જૈન મરણ
પાલનપુરી જૈન
અમરીશભાઇ તારાચંદભાઇ ભણસાલી (ઉં. વ. 69) તા. 9-6-24ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગૌતમભાઇ, દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. તારાબેન-સ્વ. તારાચંદભાઇ ભણસાલીના પુત્ર. સ્વ. વિમળાબેન-સ્વ. ગુણવંતભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ કાંદિવલી ક્રિના (ઉં. વ. 42) તે ઉષાબેન નરેન્દ્રભાઈ શાહના પુત્રી. ચિરાગ તથા ચૈત્યાના બહેન. સ્વ.જશવંતભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.પ્રવીણભાઈ, રસીલાબેન, પુષ્પાબેન, પ્રફુલભાઇના ભત્રીજી. મોસાળપક્ષે રાધનપુર નિવાસી હાલ બોરીવલી મણીબેન બાબુલાલ લલ્લુભાઇ ભણસાલીના દોહિત્રી. તે 8/6/24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન : સી /1, બી 27, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી દિગંબર જૈન
વિછિયા નિવાસી હાલ જોગેશ્વરી પૂજા (પિન્કી) સંદીપભાઈ ડગલીના પુત્ર આદિત (ઉં. વ. 22) તે નીલા રજનીકાંત ડગલીના પૌત્ર. મેઘના પ્રિતેશ વોરાના ભત્રીજા. મોસાળપક્ષે ધોલેરા નિવાસી સ્વ. ભુપતરાય ભીખાલાલ શાહના દોહિત્ર. સ્વ. ચેતન ભુપતરાય શાહના ભાણેજ. તે 7/6/24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભગવતી આશિષ, એ 302, નટવર નગર રોડ નં, જોગેશ્વરી પૂર્વ.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
ધાંગધ્રા નિવાસી હાલ દાદર સ્વ.નગીનદાસ ચુનીલાલ શાહના સુપુત્ર ખુશવદનભાઈ શાહ, (ઉં. વ. 78) તે રાજેશ્વરીબેન (રાજુબેન)ના પતિ. મેહુલ, શીતલના પિતા. વૈશાલી અને જયેશના સસરા. પ્રમિલાબેન દિપકભાઈ શાહ, નયનાબેન રમેશભાઈ શાહ, રાજુભાઈ, દિપેનભાઈના ભાઈ. સુરેન્દ્રનગર નિવાસી સ્વ. કંચનબેન મનસુખભાઈ રાઘવજી દોશીના જમાઈ. તા. 8-6-24ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલાપરના શરદકુમાર દેવરાજ મારૂ (ઉં. વ. 78) તા. 8-6-24 ના અવસાન પામ્યા છે. ખેતબાઇ દેવરાજ કલ્યાણજીના સુપુત્ર. શોભનાબેનના પતિ. ચેતન, નિરલના પિતાશ્રી. જવેરચંદ, મધુકર, મહેન્દ્ર, શશીકાંત, દેવપુરના મણીબેન રતનશી રાયશી, ડુમરાના દમયંતીબેન વિશનજી દેવરાજ, નરેડીના મીના હસમુખ પ્રેમજી, લાયજાના આશા તલકચંદ રામજી, સિહોરના ઈલા દિલીપ શાહના ભાઈ. દેવપુરના ચંચળબેન પ્રેમજી માણેક નિસરના જમાઇ. પ્રાર્થના : યોગી સભાગૃહ, દાદર-ઈ. ટા. 3 થી 4.30. (શ્રદ્ધાંજલી સભા : 4.30 થી 5). નિવાસ: શરદ ડી. મારૂ : 36, ન્યુ કૈલાસ નિવાસ-2, 60 ફીટ રોડ, ઘાટકોપર-ઈ. મુંબઈ-400077.
વાગડ વિ. ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. દેવઈબેન સાંગણ ભુરાલાલ અરજણ ગાલા (ઉં.વ.96) મુંબઈ મધ્યે તા.8-6-24ના અવસાન પામેલ છે. સ્વ. અરઘાબેન ભુરાલાલના સુપુત્ર. સ્વ. શામજી, કુંવરજી, કાનજી, મુરજી, જયંતિ, લક્ષ્મીબેન, જવેરબેન, જયશ્રીબેનના માતુશ્રી. સ્વ. સુશીલા, પાર્વતી, વેલુ, વેલુ, સ્વ.તલકશી, અમરચંદ નરશી કારીયા, કનૈયાલાલ શાહના સાસુ. ઉમાબેન મેપશી હેમરાજના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. સી-402, રોયલ ગાર્ડન, કાર્ટર રોડ નં.-2, બોરીવલી- ઈસ્ટ.
ઝાલવાડ દશાશ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
જોરાવરનગર નિવાસી અરવિંદભાઈ જેઠાલાલ શાહ(ઉં.વ. 82) હાલ અંધેરી (વેસ્ટ), તે તરુલતાબેનના પતિ. દીપેશ, કામિની અને વૈશાલીના પિતાશ્રી. ઉર્વી, દેવાંગભાઈ, સિદ્ધાર્થભાઈના સસરા. સ્વ.લાભુબેન, પ્રભાબેન, સ્વ.સમતાબેન, સ્વ.સૌભાગ્યચંદભાઈ, સ્વ. મહાસુખભાઈ, ન્યાલચંદભાઈ, સ્વ.ભોગીભાઈના ભાઈ. ઝિંઝુવાડા નિવાસી સ્વ. બાબુલાલ કુબેરદાસ ગાંધીના જમાઈ. સ્વ નવીનભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, દીનાબેનના બનેવી. રવિવાર તારીખ 9-6-24 ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.