મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા.જૈન
કાટકોલા નિવાસી હાલ ચેમ્બુર ભરતભાઇ તે સ્વ. વસંતબેન નવલચંદભાઇ મણીયારના સુપુત્ર. તે સ્વ. મીતાબેનના પતિ. રિદ્ધિબેન ચિરાગભાઇ શેઠના પિતા. પુષ્પાબેન હસમુખભાઇ દોશી, નરેશભાઇ, જગદીશભાઇ, અનિલભાઇ તેમ જ શોભાબેન જીતેન્દ્રભાઇ લાખાણીના ભાઇ. હંસાબેન ન્યાલચંદભાઇ ટોળીયાના જમાઇ તે તા. ૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

માંગરોળ સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
સુલોચનાબેન શાહ (ઉં. વ. ૮૬) તે રસિકલાલ ગુલાબચંદ શાહના ધર્મપત્ની. સ્વ. ત્રિભોવનદાસ જેઠાભાઇ શેઠના સુપુત્રી. હિતેન, હર્ષા, નયના, જાસ્મીનનાં માતોશ્રી. ગીતાંજલી, સંજીવ, મનોજ, અશ્ર્વીનનાં સાસુજી. પ્રણવ અને દર્શિતા નિલય દલાલનાં દાદી. પાર્થ, દેવાંશ અને દ્વિતી સાગર જાનીનાં નાની તા. ૨૯-૬-૨૪ના અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
લિંબડી નિવાસી હાલ માટુંગા સ્વ. ચંદુલાલ ચત્રભુજ શાહના પુત્ર ચંદ્રકાન્ત શાહ (ઉં. વ. ૮૬) સોમવાર, તા. ૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભુલાલ ચુનીલાલ શાહના જમાઇ. ચંદનબેનના પતિ. સેજલ જીગર શાહ અને નિકેતા રાહુલ શાહના પિતાશ્રી. તે સ્વ. શારદાબેન જયંતિલાલ શાહ, દક્ષાબેન રાજેશભાઇ શાહ, સ્વ. અનીલભાઇ, સ્વ. રમાબેન નવીનચંદ્ર શેઠ, સ્વ. સરોજબેન બિમલકુમાર શાહ તથા સ્વ. બકુલાબેન વજુભાઇ પારેખના ભાઇ. હિતાર્થ, તત્વ, ક્રિશાના દાદા-નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢુઢીંયા પીપળીયા નિવાસી, હાલ કાંદિવલી સ્વ. કલ્યાણજી સવજી પારેખના પુત્રવધૂ. સ્વ. વ્રજલાલ પારેખના ધર્મપત્ની કુંદનબેન (ઉં. વ. ૯૧) તે આશાબેન, નયનાબેન, ભદ્રેશભાઇ, તૃષ્ણાબેનના માતુશ્રી. ગુલાબભાઇ, સ્વ. વસંતભાઇ, અમિતાના સાસુ. પ્રયાગનાં દાદી. જૂનાગઢવાળા ગોવિંદજી પારેખનાં દીકરી. રવિવાર તા. ૩૦મીનાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ નથી.

સંબંધિત લેખો

વાગડ વી. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. માડણ ગડા (ઉં. વ ૮૧) શનિવાર, તા. ૨૯-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. અરઘીબેન ભચુ ગડાના સુપુત્ર. જેઠીબેનના પતિ. વિમળા, ગં. સ્વ. સુશીલા, કાંતી, મંજુલા, શીતલના પિતાશ્રી. દીલીપ છેડા, સ્વ. નિતીન નિસર, સુશીલા કાંતિ ગડા, નિલેશ રીટા, દિનેશ ગાલા, ભરત ગાલાના સસરા. દેમતબેન પૂજા કારા નંદુના જમાઇ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩-૭-૨૪ના ૨.૩૦થી ૪. ઠે. કરશન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ).

પાટણ વીશા શ્રીમાળી જૈન
કસુંબીયાવાડાના સ્વ. બાબુભાઇ નાગરદાસ શાહના ધર્મપત્ની વસુમતીબેન (ઉં.વ.૯૦) હાલ વિલેપાર્લે તે સ્વ. નાગરદાસ બેચરદાસ શાહના પુત્રવધૂ. તે સ્વ. શાંતાબેન જયંતીભાઇ શાહના દીકરી. પંકિતાબેન, જયેશભાઇ, નીલમબેન, મિતીનભાઇના માતુશ્રી. અનિલકુમાર, ચેતનાબેન, ઉપેન્દ્રકુમાર તથા ધર્મીબેનના સાસુ. કવિષ, મિહીર, હાર્દિકના નાની. તા. ૨-૭-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સમઢીયાળા નિવાસી હાલ મુલુંડ સ્વ. જગજીવનદાસ ગોવિંદજી ગાંધીના સુપુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની જયાલક્ષ્મી (ઉં. વ. ૭૬) તા. ૨-૭-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશ, રૂપેશ તથા અશ્ર્વિનાના માતુશ્રી. નીશા, હિનલ તથા અંકુશકુમારના સાસુ. તે સ્વ. ભોગીલાલ, સ્વ. ઉત્તમભાઇ, સ્વ. પોપટભાઇ અને પ્રવીણભાઇના ભાઇના પત્ની. તે પિયરપક્ષે વિઠ્ઠલદાસ માધવજી દોશીની દિકરી. બન્ને પક્ષની સાદડી તા. ૩-૭-૨૪ બુધવારના ૩થી ૫. ઠે. ૨૦૧, તારાંગણ એપાર્ટમેન્ટ, વી. પી. રોડ, એસ. એમ. પી. આર. સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના ઇંદીરા ગોગરી (ઉં.વ. ૮૧) ૩૦-૬ના અવસાન પામેલ છે. મેઘબાઇ/ખેતબાઇ જેઠાભાઇ માડણના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. પ્રવિણા, રાજેશ, સ્મિતા, મનીષના માતુશ્રી. ગોધરા દેવકાબેન શીવજી વીરજીના પુત્રી. હુકમીચંદ, શાંતીલાલ, વેલબાઇ દામજી, લક્ષ્મી રતનશી, તેજબાઇ દેવજી, વિમળા નાગજી, જયા ખુશાલ, નિર્મળા ભવાનજી, રમીલા રામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનીષ શાહ, ૫૦૨, કથા, સોનીવાડી, બોરીવલી (વે.).

સાભરાઇના ભરતકુમાર પુનશી શાહ (સૈયા) (ઉં.વ. ૫૮) તા. ૩૦-૬-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન પુનશીના પુત્ર. શાંતિના પતિ. તેજસ, સિધ્ધીના પિતા. અમૃત, કસ્તુરના ભાઇ. દેવગઢના સ્મિતા રમેશ મયેકરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત શાહ, ૧૦૪, લેન્ડ માર્ક કો., શહીદ મંગલ પાંડે રોડ, થાણા (વે.).

રતાડીયા ગણેશવાલાના યોગેશ પ્રેમજી છેડા (ઉં.વ. ૬૬) ૩૦-૬-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. પાનબાઇ પ્રેમજીના પુત્ર. ચંદનના પતિ. વંદના, દેવેન્દ્ર, કાર્તિકના પિતા. સ્વ. કુશાલ, સ્વ. દયા, સ્વ. રતનના ભાઇ. રાયણના સ્વ. સુંદરબેન વેલજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: ચંદન યોગેશ છેડા, એચ/૨, ૫૦૩, પુનમસાગર કોમ્પલેક્ષ, પરીવાર હોટલની ઉપર, સેક્ટર નં. ૯ સામે, મીરા રોડ (ઇસ્ટ).

કોડાયના ભારતીબેન શશીકાંત સાવલા (ઉં.વ. ૭૩) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી કસ્તુરબેન નાગજીના પુત્રવધૂ. શશીકાંતના ધર્મપત્ની. હેરીન, ચિંતનના માતુશ્રી. બિદડાના મઠાબેન છગનલાલ નાનજી ફૂરીયાના સુપુત્રી. રાજેશ, સુરેખા ડો. નિતીન શાહના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શશીકાંત સાવલા, ૧૪૦૪, ભારત ઓપ્ટીમસ, રાધિકા શિવસાગરની ઉપર, માર્વે રોડ, મલાડ (વે).

બગડાના અ.સૌ. કસ્તુર હરીલાલ દેઢિયા (ઉં.વ. ૭૫) તા. ૧-૭-૨૪ના દેહપરિવર્તન કરેલ છે. કાંતાબેન ખીમજી માલશીના પુત્રવધૂ. હરીલાલના પત્ની. ફાલ્ગુની, શિવાની, જીનેનના માતુશ્રી. વડાલાના પાનબાઇ ભવાનજી મેઘજી નીસરના સુપુત્રી. ધીરજ, ભાવના ચંદ્રકાંત, ભારતી શૈલેષના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીલાલ દેઢિયા, બી/૧૯૦૬, રૂનવાલ એલીગેટ, લોખંડવાલા, અંધેરી (વે).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button