મરણ નોંધ

જૈન મરણ

મૂળ ગોેંડલ, હાલ-વિલેપાર્લે નિવાસી સ્વ. રજનીકાંત તુલસીદાસ દોશીના પત્ની ગં.સ્વ. મધુબેન (ઉં.વ. ૭૬) તા. ૨૩-૬-૨૪ના રવિવારે અમેરિકા મુકામે સ્વામિનારાયણ ભગવાનના શરણ પામેલ છે. તે ઉર્મિબેન જીતેશભાઈ જસાપરા અને સ્વ. ઉમંગભાઈ દોશીના માતુશ્રી. અર્નવ અને અનુષ્કાના નાની. સ્વ. ગુલાબચંદ મોતીચંદ દોશીના સુપુત્રી. સ્વ. મનુભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. મનહરભાઈ, અરૂણભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. મૃદુલાબેન, સ્વ. સુભદ્રાબેન, સરલાબેન તથા હંસાબેનના ભાભી. સ્વ. હસમુખભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. લલિતભાઈ, પ્રદીપભાઈ, સ્વ. કુસુમબેન તથા સ્વ. રમાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.

વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડિયાના ધનજી ગાલા (ઉં.વ. ૬૭) સોમવાર, તા. ૨૪-૬-૨૪ના અવસાન પામેલ છે. પાલઈબેન ગેલા વાલજીના પુત્ર. ઝવેરબેનના પતિ. રાજેશના પિતા. હેતલના સસરા. ભીમશી, રવજી, રમણીક, દિવાળી, અમૃતના ભાઈ, વાલીબેન રામજી ઉગમશી ગડાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૮-૬-૨૪ ૨.૩૦થી ૪.૦૦ સ્થળ: યોગી સભાગૃહ, સ્ટેશન રોડ, દાદર-(ઈસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. વીરજી ગાલા (ઉં.વ. ૬૩) રવિવાર, તા. ૨૩-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. મુરઈબેન શંભુભાઈ વાલજી ગાલાના પુત્ર. ગં.સ્વ. દમયંતિબેનના પતિ. ભાવેશ, ડિમ્પેલના પિતા. ફોરમ, પિંકેશના સસરા. જીયાંશના દાદા. સ્વ. વિશાબેન રામજી ગોપાલ ગડાના જમાઈ. પ્રાર્થનાસભા એમ.એમ.પ્યુપલ્સ સ્કૂલ, ખાર, પોલીસસ્ટેશનની બાજુમાં, એસ.વી. રોડ-ખાર (વેસ્ટ). સમય: ૩.૦૦થી ૪.૩૦.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભદ્રાવળ નિવાસી હાલ વિલેપાર્લે પરમાનંદદાસ અમૃતલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. સુશીલાબેન તા. ૨૭-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રતિલાલ અંબાલાલ સેલુગરના દીકરી. અનિલ-અમિતના માતુશ્રી. રેનુ-મોનાના સાસુ. ધ્વનિ, ઋતુ, કરણ, ફિલિશા, રાહુલ, મોનિષ, એવન, ધૈર્ય, અનંદિતાના દાદી. પ્રાર્થનાસભા તા. ૩૦મી જૂને ૧૦થી ૧૨. ઠે. જલારામ હોલ, જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).

સંબંધિત લેખો

દશાશ્રીમાળી સ્થા. જૈન
સ્વ.મગનલાલ જગજીવનદાસ દોશી (ધારી) તથા સ્વ.સવિતાબેન દોશીના સુપુત્ર હરેનભાઈ (ઉં. વ. ૭૬) હાલ અંધેરી તે સ્વ.ગીતાબેનના પતિ. સ્વ.મુકુંદભાઈ તથા અરવિંદભાઈના નાના ભાઈ. તે પંકજ-નેહા તથા જીતેન-મેઘાના પિતા. શશીકાંતભાઈ તથા સુરેશભાઈ મહેતા (રાજકોટ)ના વેવાઈ. તા. ૨૫-૬-૨૪ મંગળવારના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા.૨૯-૬-૨૪ શનિવારના ૪:૦૦ થી ૬:૦૦. ગુજરાતી સમાજ ભવન, આદર્શનગર, લોટસ પેટ્રોલ પંપની સામે, લિંક રોડ, અંધેરી (વેસ્ટ).

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લખતર નિવાસી હાલ બોરીવલી, શાંતિલાલ કેશવલાલ સંઘવી (ઉં. વ. ૧૦૪) સ્વ.પુષ્પાબેનના પતિ. સ્વ જગજીવનદાસ અને સ્વ.ચંપાબેન શાહના ભાઈ. ઇલાબેન દિનેશચંદ્ર શાહ, ફાલ્ગુની નિખિલભાઇ વોરા અને તેજલ હિતેશભાઈ શાહના પિતા. અંજલી ઉમેશકુમાર શાહ, નિલેશ, શીતલ, મૌલિક, શિવાની, આગમ, ખુશલ, હેતાંશી અને જૈનમના નાના. સ્વ નાથુભાઈ કાલિદાસ જરીવાલાના જમાઈ તે તા. ૨૬-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ક.દ.ઓ. જૈન
ગામ સાયરા હાલ ડોમ્બીવલી સ્વ.પુરબાઈ શામજી મોમાયા (મેગણ)ના પુત્રવધૂ સૌ. ઈન્દીરાબેન મોમાયા (ઉં. વ. ૭૩) તા.૨૬ જુન ૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. લક્ષ્મીચંદ શામજી મોમાયાના પત્ની. માતુશ્રી રતનબેન નારાણજી ગોવિંદજી લોડાયા ગામ જખૌ (કલકત્તાવાળા)ની દીકરી. જીતેન્દ્ર , મુકેશ, હંસાના માતુશ્રી. અમીષા તથા હરીશભાઈ સાવલાના સાસુ. મણીલાલ, માણેકજી, પ્રેમચંદ, કાંતાબેન તથા મધુરીબેન ભવાનજી રતનશી પોલડીયા, ડુમરાના ભાભી/ ભોજાઈ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર સંદતર બંધ છે.

વીસા મેવાડા દિગંબર જૈન
પાદરા નિવાસી હાલ વડોદરા ઠાકોરલાલ જેઠાલાલ શાહ અને ગુણવંતી શાહના સુપુત્ર હિતેશ શાહ હાલ મુંબઈ (ઉં. વ. ૫૫) તા. ૩૦-૦૬-૨૦૨૩ના અરિહંતશરણ થયા છે. તે અલકાબેનના પતિ. ધ્રુવિતના પિતા, રિયાના સસરા. રાજેશના મોટાભાઈ. સ્વ. રમેશચંદ્ર ભોગીલાલ શાહ અને ઊર્મિલાબેન (વસોવલા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૯-૭-૨૪ના ૧૦ થી ૧૨. શ્રી વર્ધમાન સ્થનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ (મોટો ઉપાશ્રય), એસ વી રોડ, પારેખ લેન, કાંદિવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
રતાડીયા (ગણેશવાલા)ના અમૃતલાલ જગશી ડુંગરશી છેડા (કચ્છમાં) (ઉં. વ. ૭૦) તા. ૨૫-૫-૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. ગંગાબેન જગશી ડુંગરશી છેડાના પુત્ર. સ્વ. ખુશાલ, સ્વ. નિર્મળાના ભાઇ. વડાલાના લક્ષ્મીબેન ગાંગજી ગાલાના દોહીત્રા. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ધીરજ હંસરાજ છેડા, ધન મહલ, ૬૦૪, ૬ઠ્ઠે માળે, એન.એસ. સ્કુલની સામે, એસ.વી.રોડ, મલાડ (વેસ્ટ).

નારાણપુરના સંજય કુંવરજી ગડા (ઉં. વ. ૫૩) તા. ૨૫-૬-૨૪ના અવસાન પામ્યા છે. નવલબેન કુંવરજી ગડાના સુપુત્ર. ટીનાના પતિ. નૈતિકના પિતા. નયન, ભાવનાના ભાઈ. તારાબેન મૂલચંદના જમાઈ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. પ્રા. શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન મુંબઈ સં. શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ) ટા. ૨ થી ૩.૩૦.

મોટા આસંબીયાના રૂક્ષ્મણીબેન લાલજી ગાલા (ઉં. વ. ૭૬) તા. ૨૬-૬-૨૪ના અવસાન પામેલ છે. લાલજીના ધર્મપત્ની. હીરબાઇ નથુ નેણશી ગાલાના પુત્રવધૂ. ગામ: ભુજપુરના મણીબેન કાનજી વેરશી દેઢીયાના પુત્રી. લતા, પ્રફુલ્લ, હરેશના માતુશ્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. એડ્રેસ : પ્રફુલ્લ ગાલા, ૩૧૦, સી વિંગ, યમુનાબાઇ કો.હા. સોસાયટી, યમુનાબાઇ પાડા, બચ્ચાનીનગર રોડ, ચીલ્ડ્રન્સ એકેડમી સ્કુલની બાજુમાં, મલાડ (ઇ.).

કોડાયના લાલજી ચાંપશી લાલન (ઉં. વ. ૭૮) તા ૨૫-૬-૨૪ના અવસાન પામેલ છે. નેણબાઈ ચાંપશી કેશવજીના પુત્ર. ઉર્મિલાબેનના પતિ. પ્રીતિ, રાજેશ, સંજયના પિતા. કલ્યાણજી, વિશનજી, બાબુ, રતિલાલ, લક્ષ્મીબાઈ, પાનબાઈ, હેમલતાના ભાઈ. રામાણીયાના તેજબાઈ લીલાધરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: સંજય લાલન, બી-૨/૩૦૧ લોક એવરેસ્ટ ટી.એસ.એચ. જે. એસ.ડી રોડ, મુલુંડ (વે.).

લાકડીયાના ધનજી ગેલાભાઈ ગાલા (ઉં. વ. ૬૭) તા. ૨૪-૬-૨૪ના અવસાન પામેલ છે. પાલઈબેન ગેલાભાઈના પુત્ર. ઝવેરબેનના પતિ. રાજેશના પિતા. ભીમશી, રવજી, રમણીક, દિવાળી, અમૃતના ભાઈ. વાલીબેન રામજી ઉગમશી ગડાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, સ્ટેશન રોડ, દાદર (ઇ) ટા. ૨.૩૦ થી ૪. નિ. રાજેશ ગાલા, ૧૫૦૨, બાલાજી શરણ, ભવાની ખીમજી રોડ, માટુંગા (સે.રે.) મું.૧૯.

પ્રભાસ પાટણ વીશા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ વિલેપાર્લા ડૉ. શશીકાંત વંદ્રાવન શાહ (ઉ.વ. ૮૪) તા.૨૬-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નયનબેનના પતિ, સ્વ.મણીબેન, સ્વ.જવલબેન, સ્વ. સુશીલબેનના ભાઈ, કલ્પેશ તથા સોનલના પિતા, રીટાબેન તથા સંજયભાઈના સસરા, સ્વ. પાનાચંદ જેઠાભાઈના જમાઈ, વરૂણ તથા નિધીના દાદા, ઠેકાણું- એ-૪૦૨, વેસ્ટ વ્યુ બિલ્ડિંગ, બજાજ રોડ, વિલે પાર્લા વેસ્ટ, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વેરાવળ (આદ્રી) નિવાસી હાલ પાર્લા સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ.પ્રૅમજી ખુશાલ શાહના સુપુત્ર જયંતીભાઈ (ઉં.વ.૮૫), તે સરોજબેનના પતિ, સ્વ.હરકિશનભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ.સુરેશભાઈ તથા જગતભાઈ, સ્વ.નિર્મળાબેન, સ્વ. ઉષાબેન, ચંદ્રિકાબેન તથા હર્ષદાબેનના ભાઈ, તે સ્વ.સુભદ્રાબેન તથા સ્વ.દેવીદાસભાઈ શાહના જમાઈ, નલિનીબેન પદ્મકાન્તભાઈ, હંસાબેન તથા પ્રકાશભાઈના બનેવી, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ શીવલાલ છગનલાલ ખેતાણી, ઉ.વ. ૯૪, તે સ્વ.મંગળાબેનના પતિ, ભાઈચંદ કમળશી ઝાટકિયાના જમાઈ, ખુશાલભાઈ, નવીનભાઈ, જયશ્રીબેન વિજયકુમાર મહેતા, વંદના ઘનશ્યામ રાઠોડ, ચેતના હરીશ તળકરના પિતાશ્રી, ચિ. શીલ્પા, ચિ. હર્ષાના સસરા તથા ઈશાન, દેવાંશીના દાદા, બુધવાર તા. ૨૬-૬-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button