જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસરના સ્વ. ધીરજલાલ ગાલા (ઉં. વ. ૬૯) શુક્રવાર તા. ૧૦-૫-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મીઠીબેન ભુરાલાલના સુપુત્ર. ઝવેરબેનના પતિ. હીના, વૈશાલી, પ્રિતી, દિપાલી, અનુપના પિતાશ્રી. પ્રફુલ્લ, નિલેશ, દિપેન, ક્ધિનરીના સસરા. નાનજી, મણીલાલ, વેજી, મણિ, કેશવજી, પ્રેમજી, જગશી, રમણીકના ભાઇ. સ્વ. ઉમાબેન ભાણજી બોવાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૫-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ મુંબઇ માતુશ્રી જસુમતીબેન કપૂરચંદભાઇ હઠીચંદભાઇ ઝવેરીના સુપુત્ર જીતેન્દ્રભાઇ (ઉં. વ. ૬૫) તા. ૯-૫-૨૪ના ગુરુવારના પાલિતાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. મિતુલ, માનસીના પિતાશ્રી. મિશા, ભવ્યકુમારના સસરાજી. માતુશ્રી સવિતાબેન જયસુખલાલ ત્રંબકલાલ સંઘવી (સાવરકુંડલાવાળા)ના જમાઇ. તેમની ભાવયાત્રા તા. ૧૩-૫-૨૪ના સોમવારના સવારના ૯.૩૦થી ૧૨. ઠે. સમૃદ્ધિ હોલ, મદન-મોહન માલવીયા રોડ, ટેલીફોન એકસચેન્જની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
વિશા શ્રીમાળી પાટણ જૈન
ફોફલીયા વાડો પોળની શેરી હાલ વિલેપાર્લે ઇસ્ટ, સ્વ. હસમુખભાઇ ચીમનલાલ શાહના ધર્મપત્ની. સ્વ. લલિતાબેન (ઉં. વ. ૯૩) તા. ૮-૫-૨૪ના બુધવારે અવસાન પામેલ છે. તે સ્વ. હસ્મીના, દીપક, મુકેશનાં માતુશ્રી. તથા સ્વ. શરદભાઇ (જાફુજી), નીતા, કલ્પનાનાં સાસુ. સ્વ. શશીકાંતભાઇ તથા અનિલાબેન જીતેન્દ્રભાઇનાં ભાભી. સ્વ. સરસ્વતીબેન જેસિંગલાલ રામચંદ શાહના દીકરી. સ્વ. ફતેહચંદભાઇ, સતિષભાઇ, અરવિંદભાઇ તથા સ્વ. પન્નાબેનનાં બહેન. કીંજલ વિશાલભાઇ, પરિતા સૌલિકભાઇ, બીજલ સંકેતભાઇ તથા દર્શનનાં દાદી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વેરાવળ વિશા ઓશવાળ જૈન
વેરાવળ નિવાસી હાલ મુંબઇ સેવંતીલાલ લક્ષ્મીદાસ શાહ (ઉં.વ.૮૮) તા. ૧૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીલાબેનના પતિ. વિપુલ તથા ભરતના પિતા. રીના, ખુશ્બુના સસરા. વિરાજ, નીવ, રીધાન, રાજવીના દાદા. ગં. સ્વ. જયાલક્ષ્મીબેન લલિતકુમાર શાહના ભાઇ, વંદ્રાવન નથુભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ ગ્રાન્ટરોડ સુરેશભાઈ રમણીકલાલ ધ્રુવના ધર્મપત્ની નયનાબેન (ઉં. વ. ૭૦) તે ૯/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પૂજા રોનિલ તથા મૌલી જ્યોતિર શાહના માતુશ્રી. વર્ષા હર્ષદ ધ્રુવ તથા સરોજ જગદીશ ધ્રુવના દેરાણી. પિયરપક્ષે અમદાવાદવાળા ભાનુબેન રસિકલાલ શાહના દીકરી. કલ્પના, પરીંદા, સ્વ નિલેશના બહેન. સ્મિતાના નણંદ. પ્રાર્થનાસભા ૧૩/૫/૨૪ના ૫ થી ૭. જલારામ હોલ, એન એસ રોડ નં ૬, જેવીપીડી જુહુ સ્કીમ, વિલેપાર્લા વેસ્ટ.
નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી જૈન
સમી નિવાસી હાલ બોરીવલી સ્વ.બાબુલાલ મણિલાલ ઝવેરીના ધર્મપત્ની ગં.સ્વ પ્રભાબેન ઝવેરી (ઉં. વ. ૮૫) તે ૧૦/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. ભરત, દિપક, શૈલા, નીનાના માતુશ્રી. નીલિમા, બેલા, શૈલેષકુમાર હરગોવિંદદાસ શાહ, દિપકકુમાર જયંતીલાલ પરીખના સાસુ. ભાવિક-ફાલ્ગુન, સનય-વિધિ, ચૈતાલી કૌશલ શાહ, નિશા સાઈ યાદવના દાદી, પિયરપક્ષે સમીવાળા સ્વ. અચરતલાલ નથુચંદ વડેચાના દીકરી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી સ્વ. રસિલાબેન તથા સ્વ. ધીરજલાલ ખોડીદાસ લાખાણીના પુત્રવધૂ અ.સૌ. મયુરીબેન હરેશભાઇ લાખાણી (ઉં. વ. ૬૧) તે ૧૦/૫/૨૪ શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. તે કૃપા વંદિતકુમાર શાહ તથા હિરેનના માતુશ્રી. ભરતભાઈ, મનોજભાઈ, હિતેષભાઇ તથા સ્વ. કલ્પનાબેન રાજેશકુમાર વાઘાણીના ભાભી. પિયરપક્ષે દામનગર નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદ્રપ્રભાબેન તથા સ્વ. અનોપચંદ વિઠ્ઠલદાસ અદાણીના દીકરી. રેખાબેન મુકુંદભાઈ મહેતા, નિમેષભાઈ તથા સંજયભાઈના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩/૫/૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ કલાકે સાઇલી બેન્કવેટ (સાઇલી ઇન્ટરનેશનલ સ્કૂલ), ન્યુ લિંક રોડ, એમ એચ બી કોલોની, ગોરાઈ નગર, બોરીવલી વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના પોપટલાલ વેલજી ફુરીયા (ઉં. વ. ૭૪) ૫-૫-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. રતનબાઇ વેલજી શીવજીના પુત્ર. સ્વ. નાનબાઇના પતિ. દિપેશના પિતા. વિમળાબેન કોરશી ગડા, અમૃતબેન ખેતશી પાલણ, જયાબેન પ્રવિણ ગાલાના ભાઇ. લાકડીયા સ્વ. નાંગલબેન ડુંગરશી રીટાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
તલવાણાના માતુશ્રી વેજબાઇ હરશી મોણસી દેઢિયાના જમાઈ સુધાકર સટવે (ઉં. વ. ૮૫) તા. ૧૦-૫-૨૪ના અવસાન પામેલ છે. તે ડો. જયવંતીના પતિ. મોનીષ તથા પૌરષના પિતા. વાઇ (સતારા)ના બાપુરાવ બલવંત સટવેના પુત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ડો. જયવંતી સટવે, બી/૫, ૧૩૮, રાજાવાડી કો.ઓ.હા., ચિત્તરંજન નગર, ઘાટકોપર (ઇસ્ટ)
બેરાજાના હરખચંદ (બચુભાઈ) દેવજી મામણીયા (ઉં. વ. ૮૨) તા.૯-૫-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઈ દેવજીના પુત્ર. હેમલતાના પતિ. મનીષ, રાજન, ડો. વર્ષાલીના પિતા. કાંતિલાલ, લક્ષ્મીચંદ, ભાનુબેન-કાંતાબેન હીરજી, જવેરબેન (ચંદ્રીકા) દિનેશ, કાંતાબેન ડો. રમેશના ભાઈ. નાનબાઈ પ્રેમજી સતરાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ. હરખચંદ દેવજી મેન રોડ, કોરેગાવ, જિલ્લા-સાતારા, ૪૧૫૫૦૧.
નાના ભાડીયાના ખીમજી ઉમરશી મારૂ (ઉં. વ. ૮૬) તા. ૧૦-૫-૨૪ ના અવસાન પામ્યા છે. માતુશ્રી વેલબાઈ ઉમરશીના પુત્ર. ભાનુબેનના પતિ. દિપીકા, હેમંત, ભરતના પિતા. પાનબાઈ ખેતશી, તરૂણા હરખચંદ, લતા નેમચંદ, ખેતશી, ગુલાબ, ચંપકના ભાઈ. મણીબાઈ જેઠાલાલના જમાઈ. ત્વચા દાન કરેલ છે. પ્રા. કપોળ વાડી, રામચંદ્ર લેન, મલાડ-વે. ટા. ૩ થી ૫. ઠે. ભાનુબેન મારૂ : બી/૧૩૦૧, કેવલ ટાવર, બી.જે. પટેલ રોડ, મલાડ-વે.