મરણ નોંધ

જૈન મરણ

સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
કોલકી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજલાલ મોતીચંદ માંડાવ્યાના સુપુત્ર પ્રકાશભાઇ (ઉં. વ. ૭૧) તા. ૨૯-૦૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. કેજલ-ભાવિન-કવીશ, નામિત-અંકિતા, પાર્શ્ર્વ, શ્રેણિક-નીતી અને આભા-ઋષભ-મિશ્કાના પિતાશ્રી. નેમિશ, બિન્દુબેન અને હર્ષાબેનના મોટાભાઇ. દેવગાણા નિવાસી હાલ સાયન દલીચંદ પરમાનંદ શાહના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૧-૭-૨૪ સોમવારે, બપોરે ૩થી ૬. ઠે. ૩૦૧, અંબે ભવન, પટેલ ચોક, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
ઉરણ નિવાસી હાલ કાંદિવલી સ્વ.પંકજભાઈ રમણીકલાલ સરવૈયાના ધર્મપત્ની ગં.સ્વ હિનાબેન (ઉં. વ. ૫૮) જીલના માતુશ્રી. પૂર્વેશકુમારના સાસુ. ભારતીબેન ગૌરાંગ કાપડીયા, અલકાબેન ચંદ્રકાંત દોશીના ભાભી. સ્વ. ભરત, પ્રશાંત કાંતિલાલ ધરમદાસ, બીના વિજયના બેન. તા.૨૬/૦૬/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦/૦૬/૨૪ રવિવારના ૪:૦૦ થી ૫:૩૦. પાવનધામ, એમ સી એ ગ્રાઉન્ડ પાસે, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ દહિસર સ્વ.મુકતાબેન રતિલાલ કામદારના પુત્રવધૂ અને મહેશ કામદારના ધર્મપત્ની અ.સૌ.મયુરી કામદાર (ઉં. વ. ૬૦). તે કુણાલના માતૃશ્રી. તે કિર્તીભાઇ, આશા વિનોદરાય અવલાણી અને મીના શરદકુમાર શેઠના ભાભી. પિયર પક્ષે મોટા આંકડિયા નિવાસી હાલ બોરીવલી પુષ્પાબેન કાંતિલાલ ઘેલાણીના દીકરી. તા. ૨૮/૦૬/૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટા દેવળીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.ચંપાબેન અને સ્વ.નાથાલાલ હેમચંદ ભીમાણીના સુપુત્ર ભૂપેન્દ્ર (ઉં. વ. ૭૮) શુક્રવાર તા.૨૮.૦૬.૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. મેહુલના પિતાશ્રી. સ્વ.વિમળાબેન ચંદ્રકાંત, સ્વ.જસવંતીબેન નવીનચંદ્ર, જ્યોતિબેન હરીશકુમાર, ભારતીબેન વસંતકુમાર, સ્વ.વિનોદ નાથાલાલના ભાઈ. સ્વસુરપક્ષે પુષ્પાબેન શાંતિલાલ શાહના જમાઈ. ૧, વિદ્યુત, કામા લેન, હંસોટી લેન, ઘાટકોપર (પશ્ર્ચિમ) લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખર હાલે બીજાપુરના રમીલા (ભાનુ) રમણીક વીરા (ઉં. વ. ૭૬) તા. ૨૮-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. જેઠીબાઇ પ્રેમજી હધુના પુત્રવધૂ. રમણીકના ધર્મપત્ની. જીતેન, મીનલના માતુશ્રી. પત્રીના મઠાંબાઇ ખીમજી ઘેલાના પુત્રી. હીરજીભાઇ, કાંતીભાઇ, રમણીક, રતીલાલ, કુંદરોડીના દેવકાંબેન રવજી, વડાલાના જયવંતી હીરજી, સમાઘોઘાના વિમળા હીરજીના બેન. પ્રાર્થના : વિજય કચ્છી ભવન, બીજાપુર. ટા. ૧૦.૩૦ થી ૧૧.૩૦.
ગોધરાના હેમંત ચંદ્રકાંત ગાલા (ઉં. વ. ૬૦) તા. ૨૮-૬-૨૪ના અવસાન પામ્યા છે. દમયંતીબેન ચંદ્રકાંતના પુત્ર. આશાના પતિ. માનસીના પિતા. નાગલપુરના નયના કિશોર, શિલ્પેશના ભાઇ. લુણીના કસ્તુરબેન વસનજી હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. ફોન આવકાર્ય. નિ. હેમંત ગાલા, બી-૧૦૩, ચિરાગ, છેડા પાર્ક, નાલાસોપારા (ઇ.), મું. ૪૦૧૨૦૯.
ભુજપુરના હંસાબેન લીલાધર વેલજી દેઢિયાના સુપુત્રી કુસુમ દોશી (ઉં. વ. ૭૨) તા ૨૮-૬-૨૪ના અરિહંત શરણ થયેલ છે. ગામ ધોળકા હાલે બોરીવલીના સ્વ. કીર્તિકુમારના પત્ની. કેવળીબેન નેમચંદભાઈના પુત્રવધુ. ધવલ અને જયનાના માતુશ્રી. દેવજીભાઈ, શાંતિલાલભાઈ, બેરાજાના લક્ષ્મી લક્ષ્મીચંદ, કારાઘોઘાના હેમલતા (ચિચુ) વિનોદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. રહે. ધવલ દોશી, ૪૦૧, અનઘા બિલ્ડિંગ, વૈશાલી કમ્પાઉન્ડ, ટી પી એસ રોડ, બોરીવલી (પશ્ર્ચિમ), મું ૯૨.
મેરાઉના માતુશ્રી લીનાબેન નાનાલાલ ગાલા (ઉં. વ. ૮૨) તા. ૨૭-૦૬-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી રાણીબેન ઉમરશી દેવજી ધનાના પુત્રવધૂ. નાનાલાલના પત્ની. વિસનગરના માતુશ્રી શારદાબેન બાબુલાલ ગાંધીના સુપુત્રી, રાજીવ, અમીષીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: શ્રી નાનાલાલ ગાલા, પ્લોટ નં. ૨૧૭, શ્રી નિકેતન, ફ્લેટ નં. ૭, તમીળ સંગમ રોડ, સાયન (ઈસ્ટ), મું-૨૨.
છસરાના માતુશ્રી ખેતબાઇ વીરજી ફુરીયા (ઉં. વ. ૯૪) તા. ૨૮-૬-૨૪ના અવસાન પામેલ છે. વીરજીના ધર્મપત્ની. ચાંપઇબાઇ મોનાના પુત્રવધૂ. ગુંદાલાના ભચીબાઇ કરમશી ગેલાના પુત્રી. દામજી, કાંતીલાલ, નિર્મળા, ભારતી, પ્રેમીલા, ભાનુના માતુશ્રી. ગુંદાલાના ખીમજી, વીરજી, મગન, બારોઇના લક્ષ્મીબેન રામજીના બેન. પ્રાર્થના: ક.વિ.ઓ. સ્થા. જૈન મહાજન વાડી, વોલ્ટાસ ઘરની સામે, ચીંચપોકલી, મું. ૧૨. ટા. ૩ થી ૪.૩૦. નિ. દામજી ફુરીયા, ન્યુ વર્ધમાન, સોડાવાલા લેન, બોરીવલી (વે.), મું. ૯૨.
પ્રાગપુરના મંજુલાબેન ચુનીલાલ વાલજી ખીમસીયા (ઉં. વ. ૬૮) તા. ૨૮-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ચુનીલાલના પત્ની. દેવકાબેન વાલજીના પુત્રવધૂ. હાર્દિક, અમીના માતુશ્રી. ભુજપુરના સ્વ. જીવીબેન પ્રેમજી લખમશીના પુત્રી. સ્વ. જાદવજી, કાંતીલાલ, સ્વ. હરખચંદ, સ્વ. કસ્તુર, સ્વ. ભાનુ, સુશીલા, પત્રીના હીના કિશોરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હાર્દિક ખીમસીયા, બી-૪૦૩, આકાશ ટાવર, શ્રી પ્રસ્થા રોડ, નાલાસોપારા (વે.) ૪૦૧૨૦૩.
ગઢશીશા હાલે જબલપુરના મંજુલાબેન પદમશી નાગડા (ઉં. વ. ૮૫) તા. ૨૭-૬-૨૪ના અવસાન પામેલ છે. મમીબાઈ/મઠ્ઠીબાઇ / હીરાબેન મણશી સામતના પુત્રવધૂ. પદમશીના પત્ની. ગિરીશ, ભરતના માતુશ્રી. દેવપુર કુંવરબેન લીલાધર મેઘજી મોતાના સુપુત્રી. લક્ષ્મીચંદ, ચંદ્રકાંત, મણીબેન ગાંગજી, ચંદન નરશી, ગઢશીશા વેલબાઇ શામજી, ગોધરા જયાબેન વિશનજી, કોટડા (રોહા) દેવયાની વીરેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ગીરીશ નાગડા, ૧૩૨૭ રાઇટ ટાઉન, જબલપુર – ૪૮૨ ૦૦૨.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
કોઠ ગાંગડ નિવાસી હાલ બોરીવલી સ્વ.કીર્તિભાઈ નેમચંદભાઈ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. કુસુમબેન દોશી (ઉં. વ. ૭૨) ધવલભાઈ તથા જયનાબેનના માતા. રીનાબેન દોશી તથા પ્રમિતકુમાર શાહના સાસુ. હર્ષ, ઋષભ તથા પરમના બા. પિયરપક્ષે સ્વ.લીલાધર વેલજી દેઢિયાના સુપુત્રી. તા. ૨૮.૬.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે . પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૪૦૧ અનઘા, વૈશાલી કમ્પાઉન્ડ, ટી પી એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગજાભાઈની વાવડીવાળા હાલ મીરારોડ સ્વ. હઠીચંદ હરજીવનદાસ શાહના સુપુત્ર પરેશભાઈ (ઉં. વ. ૫૪) તા. ૨૮/૦૬/૨૪ના અરીહંતશરણ પામેલ છે. જયશ્રીબેનના પતિ. નિકીતા અને યશવીના પિતાશ્રી. મહેન્દ્રભાઈ (બકુલભાઈ), રાકેશભાઈ, સ્વ. જ્યોતિબેન કિશોરકુમાર, રેખાબેન વિક્રમકુમારના ભાઈ. ઉમરાળાવાળા હાલ ઘાટકોપર સ્વ.અનોપચંદ જગજીવનદાસ દોશીના જમાઈ. બંને પક્ષ તરફથી સાદડી તા. ૩૦/૦૬/૨૪ના રવિવાર ૩ થી પ. શ્રી માધુરી બિલ્ડીંગ, સેક્ટર નંબર ૭, ડી૧૩ બિલ્ડીંગ હોલ, અદાણી કલેકશન સેન્ટરની બાજુમાં, મીરારોડ (પૂર્વ).
ઝાલાવાડ જૈન શ્ર્વે. મૂ. પૂ.
વઢવાણ શહેર નિવાસી હાલ બોરીવલી ધીરજલાલ ચંદુલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. નિર્મળાબેન (ઉં. વ. ૮૩) તા. ૨૯.૦૬.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભૂપેશ, તૃપ્તિ રાકેશકુમાર ચેતન પારૂલ, રૂપલ કેતનકુમારના માતુશ્રી. હસમુખભાઈ – કુસુમબેન તથા સૂર્યકાંતભાઈ – સ્વ. પ્રેમિલાબેનના ભાભી. વંદિત, ક્રિમ્પી, ફેનીલ, યેશા, જીનલ ઋષભકુમાર, ભવ્યા તથા પૂ. મુ. શ્રી જીનાજ્ઞાશેખર વિજય મ.સા.ના સાંસારિક દાદી અને પિયરપક્ષે હાલ બોટાદ શાંતાબેન જેમલદાસ નાનચંદ શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ:- ૪૦૧, સી- વૈભવ બિલ્ડિંગ, જાંબલી ગલી, ફેક્ટરી લેન, બોરીવલી (વેસ્ટ).
ઝાલાવાડી દશા સ્થા જૈન
પાણશીલા નિવાસી હાલ બોરીવલી સ્વ.મનસુખલાલ નાગરદાસ શાહના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. ૮૭) તા. ૨૮/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રાજુભાઈ, સ્વ.ચેતન, શૈલેષ, જયશ્રી. પારૂલ, તથા લીંબડી ગોપાલ સંપ્રદાયના પુ ધૈર્યતાબાઈ મસાના માતુશ્રી. સ્વ.ચંદ્રકાન્તભાઈ, દેવાંશુભાઈ, ક્લપના, નૂતન તથા સોનલના સાસુ. સ્વ. ન્યાલચંદભાઈ, સ્વ.ભુરીબેન, સ્વ.કંચનબેનના ભાભી. પિયરપક્ષે રંગપુર નિવાસી સ્વ. ડુંગરશી જીવણભાઈ મહેતાલીયાના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker