મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી, હાલ અંધેરી શ્રીમતી મંગળાબેન ચીમનલાલ શાહ (ઉં. વ. ૯૧) ૧૪-૫-૨૪, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ.સવીતાબેન અને સ્વ. ધીરજલાલના ભાભી. ભરત, જયશ્રી, સ્વ. પૂજ્ય અનંતદર્શન વિજયજી, પૂજ્ય મોક્ષ દર્શન વિજયજી અને પૂજ્ય હિત રત્નાશ્રીજીના સંસારી માતુશ્રી. દક્ષાબેન અને પિયુષકુમારના સાસુ. અમૃતલાલ સોમચંદ કામદાર (ચોટીલા)ના દીકરી. જશના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી, હાલ મુલુંડ, મુંબઈ સ્વ. ભાઈચંદ ઓધવજી સંઘવીના સુપુત્ર પ્રફુલ્લભાઈના ધર્મપત્ની અ.સૌ. ભારતીબેન (ઉં. વ. ૬૬) ૧૬-૫-૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવિન, ધ્વની, દર્શિતાના માતુશ્રી તથા ધરાબેન, વિનિતકુમાર અને ચિરાગકુમારના સાસુ તથા રસિકભાઈ, સ્વ. લલિતાબેન નગીનદાસ મહેતા, સ્વ. હંસાબેન વિનોદરાય શેઠ, ઈંદુબેન છોટાલાલ દોશી અને મૃદુલાબેન રજનીભાઈ મહેતાના ભાભી. પિયર પક્ષે દાઠાવાળા ચંપાબેન ધરમશી કેશવજી દોશીના દીકરી તથા સ્વ. નટવરલાલ અમૃતલાલ મહેતા, મહેશભાઈ, હિંમતલાલ શાહ અને વિજયભાઈ હિંમતલાલ સંઘવીના વેવાણ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચુડા નિવાસી હાલ અંધેરી સ્વ. નવનીતલાલ મણીલાલ મોહનલાલ ધ્રુવના ધર્મપત્ની ઇન્દુમતી બેન (ઉં. વ. ૮૫) તા. ૧૬-૫-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ તથા અમીતના માતુશ્રી. તે પ્રિતી તથા ઝરણાના સાસુ. તે મધુબેન અનિલભાઇ શાહ, બીપીનભાઇ શેઠ તથા દિનેશભાઇ શેઠના બહેન. તે કુમુદબેન તથા જયશ્રીબેનના નણંદ. તે પૂજા ડીલન, રીશી તથા રાહુલના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના માતુશ્રી ઇલાબેન (વિમળાબેન) અનિલભાઇ નિસર (ઉં. વ. ૭૮) તા. ૧૬-૫-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી મમીબાઇ વેલજી લધાના પુત્રવધૂ. સ્વ. અનિલભાઇના ધર્મપત્ની. ચેતન, ભાવેશના માતુશ્રી. દેશલપુરના માતુશ્રી મણીબેન પ્રેમજી ચાંપશી સોનીના સુપુત્રી. પોપટ (પ્રવિણ), સ્વ. અમૃત, મોહન, રંજનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચેતન અનિલ શાહ, એ-૫૦૨, એન.એમ.જોશી એનેક્સ, બિ. નં.૪, ગવનપાડા, હોલી એંજલ સ્કૂલની બાજુમાં, મુલુંડ (ઇસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ ખારોઇના સ્વ. દિવાળીબેન ખીમજી શાહ (ઉં. વ. ૭૯) ગુરુવાર તા. ૧૬-૫-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. ધનીબેન વિરમ દેસરના પુત્ર. સ્વ. ખીમજીભાઇના ધર્મપત્ની. સ્વ. કાંતિલાલ, નિલેશ, અમૃતાના માતુશ્રી. જયશ્રી, ડો. દિપ્તી, વાડીલાલ છેડાના સાસુ. અંકિત, હેત, ડો. હેત્વીના દાદી. ગામ શિવલખાના અરઘાબેન કરમણ ગડાની દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮-૫-૨૪ના, ૧૦.૩૦થી ૧૨. ઠે. કરશન લધુ હોલ, દાદર (વેસ્ટ). ઠે. પ્લોટ નં.૩૩, જ્ઞાન સાગર કો. ઓ. સોસાયટી, એસ. કે. બોલે રોડ, દાદર (વેસ્ટ).

શ્રી દશા શ્રીમાળી સ્થા જૈન
ગોંડલ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન ભીખુલાલ પારેખના નાનાપુત્ર રણજીત (રાહુલ) (ઉં. વ. ૬૮) તે સ્વ. નયનાબેન ના પતિ. રિદ્ધિ વિશાલ મહેતા, જાસ્મીન અમિત જાદવ તથા ખુશ્બુ મેહુલ ભટ્ટના પિતા. ગં. સ્વ મીનાબેન જ્યોતિન્દ્ર દેસાઈ, સ્વ.વિણાબેન જગદીશ મહેતા તથા રમેશભાઈ ના નાનાભાઈ. તે સ્વ. પુષ્પાબેન અમૃતલાલ ભીમાણી (બાબુભાઇ) ના જમાઈ. તે તા.૧૬/૫/૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૫/૨૪ ના ૪ થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી, એસ. વિ રોડ શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ વડોદરા સ્વ. વિનોદરાય જયંતીલાલ મોદી (ઉં. વ. ૮૫) તે તા. ૧૫/૫/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે રશ્મિબેન ના પતિ. હિમાંશુ, ફાલ્ગુની તથા જિમ્મીના પિતા, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. હિમંતલાલ તથા સ્વ. દેવયાની હર્ષદરાય શાહના નાનાભાઈ, તેમની પ્રાર્થનાસભા ૧૯/૫/૨૪ ના રોજ ૪ થી ૬ વડોદરા મુકામે રાખેલ છે. દેહદાન કરેલ છે.

ધોધારી વિશા શ્રીમાળી જૈન.
તણસા નિવાસી હાલ (ગોરેગામ) હર્ષદભાઈ શાંતીલાલ વોરાના ધર્મપત્ની અ.સૌ. પ્રવિણાબેન વોરા (ઉં. વ. ૮૦)તા.૧૬/૫/૨૪ ગુરુવારના અરીહંત શરણ પામેલ છે. હિમાંશુ તથા પ્રેમાંશુના માતુશ્રી. વૈશાલી તથા સેજલના સાસુ. પ્રફુલભાઈ, સ્વ. સરોજબેન ચંદ્રકાંત મહેતા તથા સુધાબેન જયંતીલાલ દોશીના ભાભી. તે પિયરપક્ષે સ્વ. ખુશાલદાસ ગીરધરલાલ મહેતા પાલીતાણાવાળાના દિકરી.

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી (હાલ સાયન, મુંબઈ) સ્વ. સવિતાબેન ચંદ્રકાન્ત શાહના સુપુત્ર મુકેશ ચંદ્રકાન્ત શાહ (ઉં. વ. ૬૭) તા. ૧૭-૫-૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ રીટાબેનના પતિ. જીનેશ, રીમાના પિતા. ફ્રેની અને રોનકના સસરા, સ્વ. સુશીલાબેન રસિકલાલ શાહના જમાઈ. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૧૫૩/અ, ૧૨૦૧, કસ્તુરી હાઈટ્સ, જૈન સોસાયટી, સાયન (પશ્ર્ચિમ), મુંબઈ ૪૦૦૦૨૨

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker