જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગામ મહુવા નિવાસી હાલ કાંદિવલી વેસ્ટ પિયુષભાઇ દોશી (ઉં. વ. 63) તે સ્વ. જસુબેન મનુભાઈ દોશીના પુત્ર. નીતાના પતિ. પારસના પિતા. નેહાના સસરા. મુકેશભાઈના નાનાભાઈ. ત્રાપજવાળા સ્વ. જયંતીલાલ પાનાચંદ ગાંધીના જમાઈ તે 5/5/24ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 9/5/24ના 4 થી 6. વીંટી ઇન્ટરનેશનલ સ્કૂલ, પદમા નગર, ગાર્ડર ગ્રુવ કોમ્પ્લેક્સની બાજુમાં, મહાડા ફેસ 1ની સામે, ચીકુવાડી, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી કાંતિલાલ છોટાલાલ માણેકચંદ શાહ (ઉં. વ. 92) તે 5/5/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેનના પતિ. મહેશ, ચંદ્રેશ, વિરેશ, સ્વ. દેવયાનીના પિતા. હિના, નીલા તથા બીનાના સસરા. સ્વ. જયંતીભાઈ તથા સ્વ. ગુણીબેન દિલસુખરાય મહેતાના ભાઈ. સાસરાપક્ષે વાંકાનેરવાળા સ્વ. શાંતાબેન હેમચંદભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધોરાજી નિવાસી હાલ ભક્તિ પાર્ક, વડાલા ઈસ્ટ, અશોકભાઈ હર્ષદરાય હરિદાસ પારેના પત્ની અ.સૌ. રૂપલબેન (ઉં. વ. 70) તા. 6 મે 2024ના અરિહંતશરણ પામેલ છે. તે ઉમંગના માતુશ્રી. શ્રુતિના સાસુ. તે મહેન્દ્રભાઈ, જૈમિની, સ્વાતિ અને અમીતાના ભાભી. ધારી નિવાસી કાંતાબેન નાથાલાલ માણેકચંદ રૂપાણીના સુપુત્રી (રૂપાબેન) તેમની પ્રાર્થનાસભા શ્રી લખમશી નપુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા-ઈસ્ટ, 4.00 થી 6.30 ગુરૂવાર, તા.9 મે 2024 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
થાનગઢ નિવાસી હાલ માટુંગાના પ્રદિપભાઈ નટવરલાલ દોઢીવાળા (ઉં.વ. 82) તા. 6-5-24ને સોમવારના અવસાન પામ્યા છે. તે સ્વ. સુશીલાબેન નટવરલાલના પુત્ર. સ્વ. રેખાબેનના પતિ. સ્વ. રમેશચંદ્ર, ગિરિષભાઈ, સ્વ. નીતિનભાઈ, સ્વ. ભારતીબેન રમેશચંદ્ર શાહ તથા ઈંદિરાબેન હસમુખલાલ શાહના ભાઈ. લતાબેનના દીયર. મીનાબેન તથા મીતાબેનના જેઠ. સ્વ. રતિલાલ છગનલાલ સોમાની (શાહ)ના જમાઈ. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: 26, કે.એ.એસ. રોડ, 4 કીર્તિકુંજ, માટુંગા, મુંબઈ-19.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબોના સ્વ. નવીન રતનશી બૌવા (ઉં. વ. 64) તા. 5-5-24ના અરિહંતશરણ પામેલ છે. તેજાબેન વેરશી નરશીના પૌત્ર. સ્વ. લક્ષ્મીબેન રતનશીના પુત્ર, જયોતીબેનના પતિ. રાહુલ, રશ્મી, ઉર્વીના પિતાશ્રી. હરેશ વેલજી સત્રા, ધીરજ છાડવાના સસરા. નીશી, સંયમી, વીર, આર્વીના નાના. ડો. મનહર, સ્વ. વાડીલાલ, પ્રવીણ, દમયંતી, બા. બ્ર. પરાગીનીબાઇ, બા. બ્ર. કુમકુમશ્રીના સંસાર પક્ષે ભાઇ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 7-5-24ના 10.30થી12. ઠે. કાંતિ વિસરીયા હોલ, ગાંવદેવી, થાણા (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ તારદેવ મનહરલાલ વનેચંદ સંઘવી (ઉં. વ. 95) તે સ્વ. સુશીલાબેનના પતિ. ડો. સ્વ. પ્રવીણભાઇ અને ઉત્તમભાઇના ભાઇ. તે અલકા, ડો. સંજય, કલ્પના, સ્વ. છાયા, પ્રિતીના પિતા. અ. સૌ. શિલ્પાના સસરા, હેત, સાંચી, ત્વિષા, સિદ્ધાર્થના દાદા. તા. 5-5-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 7-5-24ના મંગળવારે 5થી 6.30. ઠે. માનવ સેવા સંઘ, સાયન (ઇસ્ટ).