મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના દેવકાબેન હરિલાલ દેઢિયા (ઉં.વ. ૮૩) તા. ૭/૫/૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રતનશી કરમશીના પુત્રવધૂ. રામાણીયા હાંસબાઇ પાસુ મુરજી રાંભીયાના પુત્રી. સ્વ. હરિલાલના પત્ની. સ્વ. પ્રભા, મહેન્દ્ર, ભાવના દીલીપના માતુશ્રી. રામાણીયા વસનજી, લક્ષ્મીચંદ, રવિલાલ ડેપા જેતબાઇ હિરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેન્દ્ર દેઢિયા, બી-૬૦૨, નવરત્ન, દતપાડા, બોરીવલી-ઇ.

શેરડીના રેનીકા દેઢિયા (ઉં.વ. ૪૭) તા. ૬/૫ના અવસાન પામેલ છે. હરેન્દ્રના ધર્મપત્ની. ખેતબાઇ માવજીના પુત્રવધૂ. નીશીના માતુશ્રી. મુલકીના મરીયા ક્રોસ્ટોના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરેન્દ્ર દેઢિયા, ૩૦૨, મોહન નેનો એસ્ટેટ, અંબરનાથ (વેસ્ટ).

મોટા લાયજાના શ્રીમતી જયવંતીબેન ગડા (ઉં.વ. ૬૭) તા. ૭-૫-૨૪ના રોજ અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ ચત્રભુજ ઉમરશી છેડાની સુપુત્રી. દામજીભાઇ, સ્વ. હરખચંદ, નવીનભાઇ, સ્વ. વિમળા, ઉર્મિલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમંત, એચ-૪૮, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઇ.).

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચારણકી નિવાસી હાલ કાંદિવલી સ્વ. રંભાબેન ધનજીભાઈ કમળશી ભલાણીના પુત્ર અનંતરાય ભલાણી (ઉં.વ. ૮૨) તે ઇન્દુબેનના પતિ. સ્વ. જયંતીલાલ, સ્વ. ચંપકભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈના ભાઈ. કલ્પેશ, નિમીષા, કવિતાના પિતા. શીતલ, સંજીવકુમાર, મયુરકુમારના સસરા. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. વાડીલાલ જગજીવન શાહના જમાઈ ૭/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯/૫/૨૪ના ૧૦ થી ૧૨. શ્રી વર્ધમાન સ્થા જૈન ઉપાશ્રય, ચોથે માળે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
બૂઢણા/પાલિતાણા નિવાસી હાલ મુલુન્ડ, રસિકલાલ માનકુંવર પ્રેમચંદ વાસા (ઉં.વ. ૮૬) ૭-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુખીલાબેનના પતિ. ચેતન-બ્રિજેશ-કિંજલ તથા લબ્ધિ કમલેશકુમાર સોનાગેલાના પિતાશ્રી. તે પૂજા-દીપ્તિ-કૃપાના સસરા. તે સ્વ. ચિમનભાઈ, સ્વ. કાંતીભાઇ, સ્વ. કાન્તાબેન મનસુખલાલ, મધુબેન લહેરચંદ, મંજુલાબેન ચંપકલાલ, રેખાબેન ભરતકુમારના ભાઈ. શ્ર્વસુરપક્ષે સાંગાણા નિવાસી હાલ મુલુંડ શાહ ફતેહચંદ નારણદાસના જમાઈ. પિતૃ વંદના તા. ૧૩-૫-૨૪ના સોમવાર ૧૦ થી ૧૨. ગોપુરમ હોલ, પુરૂષોતમ ખેરાજ ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. દમયંતીબેન વેરશી શીવજી નિસર (ઉં. વ. ૬૮) સોમવાર, ૬-૫-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ડાહીબેન શીવજી કરશન નિસરના પુત્રવધૂ. નિલેશ, મનિષ, ગીતાના માતુશ્રી. નયના, જીનલ, રસીકના સાસુ. પિયુષ, દર્શીના દાદી. શાંતિલાલ, સ્વ. ચુનિલાલ, સ્વ. અમરશી, ધનજી, તેજીબેન, મણીબેનના ભાભી. સ્વ. નામાબેન મણશી સુરજી ગાલાની દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. સ્થાન: એ/૪૦૧, રૂષભ એપાર્ટમેન્ટ, જૈન મંદિરની બાજુમાં, કુરાર વિલેજ, મલાડ-ઈસ્ટ.

સુરત વિશા ઓસવાલ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
સુરત હાલ મુંબઈ મંગલચંદ જવેરી (ઉં. વ. ૯૦) તે સ્વ. કૌશિકાબેનના પતિ. સ્વ. કમળાવતીબેન ગુલાબચંદ જવેરીના પુત્ર. કેતન, ભાવના, સંગીતાના પિતા. જીજ્ઞા, કમલેશ, મનીષના સસરા. રોહન-રીતુ, રીયા-રાહુલ, મોક્ષના દાદા રવિવાર, ૫-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. કેતન મંગલચંદ જવેરી, નાકોડા મહેતા સનસાઈન હાઈટ્સ, બી-૨૦૦૨, ૨૦મે માળે, સદાશિવ લેન, ખાડીરકર રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button