મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. બીપીનચંદ્ર પ્રભુદાસ કોઠારીના ધર્મપત્ની કિરણબેન બીપીનચંદ્ર કોઠારી (ઉં. વ. ૭૮) દિપ્તી વીરેશ ટોલીયા અંજની, સંજયના માતુશ્રી. સંધ્યાના સાસુ, મંજુલાબેન, સ્વ. સુરેશભાઇ, વિજયભાઇ, જયંતભાઇના ભાભી. માલતીબેનના જેઠાણી. શાંતાબેન દલીચંદ તેજાણીના દીકરી તા.૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૫-૨૪ ગુરુવારના ૧૦થી ૧૧. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર (દાણાવડા) નિવાસી હાલ કાંદિવલી શશીકાંતભાઇ (ઉં. વ. ૮૬) તે સ્વ. લીલાવતી હરગોવિંદદાસ શાહના પુત્ર. સ્વ. કોકિલાબેનના પતિ. મનીષ, સમીર, જીજ્ઞા અભય ભાલાણીના પિતા. સોનલ, જાહનવીના સસરા. સ્વ. લલિતભાઇ, સ્વ. દેવેન્દ્રભાઇ, શકુંતલા ઉપેન્દ્ર શાહ, જયોત્સના લલિત તુરખીયાના ભાઇ. સ્વ. સમજુબેન ધનજી ડેલીવાલાના જમાઇ તા. ૨૮-૪-૨૪ રવિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઇના માતુશ્રી વિજયાબેન રતનશી લખમશી હરીયાની પરપૌત્રી ચિ. ફ્રિયોના (ઉં. વ. ૪॥ મહિના) તા. ૨૭-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દિપ્તી દિનેશ રતનશી હરીયાની પૌત્રી. તન્વી જય દિનેશ હરીયાની સુપુત્રી. નીપા જયંતીલાલ ગડાની દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. દિનેશ રતનશી હરીયા, બી/૪/૩૦૨, કચ્છી સર્વોદય નગર, પી.એલ. લોખંડે માર્ગ, ચેમ્બુર, મુંબઇ.
લાખાપુરના માતુશ્રી રૂક્ષ્મણી શેઠીયા (ઉં. વ. ૮૫) તા. ૨૯-૪-૨૪ના અવસાન પામેલ છે. તલકશીના ધર્મપત્ની. લક્ષ્મીબેન લખમશી નથુના પુત્રવધૂ. શિરીષ, ચંદન, વર્ષા, હીનાના માતુશ્રી. મેઘબાઇ લાલજીના પુત્રી. મગન રાઘવજી, કલ્યાણજી, વેલબાઇ કેશવજી, નિર્મળા દામજી, અમૃત ચુનીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. ઝીલ ગાલા, ૮૦૩, યાસ્મીન રેસીડેન્સી, એસ.એલ.રોડ, મુલુંડ (વેસ્ટ).
કોડાય હાલે બિદડાના માવજી કેશવજી ગાલા (ઉં. વ. ૮૭) તા.૨૯-૪-૨૪ ના અવસાન પામેલ છે. સોનબાઈ કેશવજી હીરજીના પુત્ર. જવેરબેનના પતિ. કિરીટ, પ્રવિણ, પ્રફુલ્લા, છાયા, પ્રજ્ઞાના પિતા. ડુંગરશી, ભાણબાઈ ગાંગજી, સુંદરબેન રવજી, પુરબાઈ પાસુભાઈ, મુલબાઈ ખીમજી, ઉમરબાઈ કરમશી, મણીબેન તલકશીના ભાઈ. બિદડા પુરબાઈ કલ્યાણજી કાનજી સાવલાના જમાઈ. પ્રા. : સંસ્કૃતિ હોલ, કેદારમલ રોડ, મલાડ (ઈ). ટા.૩ થી ૪.૩૦. નિ. માવજી ગાલા. ૪૦૩, સ્નેહ ધારા, બચાની નગર રોડ, મલાડ (ઇ.).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker