મરણ નોંધ

જૈન મરણ

શ્રીમતી લત્તાબેન શાહ (ઉં. વ. ૮૭) જોરાવર નગર હાલ મુંબઈ નિવાસી શુક્રવાર ૧૪-૬-૨૪ના અરિહંતશરણે પામેલ છે. તે સ્વ. નરોત્તમદાસ મણીલાલ શાહના ધર્મપત્ની. સમીર, અમીત અને નિકીતાના માતુશ્રી. શીતલ, સ્મીતા, દિવાકરભાઈના સાસુ. નિકેત, મોક્ષા, હિરલ અને દષ્ટિના દાદી. પ્રેરક અને મનાલીના નાની તથા ચિંતન, પાર્થ, ચિરાગ, કનીકા, સીમોની અને સ્મીતના મોટાસાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ ઘાટકોપર કોકિલા શાહ (ઉં. વ. ૭૩) તા. ૧૫-૬-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. સુરેન્દ્રભાઇ ત્રિભુવનદાસ શાહના ધર્મપત્ની. તે રાજેશ, દિપાલી, મેહુલના મમ્મી. તે કાજલ, અજયકુમાર અને વિમલકુમારના સાસુ. તે જયોતિબેન અરવિંદભાઇ શાહના દેરાણી. પ્રવીણભાઇ અને સવિતાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ રાઘવજી શેઠ (જેસર)ની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૧૦૧, કૈલાશ આશિષ, ૬૦ ફીટ રોડ, પારસ સ્ટોરની સામે, ઘાટકોપર (ઇસ્ટ).

દશા શ્રીમાળી દિગંબર જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર શરદચંદ્ર ભોગીલાલ દોશી (ઉં. વ. ૭૪) તે સ્વ. શારદાબેન ભોગીલાલ દોશીના સુપુત્ર ૧૪-૬-૨૪ને શુક્રવારના દેહપરિવર્તન કરેલ છે. તે (સ્વ. પ્રિતીબેન) તથા પદ્મીનીબેનના પતિ. તે ચિં. રાહુલ તથા પરિનના પિતાશ્રી. અ.સૌ. રિયા અને સંકેતના સસરા. તે સ્વ. રજનીભાઈ, સ્વ. રમેશભાઈ, મયુરભાઈ, હંસાબેન, સ્વ. ઈલાબેન, ભારતીબેન અને ચંદ્રીકાબેનના ભાઈ. તે તળાજા નિવાસી ગુલાબચંદ મગનલાલ મહેતા અને દામનગર નિવાસી નંદલાલ મોહનલાલ અજમેરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી જૈન
દામનગર નિવાસી, હાલ ડોંબિવલી, વિરેન્દ્ર ભાયાણી (ઉં. વ. ૬૪) તે નયનાબેનના પતિ અને ચી. નીરવ તથા ચી. આકાશના પિતાશ્રી. સ્વ. હંસાબેન તથા સ્વ. ચંદુલાલ રાઘવજી ભાયાણીના પુત્ર. શ્રી ઉપેન્દ્ર, શ્રી હિતેન્દ્ર, અ.સૌ. રીટાબેન મનોજભાઈ મહેતા તથા અ.સૌ. વર્ષાબેન હિમાંશુભાઈ દેસાઈના ભાઈ. અ.સૌ. વિણાબેન તથા અ.સૌ. હીનાબેનના જેઠ. તેઓ શ્રી રાયપુર નિવાસી સ્વ. મણિલાલ નરભેરામ મહેતા અને જસવંતીબેનના જમાઈ ૧૩ જૂન ૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૬ જૂન ૨૦૨૪ રવિવારે ૪ થી ૬. પ્રાર્થનાસભા સ્થળ: માધવાશ્રમ મંગલ કાર્યાલય, રઘુવીર નગર, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂર્વ).

સંબંધિત લેખો

ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
વરતેજ નિવાસી હાલ બેંગલોર શૈલેષભાઈ ફત્તેચંદભાઈ શાહ (ઉં. વ. ૬૩) બુધવાર ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ તરલાબેનના સુપુત્ર. અર્ચનાબેનના પતિ. સિધ્ધાંત તથા પરમના પિતાશ્રી. કેલ્લીએનના સસરા. બિંદુબેન તથા કલ્પેશભાઈના મોટાભાઈ. અરુણાબેન શશીકાંતભાઈ શેઠ જામનગરવાળાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મુ. જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ બોરીવલી સ્વ.રંજનબેન તથા શૈલેષભાઇ ચીમનલાલ શાહના પુત્રવધૂ. અ.સૌ. દિપાલી દુષ્યંત શાહ (ઉં. વ. ૪૭) તે ૧૦/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દર્શિલ તથા અક્ષતના માતુશ્રી. સંજયભાઈ તથા નિમેષભાઈના ભાઈના પત્ની. પિયરપક્ષે ભાવનગરવાળા ભારતીબેન તથા રસીકલાલ કાંતિભાઈ દફતરીના દીકરી. સ્વ.વૈભવ તથા તેજસના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશાશ્રીમાળી સ્થાનકવાશી જૈન
મોરબી (રંગપર) નિવાસી હાલ અમદાવાદ અ.સૌ. મીતાબેન (મંજુબેન)(ઉં. વ.૭૫)જીતેન્દ્રભાઈ દફતરીના ધર્મપત્ની તા.૧૪/૦૬/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મધુકાંતાબેન રતિલાલ ભગવાનજી દફતરીના પુત્રવધૂ. હેતલ હિતેશ શાહ, અરની ધર્મેશ મહેતા, ભૈરવી અમિત દોશીના માતુશ્રી. મિહિર, રાજ, ચાહતના નાની. પિયરપક્ષે પ્રેમકુંવરબેન ખીમચંદ ગુલાબચંદ દોશીના પુત્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વહેવાર બંધ રાખેલ છે. (ચક્ષુ દાન કરેલ છે).

પાટણ વીશા પોરવાળ જૈન
સોની વાડો, ઊંચી પોળ નિવાસી, હાલ લોખંડવાલા, અંધેરી ઉષાબેન નવનીતભાઈ શાહ, (ઉં. વ. ૭૯) તે નવનીતભાઈના પત્ની. ચેતન, મનીષના મમ્મી. હેતલ અને મંજરીના સાસુ. પુજા, પ્રિશા, દેવ, દિશાના દાદી તા. ૧૩/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણના ફેનીલ હરેશ ગાલા (ઉં. વ. ૨૬) તા. ૧૪-૬-૨૪ના અવસાન પામેલ છે. મણીબેન, શામજીના પૌત્ર. હંસા હરેશના પુત્ર. ભાવિનના ભાઇ. મેઘબાઇ લખમશી ભાણજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : હરેશ શામજી ગાલા, બ્રિઝા, એચ-૭૦૨, એંકર પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઇ.)

ભુજપુર હાલે નાલાસોપારા વલ્લભ ખીમજી શ્રીપાળ દેઢિયા (ઉં. વ. ૫૮) તા. ૧૪-૬-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન ખીમજી શ્રીપાળના પુત્ર. પ્રીતિના પતિ. ચાર્મી, ધ્વની, ધૂનના પિતાશ્રી. રમણીક, શોભન, ચેતનાના ભાઇ. મુક્તાબેન વિરચંદ લાલજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : વલ્લભ દેઢીયા, બી-૦૫ સાઈ વંદન કો.સો, તુલીંજ રોડ, કેએમપીડી સ્કૂલની પાસે, નાલાસોપારા (ઈસ્ટ).

મો. ખાખરના જયેશ ગંગર (ઉં. વ. ૬૩) તા. ૧૩-૬-૨૪ના અવસાન પામ્યા છે. રેખાબેન રતીલાલના પુત્ર. રંજનના પતિ. સર્વેશ, શ્રુતિના પિતા. પનીશ, સ્વ. પરેશના ભાઈ. સાકરબેન પ્રેમજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સર્વેશ ગંગર, જે૨/૧૫, એએમએનએસ ટાઉનશીપ, હઝીરા રોડ, હઝીરા, સુરત ૩૯૪૨૭૦.

ગોધરાના ડો. કાંતીલાલ મેઘજી નાગજી સંગોઇ (ઉં. વ. ૮૫) તા. ૧૪-૦૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન મેઘજીના નાગજીના સુપુત્ર. લીલાવંતીના પતિ. રાજીવ, નિમિષના પિતા. સ્વ. પ્રભા, સ્વ. મણી, કસ્તુરના ભાઇ. નાંગલપુરના રતનબેન ડો. હીરાલાલ શીવજી ફુરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : ડો. કાંતીલાલ સંગોઇ, ૭૦૩/બી, સચદેવ કોમ્પલેક્ષ, જંગલ મંગલ રોડ, ભાંડુપ (વે.).

સોરઠ વિશા શ્રીમાળી જૈન
થાણા દેવડી નિવાસી હાલ પૂના ગં.સ્વ.દિપ્તીબેન કિરણકુમાર શાહ (ઉં. વ. ૫૮) તા ૧૧.૬.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.કાંતિલાલ હેમચંદ શાહના પુત્રવધૂ. તેજસ, તપનના માતોશ્રી. ભાવિકાના સાસુ. પ્રેક્ષાના દાદી. ગં.સ્વ.ભાવનાબેન હસમુખ પારેખ (સરદારગડ)ની દિકરી. ગં. સ્વ. નમિતાબેનના દેરાણી. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button