મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઇના હંસરાજ કુંવરજી ગડા (ઉં.વ. ૬૪) તા. ૧૨-૬-૨૪ના અવસાન પામેલ છે. કેશરબાઈ કુંવરજીના પુત્ર. ભારતીના પતિ. કોમલ, તન્વીના પિતાશ્રી. ગાંગજી, કાનજી, સામજી, લાલજી, ચાંગડાઈ પાનબાઈ વલ્લભજી, બાંભડાઈ કસ્તુર ઉમરશી, ડુમરા નિર્મલા ધીરજના ભાઈ. દેઢીયા લક્ષ્મીબાઈ કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભારતી ગડા, ૫/૧૦૧, પુનિત નગર, સાવંતપાર્ક, અંબરનાથ (ઇ).

પ્રતાપુર હાલે બારોઈના કિરીટ કેશવજી વોરા (ઉં.વ. ૫૮) ૧૧-૬ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કેશવજીના પુત્ર. મીનાના પતિ. વીરના પિતા. પ્રવિણ, બારોઈના પ્રભા માવજી, ભુજપુરના સ્વ. જયેન્દ્રા મહેન્દ્ર, ના.ખાખરના મંજુલા વ્રજલાલ, ડેપાના કુસુમ પરેશ, ના.તુંબડીના પ્રીતી જયેશના ભાઈ. સુમન વિશ્ર્વાસ ભાલેરાવના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પ્રવિણ વોરા, બી-૫૧૧, અનંત રિજન્સી, મદન માલવિયા રોડ, મુલુંડ (વે).

ફરાદીના રસીક મુરજી સાવલા (ઉં.વ. ૬૮) ૧૧-૬-૨૪ના મૃત્યુ પામેલ છે. કુંવરબાઇ મુરજી વેરશીના પુત્ર. પ્રભાના પતિ. નીતાના પિતાશ્રી. તલકશી, જયંતીના ભાઇ. ઝવેરબેન કલ્યાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રસિક સાવલા, સંગમ એપાર્ટમેન્ટ, રૂમ નં. ૨, (શાંતિનગર), કિશન નગર નં. ૪, રોડ નં. ૨૭. વાગલે ઇસ્ટેટ, થાણા (વેસ્ટ).

બિદડા (ગેલાણી ફરીયો)ના અ.સૌ. પ્રેમીલાબેન ખુશાલ છેડા (ઉં.વ. ૭૨) તા. ૧૧-૬-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ ભવાનજી વેલજીના પુત્રવધૂ. ખુશાલના ધર્મપત્ની. સોનલ, મિનલ, હેતલ, અવનીના માતુશ્રી. કુંદરોડીના ગંગાબાઈ જાદવજી વોરાના સુપુત્રી. જીતેન્દ્ર, કુંદરોડી શાંતાબેન દામજીભાઈ એંકરવાલા, બિદડા લીલા રમણીક રામજીના બેન. પ્રા: માટુંગા ક.શ્વે. મૂ.જૈન સંઘ : નારાણજી શામજી વાડી (માટુંગા). ટા. ૪ થી ૫.૩૦.

સોરઠ વિશાશ્રીમાળી જૈન
થાણાદેવડી નિવાસી હાલ પુના ગં.સ્વ. દિપ્તીબેન કિરણકુમાર શાહ (ઉં.વ. ૫૮) તા ૧૧-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ હેમચંદ શાહના પુત્રવધૂ. તેજસ, તપનના માતોશ્રી. અ.સૌ. ભાવિકાના સાસુ. ચિ. પ્રેક્ષાના દાદી. ગં.સ્વ. ભાવનાબેન હસમુખ પારેખ (સરદારગડ)ની દિકરી. ગં.સ્વ. નમિતાબેન જયેશભાઈ શાહના દેરાણી. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ દલતુંગી, હાલ ડોમ્બીવલી (વે)ના માતુશ્રી રંજનબેન માલદે (ઉં.વ. ૭૯), બુધવાર, તા. ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધનબાઈ કેશવજી નાયાભાઈ માલદેના પુત્રવધૂ. તે સ્વ. જયંતિલાલ માલદેના ધર્મપત્ની. ભરત, ચેતના, પરેશના માતુશ્રી. લલિતા, જ્યોતિ, સ્વ. અજય ગોવિંદજી ખોનાના સાસુ. સ્વ. અશોકભાઈ, હસમુખભાઈ, વસંતભાઈ, સ્વ. સરોજબેન માણેકજી, ગ.સ્વ. શોભનાબેન નવીનચંદ્ર, સ્વ. શગુણાબેન મણીલાલ, અ.સૌ. મધુબેન ચંદ્રકાંત, અ.સૌ. સરલાબેન લક્ષ્મીચંદના ભાભીશ્રી. માવતર પક્ષે ગામ મોટી ખાવડીના સ્વ. માતુશ્રી પુરબાઇ રૂપસી પદમશી લોડાયા (ભાભાવાળા)ના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થના શુક્રવાર, તા. ૧૪-૬-૨૪ના ૩:૦૦ થી ૪:૩૦. સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, માધવ આશ્રમની બાજુમાં, ડોમ્બીવલી (ઈ).

પારડી દશા શ્રીમાળી જૈન
પારડી નિવાસી હાલ મુંબઈ શ્રીમતી કોકીલાબેન શ્રોફ (ઉં.વ. ૮૬), તે સ્વ. પુરણભાઈ સ્વરૂપચંદ્ર શ્રોફના પત્ની. સ્વ. પ્રવીણચંદ્ર અને સ્વ. કુમુદબેન કાપડીયાના પુત્રી. દીનેશભાઈ કાપડીયા અને હંસાબેન દફતરીના બહેન. સોનલબેન અને સંજયના માતુશ્રી. રાહુલભાઈ તથા જુલીના સાસુ. દીવ્યાંગ, આકાંક્ષા, જિનાલી અને પ્રીયમના દાદી. કેતુલ, સોનમ અને આશીકાના નાની બુધવાર, તા. ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા સા. કુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રમણીકલાલ જાદવજી મહેતાના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૯૦) બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે રાજુભાઇ (આર.આર.) મનિષભાઇ, ભારતીબેન, રાજુલબેન, મીતાબેન, ઇલાબેન, તેજલબેનના માતુશ્રી. તે અ. સૌ. કેતકીબેન. અ. સૌ. આશાબેન સ્વ. જશવંતરાય શાહ, અરવિંદકુમાર દોશી, મધુકર સલોત, સ્વ. પંકજકુમાર શાહ તથા અતુલકુમાર ઝવેરીના સાસુજી. તે વિશ્ર્વા યશકુમાર દોશી, જીનાલી બીનીતકુમાર શાહ, કરણ તથા જીનાંગના દાદી. વિહાના તથા લયમના નાની. પિયર પક્ષે નાગરદાસ હરજીવનદાસ દોશી (જીરાવાલા)ના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
ટીકર રણ નિવાસી હાલ માટુંગા સ્વ. ધીરજલાલ કીરચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ંઉં. વ. ૭૨) તા. ૧૧-૬-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે અનિતાબેન, ભાવેશ તથા હીરેનના માતુશ્રી. ચેતનકુમાર, પારૂલ અને નિશાનાં સાસુજી. પિયરપક્ષે અમૃતલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી. સ્વ. નટવરભાઇ, ઇન્દ્રકુમાર, ભરતભાઇ, લીલાબેન અને પ્રતિભાબેનના ભાભી. કિંજલ આગમકુમાર શાહ, વૃદ્ધિ અને દેવાંશના દાદીમા. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ના શનિવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. એસ. એન.ડી. ટી. હોલ, રફી અહમદ કિડવાઇ રોડ, માટુંગા (સે.રે.), લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સ્થા. દશા શ્રીમાળી જૈન
બોરડી પીપરડી નિવાસી હાલ કાંદિવલી જયોતિબાલા અતુલકુમાર શાહના નાના પુત્ર આશિષ શાહ (ઉં. વ. ૪૫) તે હેતલના પતિ. ક્રિતિકા તથા આરુષના પિતા. મંજુલાબેન પંકજભાઇ પંચાલના જમાઇ. નિતેશ તથા રિતેશના નાના ભાઇ. હિના તથા અલ્પાના દિયર બુધવાર, તા. ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, કાંદિવલી (પ).

ધાનેરા મૂ. પૂ. દેરાવાસી જૈન
ધાનેરા નિવાસી હાલ વાલકેશ્ર્વર અ. સૌ. કવિતા સવાણી (ઉં. વ. ૫૬) તે રશ્મિકાંત જયંતિલાલ સવાણીના ધર્મપત્ની. તે વિધી અને મિશિકાના માતુશ્રી. તે ઋષાંગ મહેતા અને નમન ગાંધીના સાસુ. તે સ્વ. જયંતીલાલ કકલદાસ સવાણી તથા સ્વ. તારાબેન જયંતીલાલ સવાણીના પુત્રવધૂ. તે સ્વ. કિર્તિકાંત છબીલદાસ તલસાણીયા તથા સ્વ. મંજુલાબેન કિર્તિકાંત તલસાણીયાની સુપુત્રી. તે રુહાની અને નાવ્યા ઋષાંગ મહેતાની નાની. તા.૧૦-૬-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ મુંબઇ-સુરત માતુશ્રી પુષ્પાબેન શાહ (ઉં. વ. ૭૧) તા. ૧૨-૬-૨૪ના સુરત મુકામે અરિહંતશરણ પામેલ છે. સ્વ. દામોદરદાસ નાગરદાસ શાહના ધર્મપત્ની. મેહુલભાઇ, શૃંગાલીબેન, રૂષભભાઇના માતુશ્રી. અ. સૌ. એકતાબેન, જીજ્ઞાબેનના સાસુ. સ્વ. કાંતાબેન ફતેહચંદ મહેતા, સ્વ. નિર્મળાબેન મનસુખલાલ મહેતા, અ. સૌ. રસીલાબેન પ્રવીણચંદ્ર માયાણી, સ્વ. રમણીકભાઇ, સ્વ. નટવરલાલના ભાભી. પિયર પક્ષે સ્વ. બાલકૃષ્ણ પવારના દીકરી. ચંદ્રકાંતભાઇ, શ્રીકાંતભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના માતુશ્રી અમૃતબેન ગડા (ઉં. વ. ૮૬) તા. ૧૧-૬-૨૪ના મંગળવારના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. દેવઇબેન રવજી સામત ગડાના પુત્રવધૂ. સ્વ. નેણશીના ધર્મપત્ની. દિનેશ, બિપીન, મંજુલા, સ્વ. ગુણવંતી, કલ્પનાના માતુશ્રી. ચંદ્રિકા, જસ્મીના, જયંતીલાલ સાવલા, સ્વ. વિનયભાઇ મગીયા, મહેન્દ્ર નિસરના સાસુ. અભિષેક, પાર્થ, કરણના દાદી. ખારોઇના સ્વ. ધનીબેન નાગશી વેરશી નિસરના દીકરી. પ્રાર્થનાસભા કરશન લધુ નિસર હોલ, દાદર-વેસ્ટ, તા. ૧૪-૬-૨૪ના શુક્રવાર ટા.૪થી ૫-૩૦.

વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના સ્વ. મંજુલાબેન સાવલા (ઉં. વ. ૫૫) તા. ૧૧-૬-૨૪ના મંગળવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. કાંતિલાલ લખધીરના ધર્મપત્ની. સ્વ.રૂપાબેન લખધીર હિરજી સાવલાના પુત્રવધૂ. રૂષભ, પૂર્વી, રશ્મીના માતુશ્રી. અનીલ, મયુરના સાસુ. કસ્તી, પ્રાંજલ, હિતાંશના નાની. સ્વ. લાલજીના ભાઇના ઘરેથી. ગં. સ્વ.બુદ્ધિબેન ભુરાલાલ રામજી સત્રાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૪-૬-૨૪ના શુક્રવારે ૩થી ૪.૩૦થી ૫ ઠે. થાણા વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, થાણા, ૬૦૧, પૌલોમી, વીર સાવરકર માર્ગ, થાણા -વેસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર રમણીકલાલ (બળવંતભાઇ) પાડલીયા (ઉં. વ. ૭૧) તા. ૧૩-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સૂરજબેન અમરચંદ પાડલીયાના પુત્ર. ઊષાબેનના પતિ. જતીન, પુનીતના પિતાશ્રી. અંકિતાના સસરા. પાર્શ્ર્વના દાદા. તથા મોહનલાલ ધરમશી મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ના શનિવારે ૧૦-૩૦થી ૧૨. ઠે. અગ્રસેન ભવન, ૩જે માળે, સ્વામીનારાયણ મંદિરની ઉપર, લવંડરબાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ વાશી સ્વ. જયાબેન જેઠાલાલ ઉદાણીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૭૭) તે બિંદુબેન (ઉર્વશીબેન)ના પતિ. તે હિતેશ, વૈશાલી ચેતન ઝાટકિયા, જીજ્ઞા રાજેશ દામાણીના પિતા. તે નેહાબેનના સસરા. તે રમાબેન શેઠ, સ્વ. શારદાબેન મહેતા, તારાબેન મોદી, સ્વ. ડો. રમેશભાઇ, મીનાબેન ગાંઠાણીના ભાઇ. સ્વ. અમૃતલાલ માનસંગ દોશીના જમાઇ. તા. ૧૨-૬-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
આજોલ નિવાસી હાલ કાંદિવલી લાલુભાઇ કાંતિલાલ શાહ (ઉં. વ. ૬૮) તા. ૧૦-૬-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેનના પુત્ર. સ્વ. અલકાબેનના પતિ. નીરવ તથા ઋષભના પિતા. માનસીના સસરા. હસમુખભાઇ, સ્વ. સુભદ્રાબેન, મંજુલાબેન, વીણાબેન, પદ્માબેનના ભાઇ. અને બબલદાસ નાથાલાલ શાહ લોદરાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ શનિવારે સાંજે ૭.૩૦થી ૯. ઠે. દામોદર વાડી, અશોક ચકવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ),બન્ને પક્ષોની સાથે રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…