મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘાના કપીલ જયંતીલાલ મારૂ (ઉ. ૪૬) તા. ૨૪-૪-૨૪ના કચ્છ ભુજ મધ્યે અવસાન પામ્યા છે. નિર્મળાબેન જયંતીલાલ મારૂના પુત્ર. રોશનીના પતિ. ભાવનાના ભાઇ. માતુશ્રી હેમલતા હીરાલાલ વીરાના જમાઇ. પ્રાર્થના સ્થળ : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
લુણીના માતુશ્રી ભાનુબેન તલકશી ગલિયા (ઉ. ૯૧) મંગળવાર તા. ૨૩-૪-૨૪ના અવસાન પામેલ છે. વિશનજી મોનજીના પુત્રવધુ. તલકશીભાઇના ધર્મપત્ની. સરોજ, રસીલા, દીપક, નિશા, ડો. અલ્પા, નીનાના માતાજી. કપાયાના સુંદરબેન વજપાર ગગુ સંગોઇના સુપુત્રી. શામજી, વિનોદ, ભચાઉના દામજી કેશવજી સતરાના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. દીપક ગલિયા. ભાનુ કુંજ, નોર્થ-સાઉથ રોડ નં. ૩, જુહુ સ્કીમ, વિલેપાર્લે.
બિદડા (વીચ્છી ફરીયા)ના માતુશ્રી ધનવંતીબેન વોરા (ઉં.વ. ૮૪) તા. ૨૭-૪-૨૪ના અવસાન પામેલ છે. દેવકાંબેન દેવજીના પુત્રવધુ. અમૃતલાલના ધર્મપત્ની. કુંદન, મનોજ, જયેશ, ચેતનના માતુશ્રી. રાયણના લીલબાઇ કુંવરજી રામજી ભગતના પુત્રી. લક્ષ્મીચંદ, પ્રેમચંદ, હરખચંદ, કાંતી, હીરાકુંવર લીલાધર, કોડાયના રતનબેન તલકશી, નાની ખાખરના કસ્તુરબેન હરસુખ, બિદડાના પુષ્પાબેન શામજી, મંજુલાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચેતન વોરા, ૩/૪૪, જૈન ચાલ, ડો. એસ.એસ.રાવ રોડ, લાલબાગ.
સાડાઉના કિશોર સુરજી ગાલા (ઉ.૬૦) તા. ૨૨-૪-૨૪ ના જર્મનીમાં અરિહંત શરણ પામેલ છે. માતુશ્રી સ્વ.જવેરબેન સુરજી જીવરાજના પુત્ર. માધુરીના પતિ. પ્રિયંકા, વિશાલના પિતા. સ્વ. જેવંતી સ્વ. તલકશી, નિતા (નમીતા)ના ભાઇ. મુંબઇ સ્વ. આશા પ્રભાકર પારકરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કિશોર ગાલા, સુશીલ બિલ્ડીંગ રૂમ-૪, જાકુ ક્લબ રોડ, સાંતાક્રુઝ (ઇ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી મૂર્તિજાપુરવાલા હાલ યુ એસ એ અભેચંદ જીવન કાલાભાઈ લાઠીયાના પુત્ર વૃજલાલ (ભિમભાઈ )ના ધર્મપત્ની અ.સૌ. સોનલ (પ્રફુલ્લા) (ઉં.વ.૭૭), તા. ૨૩ /૪/૨૪ના અરિહંત શરણ પામ્યા છે. તે કોટડા નિવાસી હાલ યુ.કે. ભાઇચંદ જસરાજ રુપાણીના સુપુત્રી, રૂપલ,અપુર, રીશાના માતુશ્રી, કલેરેન્સ, નિમિતા, ભાવેશના સાસુ. દેવેન, રાયન, બેલાના દાદી, રીયાના, આનીકાના નાની, તે જયાબેન રમણીકલાલ મેઘાણી, જસવંતીબેન રમણીકલાલ દોશી, શાંતિબેન જયસુખલાલ પીપરીયા, હંસાબેન હસમુખલાલ સંઘવીના ભાભી. માણેકચંદ જસરાજ કાલાભાઈ લાઠીયા પરિવાર, મોહનલાલ જસરાજ કાલાભાઈ લાઠીયા પરિવાર, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા મુર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ નાલાસોપારા સ્વ.દેવચંદ વનરાવન શાહ (નગરશેઠ)ના પુત્ર સ્વ.ત્રંબકલાલના ધર્મપત્ની ગુણવંતીબહેન, (ઉં.વ.૮૮) શનિવારે તા. ૨૭-૪-૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ દિલીપ, મયુર, સ્વ.હિરેન.કલ્પનાબહેન હરીશકુમાર શાહ. વર્ષાબહેન મહેન્દ્રકુમાર શાહના માતુશ્રી. રૂપલ, જાગૃતિ, સોનલના સાસુ. નિમેશ, દિપેન, રૂચિ, કૃતિ દર્પણકુમાર બગડિયા, દિશા જતીનકુમાર શાહના દાદી,. ધવલ, હેમલ, નેહલ, આશિષના નાની. પિયર પક્ષે રામપરા નિવાસી હાલ જોરાવરનગર સ્વ.રતિલાલ કસરચંદ શાહના પુત્રી. સ્વ. સૂર્યકાંતભાઈ.હસમુખભાઈ, હરેશભાઈ, સ્વ.અંજવારીબહેન નંદલાલ મઠિયાના બહેન. પ્રાર્થનાસભા. લૌકિક વયવહાર બંધ રાખેલ છે. નિવાસ સ્થાન:એ, વિંગ-૧૨૦૨, ઈમ્પિરિયલ હેરિટેજ ટાવર, યુનિયન બેંકની સામે. લિંક રોડ, નાલાસોપારા (ઈસ્ટ).
પ્રભાસ પાટણ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ બોરીવલી-વેસ્ટ, મુંબઈ, સ્વ.રાજેન્દ્ર કાંતીલાલ શાહના ધર્મપત્ની રેખાબેન, (ઉં.વ.૬૪), તા. ૨૭-૪-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે હરકીશનદાસ લીલાધર શાહના દીકરી, તે જલ્પેશના માતુશ્રી, તે કાજલના સાસુ. તે જીયાંશના દાદી, મીના યોગેશ શાહ, મનોજ કાંતીલાલ શાહના ભાભી, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ ઘાટકોપર રજનીકાંત બાબુલાલ દોશી (ઉં. વ. ૭૨) તે તા. ૨૭-૪-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબહેનના પતિ. સેજલબેન અને દેવાંગભાઇના પિતા. તે પ્રતાપભાઇ, ધીરેન્દ્રભાઇ, જયશ્રીબેન નવીનચંદ્ર શાહ, રસીલાબેન દોશી અને સ્વ. ધનલક્ષ્મીબેન મનસુખલાલ પારેખના ભાઇ. તે જસપરા નિવાસી સ્વ. હરગોવિંદદાસ જેરાજ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button