મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા જૈન
અમરેલી હાલ મલાડ રતિલાલ કેશવલાલ શાહ (ઉદાણી) (ઉં. વ. ૯૦) ૨-૧૦-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુબેનના પતિ. હિતેષ (રાજુ), જયેશના પિતા. દક્ષા, પૂનમ (ફાલ્ગુની)ના સસરા. સાગર, અનુશ્રી, વિધિ, રિતિકના દાદા. સ્વ. રમણીકભાઈ, રવિભાઈ, અમૃતભાઈ, ગં. સ્વ. ચારૂબેન પ્રવિણચંદ્ર દેસાઈના ભાઈ. મહુવા નિવાસી બાબુલાલ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

કચ્છી ગુર્જર જૈન
ભુજપુર હાલ માટુંગા નીરવ ફોફલીયા (ઉં. વ. ૪૪) ગુરુવાર, ૫-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગુણાવલી જયંત રસીકલાલ ફોફલીયાના પુત્ર. કામાક્ષીના પતિ. દૃષ્ટિના પિતા. મીતા શીરીષ ફોફલીયાના ભત્રીજા. જીતેન્દ્ર રવિલાલ શેઠના જમાઈ (નખત્રાણા- મલાડ). મયણા વિશાલ મહેતા, માનશી નિમીત શેઠ તથા ફોરમના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૭-૧૦-૨૩ શનિવારના ૩ થી ૪.૩૦ ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે. રે.). લૌકિક વ્યવહાર
બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરાપુર ધાનાણી હાલ ઘાટકોપર પુષ્પાબેન બાબુલાલ (કિશોર) દોશી (ઉં. વ. ૮૫) ૨-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીલા યામીની મનીષાના માતા. સ્મિતાના સાસુ. સર્વેશના દાદી. સ્વ. ચીમનભાઈ, સ્વ. ભારતીબેન, હિરષભાઈના ભાભી. ધારીનિવાસી સ્વ. સૂરજબેન શામળજી ઘેલાણીના દીકરી. જયાબેન, સ્વ. ગુણીબેન, નલીનભાઈ, પ્રવીણભાઈ, મંછીબેન, બાલાભાઈના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પચ્છેગામ હાલ વિલેપાર્લે મંગળબેન વીનયચંદ શાહના પુત્ર જયેશ (ઉં. વ. ૬૦) ૪-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નયનાના પતિ. વીરલ-મનાલી, રૂચીતા- શિવમકુમારના પિતાશ્રી. મુકેશ, કિરીટ, કેતન નિલેશના ભાઈ. તે સસુર પક્ષે મહુવા નિવાસી (હાલ દહીંસર) ચીમનલાલ કલ્યાણજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા ૮-૧૦-૨૩, રવિવારે સવારે ૧૦ થી ૧૨. સ્થળ: અમૃત તારા હોલ, નવ સમાજ મંડળ (ચેતન સ્કૂલ), દીક્ષીતા રોડ નં. ૧, સેટેલાઈટ હોટલની પાસે, વિલે પાર્લા (પૂર્વ). લૌકીક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

માંગરોળ જૈન
રજનીબેન લલિતભાઈ કાપડીયા (ઉં. વ. ૯૧) ૩-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. નંદનબેન ચુનીલાલ ગાંધીની પુત્રી તથા જસવંતીબેન શાંતિલાલ કાપડીયાની વહુ. તેજલ જયેશભાઈ શાહ અને માધવી નિમેષભાઈ શાહના માતાશ્રી. રૂષભ, રિધ્ધી, સચી, માનસી અને ધીયાનના નાની. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લિંબડીયા હાલ વિલેપાર્લે માતુશ્રી લીલાવંતીબેન (ઉં. વ. ૭૩) તે સ્વ. રતિલાલભાઈ રામજીભાઈ ગાઠાણીના ધર્મપત્ની. તે ઉમેદભાઈ, હર્ષદભાઈ, મનહરભાઈના માતુશ્રી. તે રમણીકભાઈ મહેન્દ્રભાઈના કાકી. તે ઉષાબેન, હીનાબેન, પ્રીતીબેનના સાસુ. તે જીગ્નેશ, પ્રતિક, ઉર્વશી, ધર્મિલ, વૈભવના દાદી. પિયરપક્ષે સ્વ. ભગવાનજી ગોપાળજી કપાસીના દીકરી. તા. ૨-૧૦-૨૩નય અરિહંતશરણ પામેલ છે. માતૃવંદના ૯.૩૦ થી ૧૧.૩૦ તા. ૮-૧૦-૨૩ના જલારામ હોલ, રોડ નં. ૬, જોગર્સપાર્કની સામે, વિલેપાર્લે વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના પ્રવિણ શીવજી શેઠીયા (ઉં.વ. ૫૫) તા. ૩-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. સાકરબાઇ (હીરબાઇ) શીવજીના પુત્ર. શોભાના પતિ. કિશોર, મહેન્દ્ર, સ્વ. ગુણવંતી, સરલાના ભાઇ. રત્નાગીરીના સ્વ. યશોદા વિષ્ણુના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: શોભા શેઠીયા, ૬૩/૨, લાલબહાદુર શાસ્ત્રી નગર, મીઠાગર રોડ, વડાલા (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૩૭.

કોડાયના માતુશ્રી મણીબેન ધારશી સાવલા (ઉં.વ. ૭૬) તા. ૩-૧૦-૨૩ના દેવગતી પામેલ છે. ધારશીભાઈના પત્ની. ભચીબેન રતનશી ભીમશીના પુત્રવધૂ. બાડાના મા. ચંપાબેન (બુધ્ધીબાઈ) શામજી લધા વિસરીયાના સુપુત્રી. વિરજી, ગોધરા મુલબાઈ વેરશીના બેન. હર્ષા, ભાવના, અમિષી દીપકના માતુશ્રી. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે. મુ. જૈન સંઘ શ્રી નારાણજી શામજી મહાજન વાડી, પહેલે માળે, માટુંગા. ટા. ૪ થી ૫.૩૦.

ભુજપુર હાલે રાયણના જીતેન્દ્ર જીવરાજ મેઘજી ગાલા (ઉં.વ. ૮૨) તા. ૪-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. કુંવરબાઈ મેઘજીના પૌત્ર. લક્ષ્મીબેન જીવરાજના સુપુત્ર. જયંતિલાલ, ગુણવંત, ચંદ્રિકા, પ્રગુણાના ભાઈ. ટોડા રણશી પાલણના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેન્દ્ર રામજી ગોગરી. પોપટબાપા શોપિંગ સેંટર, બીજે માળે, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (વે), મું. ૫૪.

પાટણ જૈન
ખેતરવસી શામળાજીની શેરી હાલ મુંબઈ શ્રીમતી સરોજબેન પ્રમોદકુમાર વલમજી શાહ (ઉં.વ. ૮૪) તે સ્વ. નીલેશ, સ્વ. જયેશ તથા ઉમેશના માતુશ્રી. પ્રિતી અને ડૉ. રૂપલના સાસુ. સિધ્ધાર્થના દાદી. સ્વ. અનિલભાઈ તથા રમીલાબેન ચીમનલાલ શાહના ભાભી. ફોફળીયા વાડો વખતજીની શેરીના સ્વ. ચીમનલાલ ત્રિભોવનદાસના પુત્રી. સ્વ. રજનીકાંત, સ્વ. સુરેન્દ્ર, સ્વ. નરેન્દ્ર, સ્વ. સુલોચનાબેન તથા સ્વ. કુમુદીનીબેનના બહેન તા. ૪-૧૦-૨૩ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. રે. ૧૧ કૈલાસ નગર, તાડદેવ, મુંબઈ-૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button