જૈન મરણ
ગં. સ્વ. સરોજબેન રજનીકાંત શાહ ગામ મહેસાણા હાલ કાંદીવલી (ઉં. વ. 69) 3-10-23ના રોજ અરિહંતશરણ પામેલ છે. લક્ષ્મીબહેન બાલુભાઈ મોદીના દીકરી. ગજરાબેન ચુનીલાલ શાહના પુત્રવધૂ. જીતેશભાઈ રજનીકાંત શાહના માતા. બિનાબહેન જીતેશભાઈ શાહના સાસુ. મહેક તથા સનાયાના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈન
વઢવાણના હાલ બોરીવલી હસમુખલાલ શાંતિલાલ શાહ (ઉં. વ. 86) તે સ્વ. અરૂણાબેનના પતિ. તે શ્વેતા જિતેશકુમાર સંઘવી, મૌલિક તથા ઉર્વી, અમર તથા દિપાના પિતા. તે સ્વ. નવિનંચદ્ર, રાજેન્દ્ર, જિતેન્દ્ર, સ્વ. કમળાબેન પુનમચંદ શાહ, સ્વ. ઈન્દુબેન મન્મથરાય સંઘવી, અ. સૌ. જ્યોતીબેન દિનેશકુમાર સંઘવી, અ. સૌ. પુષ્પાબેન ચંદ્રકાંત શાહના વડીલભાઈ. તે સ્વ. મહાસુખભાઈ ભાઈલાલ સખીદાના જમાઈ. તે પલક, માનવ, ધૈર્ય, દશ, જાનવી તથા નિશિના દાદા-નાના 4-10-23ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. ઠે. હસમુખલાલ શાંતિલાલ શાહ, સી/108, અમૃત સાગર, એસ. વી. રોડ, બોરીવલી (વે).
ઝાલાવાડી મૂ. દશાશ્રીમાળી જૈન
સરા હાલ અંધેરી રમેશભાઈ વ્રજલાલ પારેખ (ઉં. વ. 82) મંગળવાર, 3.10.23ના અરિહંતશરણ પામેલ છે. તે વિણાબેનના પતિ. સ્વ. લલિતભાઈ, સ્વ. દિલીપભાઈ તથા રમીલાબેન ચંદ્રકાંતભાઈ શાહના ભાઈ તથા ઉષીના પિતાશ્રી. તે જીતેનભાઈ ખુશાલચંદ્ર સંઘવીના સસરા. તે લીંબડીના સ્વ. પાનાચંદ પિતામ્બરદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
47 દશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
વડાવલી નિવાસી, હાલ ઘાટકોપર, મુંબઈ વિજયાલક્ષ્મીબેન તથા સ્વ. રમણલાલ વાડીલાલ શાહના પુત્ર સ્વ. જયેશભાઈ રમણલાલ શાહ (ઉં. વ. 53) મંગળવાર, તા. 3-10-23ના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેન શાહના પતિ. તે મૌલિક અને રૂચીના પિતા. તે સ્મીતા દિવ્યેશ શાહ, સ્વ. રૂપા ચેતન નેગાંધી, શીતલ નિલેશ શાહના ભાઈ. તે ઉચિત, હેમાંગ, સાહિલ અને આયુષના મામા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 5-10-23ના સાંજે 4 થી 6. સ્થળ: ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હિંગવાલા ઉપાશ્રયની બાજુમાં, પંતનગર, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના હેમકુંવર હરખચંદ પોલડીયા (ઉં.વ. 70) તા. 3-10-23ના અવસાન પામેલ છે. નાનબાઈ કાનજીના પુત્રવધૂ. હરખચંદ (બબુભાઈ)ના પત્ની. અમી, દર્શનના માતા. કસ્તુરબેન ચનાભાઈ સંગોઈ, ચંચળબેન કુંવરજી ઉર્ફ વેલજી સાવલાના પુત્રી. સતીષ, ઉષા, વિનોદ, કેતનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: હરખચંદ પોલડીયા, 10, વસંત વિલા, 23 સ્વામી નિત્યાનંદ માર્ગ, અંધેરી (ઈ).
રાયણના માતુશ્રી રતનબેન દામજી રાંભિયા (ઉં.વ. 90) કચ્છ મુકામે તા. 29-9ના અવસાન પામેલ છે. જેવુમા જેવતના પુત્રવધૂ. દામજીના ધર્મપત્ની. નવાવાસ મકામા દેવરાજ સાવલાના સુપુત્રી. નિતીન, અરૂણા, અનિલા, કલ્પનાના માતા. ખેતબાઇ દેવજી, નવાવાસ દામજી દેવરાજના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). સાંજે 4 થી 5.30. નિ. નિતીન રાંભીયા, 1402, સાંઇ એવન્યુ, નવઘર રોડ, મુલુંડ (ઇ).
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ચિ. ચિરાગ શાહ (ઉં.વ. 36) તે વિનોદકુમાર હીરાલાલ શાહ તથા કલ્પનાબેન શાહના સુપુત્ર. જયશ્રીબેનના ભાઈ. રાજવીરના મામા, મંગળવાર, તા. 3/10/23ના અરિહંતશરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર, તા. 5/10/23ના 9.30 થી 11.30, ગજરાતો મરાઠી બેન્કવેટ હોલ, ચંદાવરકર એક્સટેંશન રોડ, આશીર્વાદ બિલ્ડીંગની બાજુમાં, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી શ્વેતામ્બર જૈન
બામણબોર (રાજકોટ), હાલ બોરીવલી સ્વ. સુશીલાબેન શશીકાંતભાઈ ગાંધીના પુત્રવધૂ શ્રીમતી રોશનીબેન રાજેશભાઈ ગાંધી તા. 3/10/23ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ લીનાબેન પ્રિયંકર ગાંધીના દેરાણી. જનમ, ક્રિશા, સાક્ષી, અંકિત, વિધી, ટ્વિંકલ, પ્રિયાંશ, જૈનમ, હિતાંશુ, રોહન, સિમરન, આકૃતિ, સૌરભના વડીલ, પિયરપક્ષે સ્વ. ઉષાબેન સુરેશચંદ્ર કોઠારીના દીકરી. સ્વ. પંકજભાઈ પારૂલબેન, પિયુષભાઈ ખ્યાતિબેનના બેન. પ્રાર્થનાસભા તા. 6/10/23 શુક્રવારે 10થી 12, રઘુલીલા મોલ, લોટસ બેન્કવેટ, ચોથા માળે, પોઈસર, કાંદિવલી (વેસ્ટ).