વે).

ભુજપુર (ચૌધરીયો ફરિયા)ના દેવશી રણશી દેઢિયા (ઉં.વ.૮૦) તા. ૨-૭-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. તે સ્વ. કુંવરબાઇ રણશી ભારમલના પુત્ર. વસુમતીના પતિ. મયુર, જયેશ, નયનાના પિતા. સ્વ. પોપટ, સ્વ. કરમશી, સ્વ. ખેતશી, નરશી, સ્વ. લક્ષ્મી, લીલાવંતી, સ્વ. કેસરના ભાઈ. બિદડાના સ્વ. ગાંગબાઇ માવજી પોલડીયાના જમાઈ. પ્રાર્થના: (૪-૭-૨૪) શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (પ) માં બપોરે ૨.૦૦ થી ૩.૩૦. રહેઠાણ: જયેશ દેવશી દેઢીયા, બી-૧૦૩, ઓડિસી, ભક્તિ પાર્ક, વડાલા (પૂ.) ૩૭.

દેઢિયા હાલે મુલુંડના શ્રી હેમંત ખીયશી ગોસર (ઉં.વ.૬૮) તા. ૧-૭-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વેલબાઈ ખીયશીના પુત્ર. હેમલતાના પતિ. ચાંદની, કુણાલના પિતાશ્રી. કુંદરોડીના કલાબેન જીતેન્દ્ર ઠાકરશી, ગઢશીશાના પરિમલબેન ખુશાલ ચાંપશીના ભાઇ. સોનબાઈ કલ્યાણજીના જમાઈ. પ્રા. જીવરાજ ભાણજી ટ્રસ્ટ, અશોક નગર, મુલુંડ (વે). ટા. સાંજે ૪.૩૦ થી ૬. નિ.: ચિરાગ વીરા, સી/૧-૮૦૨, લોક એવરેસ્ટ, એ.સી.સી. રોડ, મુલુંડ (વે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા