મરણ નોંધ

જૈન મરણ

ઢુંઢસર નિવાસી, હાલ મલાડ, રમણીકલાલ શામજીભાઈ શાહ (ઉં.વ. 92) 11-5-24 ને શનિવારના અવસાન પામેલ છે. તે રાજેન્દ્ર-અશોક-દીપક-ભદ્રેશ તથા મીનાબેન દીપકકુમાર સલોતના પિતાશ્રી. હર્ષા-રીટા-સોનલ-ભારતીના સસરા. પરમાણંદભાઈ-હરીભાઈ-શાંતિભાઈ તથા ગજરાબેન-વિમલાબેન-કાંતાબેનના ભાઈ. વરલ નિવાસી હીરાલાલ નાનચંદ સંઘવીના જમાઈ. તે ભાવીક-વિરાગ-દીપ તથા શ્વેતા કશ્યપકુમાર તથા સ્વાતી દર્શનકુમારના દાદા. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું: બી/401, રેખા નિકેતન, લીબર્ટી ગાર્ડન રોડ નં. 3, મલાડ (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ (મેમકા) નિવાસી, હાલ લાલબાગ, સ્વ. હીરાબેન વ્રજલાલ પાટડિયાના પુત્ર માણેકલાલ શાહ (ઉં.વ. 88) તથા સ્વ. ભાનુમતીબેનના પતિ. નિકીતા, ઝંખના, પ્રશાંતનાં પિતાશ્રી. હેમંતકુમાર, કેતનકુમાર, પાયલનાં સસરા. આયુષી, તપન, મોક્ષ, ધર્મિન, અંશનાં દાદાજી. સાસરિયા પક્ષે કલકત્તા નિવાસી સ્વ. છગનલાલ પાનાચંદ મહેતાના જમાઈ. રવિવાર, તા. 12-5-24ના અરિહંતશરણ પામેલ છે. શેત્રુંજય ભાવયાત્રા મંગળવાર, તા. 14-5-24ના 9.00થી 12.00. સુવિધિનાથ જૈન દેરાસર, પહેલા માળે એ.સી. હોલ, 142, ડૉ. એસ.એસ.રાવ રોડ, મેઘવાડી સામે, લાલબાગ, મુંબઈ-400012.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સરદારગઢ નિવાસી, હાલ મુલુંડ, દિવાળીબેન ન્યાલચંદ પારેખના પુત્ર રમણીકલાલ પારેખ (ઉં.વ. 90) તે મંગળાબેનના પતિ. તરુબેન મુકેશ કેસરીયાના પિતાશ્રી. સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. અરવિંદભાઈ, ધીરજલાલભાઈ, સરોજબેન રસિકલાલ, ચંદ્રકાંતભાઈ તથા સ્વ. જગદીશભાઈના મોટાભાઈ. સ્વ. હિંમતભાઈ, હરસુખભાઈ, સ્વ. ચીમનભાઈ, સુરેશભાઈ, સ્વ. હરકુવરબેન રમણીકલાલ, સ્વ. લિલાવંતીબેન શાંતિલાલના બનેવી. તા. 12-5-24 ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તા. 15-5-24 ને બુધવારના શેત્રુંજય ભાવયાત્રા સવારે 10થી 12. સ્થાન: અશોક હોલ, (શ્રી જીવરાજ ભાનજી શાહ ટ્રસ્ટ) મેહુલ સિનેમાની બાજુમાં, નહુર રોડ, મુલુંડ (વેસ્ટ).
ક.વિ.ઓ. જૈન
ગામ છસરા હાલે બોરીવલીના રાજ ગાલા (ઉં.વ. 18) તા. 10-5-24ના અવસાન અહમદાવાદમાં પામેલ છે. સ્વ. ભાનુબેન મોહનલાલ ગાલાના પૌત્ર. સોનલ કિર્તી ગાલાના સુપુત્ર. ગં.સ્વ. જ્યોતિ દિલીપ હરીયાના દોહિત્ર. જયાબેન અને કુસુમબેનના ભત્રીજાપુત્ર. ધવલ અને ચાંદની પિયુષ ધરોડના ભાણેજ. પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દિગમ્બર જૈન
લાઠી નિવાસી, હાલ કાંદિવલી, સ્વ. અનંતરાય મોહનલાલ ભાયાણીનાં ધર્મપત્ની જ્યોતિબેન (ઉં.વ. 76) તા. 12-5-24ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ બિંદુબેન ચિરાગભાઈ સંઘાણી, જીજ્ઞાબેન ચેતનભાઈ દોશી, ભાવિનભાઈનાં માતા. સોનલબેનનાં સાસુ. ગુણવંતભાઈ, ભૂપતભાઈ, કાંતિભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ તથા શોભનાબેન હર્ષદભાઈ શાહ, મધુબેન હરીશકુમાર દોશીનાં ભાભી. પિયર પક્ષે સ્વ. ઉત્તમચંદ માણેકચંદ રવાણીની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: બી-401, શ્રી ચાણકય કો.ઓ. સોસાયટી, લીંક રોડ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડ શ્વે. મૂ. જૈન
વિંછીયા નિવાસી હાલ-ઘાટકોપર સ્વ. દલીચંદ ભગવાનજી વોરાના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન વોરા (ઉં.વ. 77) ના તા. 13-5-24ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મનસુખભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. અનોપચંદભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ. લાભુબેન નંદલાલ, ધીરજબેન વસંતભાઈના ભાભી. ડૉ. અજીત, સોનાબેન, રૂપાબેન, દિનેશના માતુશ્રી. પારુલ, દીપા, સમીરકુમાર, તુષારકુમારના સાસુજી. ડૉ. પૂજા, પ્રણવ, મિતેનના દાદી. પિયર પક્ષે કુંડાની જસદણ નિવાસી જેતશીભાઈ બેનાણીની દીકરી. બંને પક્ષ તરફથી પ્રાર્થના તા. 14-5-24, મંગળવારના 4થી 6 લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી પાટણ જૈન
ફોફલીયા વાડો, પોળની શેરી હાલ વિલે પાર્લા ઈસ્ટ, સ્વ. હસમુખભાઈ ચિમનલાલ શાહના ધર્મપત્ની સ્વ. લલિતાબેન (ઉં.વ. 93) તા. 8-5-24ના બુધવારે અવસાન પામેલ છે. તેઓ સ્વ. હસ્મીના, દીપક, મુકેશનાં માતુશ્રી તથા સ્વ. શરદભાઈ (જાફૂજી), નીતા, કલ્પનાનાં સાસુ. સ્વ. શશિકાંતભાઈ તથા અનિલાબેન જિતેન્દ્રભાઈનાં ભાભી. સ્વ. કનકબેનનાં જેઠાણી. સ્વ. સરસ્વતીબેન જેસિંગલાલ રામચંદ શાહનાં દીકરી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ બોરીવલી કિર્તીકુમાર મુળજીભાઈ શેઠના ધર્મપત્ની સૌ. મીનાક્ષીબેન શેઠ (ઉં. વ. 66) તે ચિરાગ (ગટુ)ના માતુશ્રી. સ્વ. તારાબેન દલિચંદ દોશી, પ.પુ હિરણ્યબોધી વિજયજી મ.સા, સ્વ. પ્રતાપભાઈ, રમણીકભાઇ, જયસુખભાઇ, સ્વ.ખાંતિભાઈ, વિનુભાઈના ભાઈના પત્ની. પિયરપક્ષે તણસા નિવાસી સ્વ. ચત્રભુજ હેમચંદ કનાડીયાના દીકરી. સ્વ. જ્યોતિબેન, નયનાબેન, પરેશભાઈ તથા દિપકભાઈના બહેન 11/5/24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ /701, ન્યુ જલારામ ભુવન, કાર્ટર રોડ 3, અંબાજી મંદિર ચોક, બોરીવલી ઈસ્ટ.
શ્રી કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
કચ્છ માંડવી હાલ જુહુ વિલેપાર્લા સ્વ.ગુલાબબેન કાનજી મહેતાના પુત્ર પંકજભાઈ મહેતા (ઉં. વ. 73) તે રીનાબેનના પતિ. હિરેન તથા રાકેશના પિતા. સ્વ. મૃદુલાબેન છોટાલાલ મહેતાના જમાઇ. અિનાયા, સ્વ.જમનાદાસ, સ્વ.જયદેવભાઇ, મહેન્દ્રભાઈ, સ્વ.શાંતાબેન, સ્વ.વનીતાબેન તથા સ્વ.ભારતીબેનના ભાઈ.11/5/24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 15/5/24ના 5 થી 7. વિલે પાર્લે મેડિકલ ક્લબ, સંત ધ્યાનેશ્વર માર્ગ, ચંદન સિનેમા પાછળ, જુહુ, વિલેપાર્લે વેસ્ટ.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
આણંદપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાબેન વલ્લભદાસ ભગવાનજી સંઘવીના સુપુત્ર જિતેન્દ્રભાઈ (ઉં. વ. 78) મીનાબેનના પતિ. નિશા જીગ્નેશકુમાર મહેતા અને પૂર્વી પરાગકુમાર શાહના પિતાશ્રી. સ્વ. હરગોવિંદ સુખલાલ શાહના જમાઈ, મહેન્દ્રભાઈ, દિપકભાઈ, સ્વ. હંસાબેન કેશવલાલ શેઠના ભાઈ. તા. 12-5-24ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખા હાલે સાડાઉના વશનજી કુંવરજી ભેદા (ઉં. વ. 75) તા. 10-5-24ના દેવલોક પામ્યા છે. પુરબાઈ કુંવરજીના પુત્ર. સ્વ. તારાના પતિ. પ્રિતી, મનોજના પિતા. રમણીકલાલ, રતીલાલના ભાઈ. રતાડીયા ગણેશના સ્વ. ગંગાબાઈ હિરજી લાલજી છેડાના જમાઈ. સદગતની ઈચ્છા અનુસાર પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. મનોજ ભેદા, પી-403, નવનીતનગર, દેશલેપાડા, ડોમ્બીવલી (ઇસ્ટ).
લઠેડીના હંસરાજ કાનજી માલસી હરીયા (ઉં. વ. 80) તા. 10-5-24ના અરિહંતશરણ પામેલ છે. મા. તેજલબાઈ કાનજીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. રૂપલ, દર્શન, દિપ્તીના પિતા. લઠેડી નવલબેન ટોકરશીના ભાઇ. દેઢીઆ મા. કુંવરબાઇ નાનજીના જમાઇ. પ્રા. : શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન મુંબઇ સંચાલીત શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઇ). ટા.: સાંજે 4 થી 5.30.
વિઢ હાલે જબલપુરના રમાદેવી હરખચંદ શાહ (નાગડા) (ઉં. વ. 82) તા. 9-5-24ના અવસાન પામેલ છે. પુરબાઇ દેવચંદ મુરજીના પુત્રવધૂ. હરખચંદના ધર્મપત્ની. અરૂણાના માતુશ્રી. ચીયાસરના મુરજી પાસુના દિકરી મણીબેન તુલ્ય. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડો. જીતેન્દ્ર શાહ (નાગડા), 601, શાંતિકુંજ, ગોદાવરી મ્હાત્રે રોડ, દહીંસર (પ.), મુંબઇ.
માપરના હરશી ભોજરાજ છેડા (ઉં. વ. 86) તા. 12-5-24 ના અવસાન પામેલ છે. સ્વ. ઝવેરબેનના પતિ. મુલબાઈ ભોજરાજના પુત્ર. રમેશ, કિશોર, વિનોદ, કમળાના પિતા. દેવજી, ભવાનજી, ખેતબાઈ ખેરાજ, વીઢ નેણબાઈ તેજપાર, બાડા હીરબાઈ વસનજી, ભોજાય પાનબાઈ પ્રેમજી, ડુમરા ગંગાબેન રતનશીના ભાઇ. ભોજાય નાથબાઈ હંસરાજના જમાઈ. પ્રાર્થના: શ્રી ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન મુંબઇ સંચાલિત જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ). ટા.: બપોરે 2 થી 3.30.
છસરા (બોરીવલી)ના રાજ કીર્તી ગાલા (ઉં. વ. 19) તા. 10-5-24ના અવસાન પામેલ છે. ભાનુબેન મોહનલાલના પૌત્ર. સોનલ કીર્તીના પુત્ર. વીનીતના ભાઇ. ગોધરાના જ્યોતિ દીલીપ હરીયાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : સોનલ કીર્તી ગાલા, એ/301, સત્યમ એપાર્ટમેન્ટ, છેડા પાર્ક, આચોલે તળાવની બાજુમાં, આચોલે રોડ, નાલાસોપારા (ઇ.).
નાના ભાડિયા હાલે ગોધરા રમણીકલાલ નાથાલાલ સાવલા (ઉં. વ. 77) 12-5-24 ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન નાથાલાલ ઉમરશીના સુપુત્ર. જયશ્રીબેન (નવલ)ના પતિ. સ્વ. જયેશ, મનીષા, નીતાના પિતા. દામજી, સાકર, ઝવેર, ચંચલ, વિજયા, હેમલતા, શશીકાંતના ભાઈ. ગોધરાના માતુશ્રી ચંચલબેન પાસુભાઈ ખીમજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનીષા દીપેન, 502, આશીર્વાદ બિલ્ડીંગ, શંકર લેન, કાંદિવલી વે., મું.67.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…