મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘૂઘરાળા નિવાસી હાલ સાંતાક્રુઝ ડો. દિનેશભાઇ કપૂરચંદભાઇ બદાણી (ઉં. વ. ૮૫) ઘૂઘરાળા નિવાસી સ્વ. અજવાળીબેન કપૂરચંદભાઇના દીકરા. સ્વ. સરોજબેનના પતિ. સ્વ. જીવનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કિશોરભાઇના ભાઇ. નિમિશા અભિજીત મહેતાના પિતા. સરધાર નિવાસી હાલ કાંદિવલી સ્વ. પદ્માબેન ભૂપતરાય વોરાના જમાઇ તા. ૪-૬-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન
મોરબી નિવાસી હાલ મુંબઈ મીનાબેન (ઉં.વ.૫૪) તે રમેશભાઈ મહેતાના ધર્મપત્ની, મિલન તથા આરતીના માતુશ્રી, સ્વ કંચનબેન ઉદયચંદ મહેતાના પુત્રવધુ, પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. તારાબેન અમૂલખભાઈ શાહના દીકરી, ઇન્દુમતી, સુશીલા, નીલમ, મોના, ચંદ્રકાંત, નરેન્દ્ર, કિશોર તથા રાજકુમારના ભાભી. તા. ૬/૬/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગોડવાડ વીસા ઓસવાલ જૈન
મંજુલાબેન નેમીચંદજી પુનમિયા, (ઉં.વ.૮૬) ભાયંદર નિવાસી તા. ૮.૬.૨૪ શનિવારના અરિહંતશરણ થયા છે. ઊઠમણું બન્ને પક્ષોનું સાથે તા.૧૦.૬.૨૪ સોમવારના સવારે ૧૦.૦૦ કલાકે એમના નીજી નિવાસસ્થાને રાખેલ છે. પતી નેમીચંદજી ટીકમચંદજી પુનમિયા, પુત્ર પુત્રવધુ સૌ. નીતા મનીષજી પુનમિયા, પુત્રી જમાય સૌ. તેજલ (પિંકી) પિયુષજી મોહનલાલજી મહેતા. જેઠ જેઠાણી સ્વ. નયનબેન સ્વ. મોહનલાલજી ટીકમચંદજી પુનમિયા. સ્વ. તારાબેન સ્વ. લાલચંદજી ટીકમચંદજી પુનમિયા, દીયર દેરાણી સરલાબેન સ્વ. મિલાપચંદજી ટીકમચંદજી પુનમિયા,સ્વ. પ્રમીલાબેન સ્વ. ચંપકલાલજી ટીકમચંદજી પુનમિયા, શ્રીમતી હસુમતીબેન સ્વ. બાબુલાજી દીપચંદજી પુનમિયા. પીયર પક્ષ: પિતા સ્વ. રતનચંદજી પ્રેમચંદજી ગુગલીયા, સ્વ. હીરાબેન રતનચંદજી ગુગલીયા.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button