જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ બોરીવલી ચંદનબેન નેમચંદ સંઘવીના પુત્ર અનંતરાય (ઉં. વ. ૮૦) તે ૩/૫/૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રાબેનના પતિ. સ્વ. રમણીકભાઇ, સ્વ.શાંતિભાઈ, સ્વ. શિવલાલભાઈ, હિંમતભાઈ, પ.પુ ઉપાધ્યાય શ્રી પુન્ડરિક વિજયજી મ. સા, સ્વ.પ્રવીણભાઈ તથા ચીમનભાઈના ભાઈ. વિજય-રાકેશ, વૈશાલી નિલેષકુમાર મહેતા તથા શીતલ દર્શકકુમારના પિતા. જીજ્ઞા તથા કિંજલના સસરા, જમનાદાસ છગનલાલ શાહ ભંડારીયાવાળાના જમાઈ. તેમના શ્રી શત્રુંજય ભાવયાત્રા ૬/૫/૨૪ સોમવાર ૯.૩૦ થી ૧૨.૦૦. વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી રોડ બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ નિવાસી હાલ મલાડ, ગુણવંતરાય વ્રજલાલ વોરા (ઉં. વ. ૮૪ ) તા. ૩/૫/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. તે કુમુદભાઈ, સ્વ. જયસુખભાઈ, વિરેન્દ્રભાઈ, મધુબેન, પદ્માબેન, હંસાબેન, પુષ્પાબેન, વિલાશબેન, કૈલાશબેન, ભદ્રાબેનના ભાઈ. કલ્પેશભાઈ, ધર્મેશભાઈ તથા બીનાબેનના પિતા. ભરતકુમાર,વૈશાલીબેન તથા પૂર્વીબેનના સસરા. સિદ્ધાર્થ, વિરતી, આરવના દાદા, સ્વ પ્રફુલકુમાર બાબુલાલ શાહ (ભદ્રાવળવાળા)ના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ધર્મેશભાઈ વોરા ચાલ નંબર ડી/૯, રૂમ નંબર ૭, ભાદરણનગર, એન.એલ. કોલેજની બાજુમાં, મલાડ વેસ્ટ.
ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશા) નિવાસી હાલ કાંદિવલી સ્વ. કમળાબેન રતિલાલ જેઠાલાલ દોશીના પુત્ર જશવંતભાઈ (ઉં. વ. ૭૬) તા. ૨/૦૫/૨૦૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. તે વિપુલ તથા વિરલના પિતા. તે સૌ.કામિની તથા સૌ. જૈનાના સસરા. તે સ્વ.શારદાબેન વ્રજલાલ પોપટલાલ વોરાના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. સી ૨, એલ -૧૭, શ્રી મહાવીરનગર, શંકર લેન, કાંદિવલી (વેસ્ટ).
હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
આગિયોલ નિવાસી હાલ મલાડ વિમલાબેન મુળચંદ મણીલાલ શાહ (ઉં. વ. ૮૦), તે અક્ષય-ચેતના, મમતાની માતા. આશાબેન- રશ્મિકાંત- જીકેશકુમારના સાસુ. રતીલાલ (પ્રેમીલાબેન), જશવંતલાલ (સ્વ. રંજનબેન), અશોકભાઈ હેમલતાબેન, વિનોદભાઈ (ઈન્દિરા બેન), કપિલાબેન રતીભાઈ, સ્વ. સવિતાબેન કિર્તીલાલ, ગુણવંતીબેન અરવિંદલાલ, ઈન્દીરાબેન પોપટલાલ, મધુબેન શાંતિલાલ, સ્વ. શાંતાબેન ધનપાલભાઈ, ભારતીબેન પ્રવિણચંદ્રના ભાભી. ઝીલ, ઉર્વીશ, અંકીની, ધવલ, વંશ, ડિમ્પલ, વિરલ, નિખિલ, ધ્રુવી, ધ્રુવેશ, અર્ચિત, અદિતના દાદી. પિયરપક્ષે હરસોલ નિવાસી સ્વ. મોહનલાલ સ્વરૂપચંદના દીકરી તા. ૩-૫-૨૦૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. માતૃવંદના તા. ૬-૫-૨૦૨૪ સોમવારના ૩.૩૦ થી ૫.૩૦, માધવ બાગ, સી.પી.ટેન્ક, મુંબઈમાં રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા) ના પ્રવિણ પ્રેમજી ગાલા (ઉં. વ. ૬૧) તા. ૨-૫-૨૪ના અવસાન પામેલ છે. શાંતાબેન પ્રેમજીના પુત્ર. નવલબેનના પતિ. રોહીત, ભાવિન, સાગરના પિતા. ચંદ્રીકા, હેમલતા, રમેશના ભાઇ. લક્ષ્મીબેન હેમરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રોહીત પ્રવીણ ગાલા, દુબે મધુબન બિલ્ડીંગ, રૂમ નં. ૩, વિંગ એ, શિવ બસવ નગર, શિવ મંદિર રોડ, અંબરનાથ (ઇ.)
મેરાવાના ધનવંતી લક્ષ્મીચંદ ગાલા (ઉં. વ. ૮૦) ૩-૫ના અવસાન પામેલ છે. તે માતુશ્રી લક્ષ્મીબેન મણીબાઇ ગાંગજી દેવશીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના ધર્મપત્ની. સુનીલ, નિલેશ, જસ્મીનનાં માતુશ્રી. ના. ખાખર સુંદરબેન શામજી મોનજીના પુત્રી. ખુશાલ, પ્રવિણ, કાંડાગરા મણીબાઇ લાલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિલેશ ગાલા, ૩૯૧/સી, સર્કલ હાઉસ, ભાઉદાજી રોડ, માટુંગા-૧૯.
ભોજાયના કેતન મગનલાલ મુરજી ગડા (ઉં. વ. ૪૦) તા. ૨-૫-૨૪ના અવસાન પામેલ છે. સરલાબેન મગનલાલના પુત્ર. રશ્મિના પતિ. સૃષ્ટિ, હસ્તીના પિતા. મનીષા, કુંજલના ભાઇ. મંજુલાબેન મુરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મગનલાલ ગડા, ૧૦૫, મધુરમ, સાઇનગર, વસઈ (વે) ૨૦૨.
પાલનપુરી જૈન
શ્રી. રસિકલાલ શેઠ (ઉં.વ. ૮૮) તા. ૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંગુબેન ગફુરચંદ શેઠના પુત્ર. મંજુલાબેનના પતિ. સ્વ. સુરેશભાઈ, સ્વ. સુશીલાબેન સુરેશકુમાર બક્ષી અને બાબુલાલના ભાઈ. સ્વ. પ્રેરણા, નિલેશ, હિતેશ અને સમીરના પિતા. વિપુલ ઉદાણી, પૂર્વી અને કોમલના સસરા. પલક, નિરાલી, આંચલ, અનમોલ, મિતાલી, શાન, માલવિકા અને સુજયના દાદા. તેઓ શ્રીની પ્રાર્થનાસભા તા. ૬-૫-૨૪ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૦૦. પ્રાર્થનાસભા સ્થળ: હિરાવતી બેન્કવેટ હોલ, ટાગોર રોડ, પોદાર સ્કૂલની પાછળ, સાંતાક્રુઝ (વેસ્ટ).
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. છગનલાલ કારીઆ (ઉં.વ. ૭૨) ગુરુવાર, તા. ૨-૫-૨૪ના અરિંહતશરણ પામેલ છે. માતુશ્રી ગૌરીબેન રતનશી કારીઆના પુત્ર. તે સ્વ. અમૃતબેનના પતિ. ભાવેશ, વિપુલ, ગીતાના પિતાશ્રી. ભૂમિકા, દિપેશ, માનશીના સસરા. પોપટલાલ, ભીમશી, ચાંપશી, લક્ષ્મીબેન, રાજીબેન, મણીબેનના ભાઈ. ભચાઉના સ્વ. મોંઘીબેન વાલજી રવજી ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૫-૨૪ના પ્રા. ટાઈમ. ૧૦.૩૦થી ૧૨.૦૦ સ્થળ: કરશન લઘુ હોલ, દાદર.
ઘોઘારી વિસા ઓસવાળ જૈન
અમરેલી નિવાસ રતિલાલ સુંદરજી શાહના પુત્રવધૂ અ.સૌ. ડૉ. સરલાબેન (ઉં. વ. ૮૭) તે ડૉ. પ્રવિણચંદ્ર રતિલાલ શાહના ધર્મપત્ની મુંબઈ મુકામે ગુરુવાર, ૨-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. બીરેન અને ડૉ. બિનિતાના માતુશ્રી. ડૉ. અંજલિ શાહ અને ડૉ. સંદીપકુમાર મહેતાના સાસુમા. તે રોહન અને રૂચિના દાદીમા. પિયર પક્ષે કપડવંજ નિવાસી ચંદુલાલ દામોદરદાસ પરીખના દીકરી. તેમની બંને પક્ષની સાદડી ગુરુવાર, ૯-૫-૨૪ના ૪થી ૬, સ્થળ: વિલીંગ્ડન વ્યુ, ૧લા માળે, કોમ્યુનિટી હોલ, શાને ગુરુજી માર્ગ, તુલસી વાડી, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વેસ્ટ સામે. લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી હાલ બોરીવલી નિરંજનભાઈ પરમાણંદદાસ તુરખીયા (બટુકભાઈ) (ઉં. વ. ૮૮) ૩૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેન (રમાબેન)ના પતિ. ચેતનાબેન હેમેન્દ્ર તુરખીયાના સસરા. પરીન-રૂચિ-પાયલ રાહુલ પારેખના દાદા. અનસુયાબેન રમણીકભાઈ ટોલીયાં, સ્વ. ભારતીબેન જયવંતભાઈ મહેતા, ભદ્રાબેન ચંદુભાઈ શાહ, સ્વ. દિનેશભાઈ, સ્વ. કિરીટભાઈના ભાઈ. રણછોડદાસ ભાયચંદ ગોસલીયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ડોમ્બિવલી બીપીનભાઇ નરોત્તમદાસ બાવીશી (ઉં. વ. ૭૧) તે ઇંદીરાબેન નરોત્તમદાસ બાવીશીના સુપુત્ર. મોરબી નિવાસી જયશ્રીબેન કાંતિલાલ દોશીના જમાઇ. તે બીનાબેનના પતિ. નિકિતા, પૂજા, રીપાના પાપા અને ભાવેશકુમાર, નિશિતકુમાર, કેયુરકુમારના સસરા. સ્વ. નરેન્દ્રભાઇ, ભારતીબેન, નીલાબેનના ભાઇ. તે દિવીજા, નિવાંશી, હિતીષાના નાના. શનિવાર, તા. ૪-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૬-૫-૨૪ના ૪થી ૬. ઠે. રોટરી કલબ સભાગૃહ, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).