મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. લહેરચંદ નરોત્તમદાસ શાહના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ. ૮૬) તે ભરતભાઇ, વિજયભાઇ, નયનાબેન, નીરૂબેનના માતુશ્રી. દીપીકાબેન, પૂજાબેન, મહેન્દ્રભાઇ, પ્રવીણભાઇના સાસુ. રૂષભ, રિદ્ધિ, રુચિ, નીધી તથા મીશાનાં દાદી. વિશાલ, તેજસ, અમિત તથા પ્રતીકનાં નાની. પિયર પક્ષે મહુવા નિવાસી વનમાળીદાસ કીલાચંદ પટણીના પુત્રી સોમવાર, તા. ૨૨ એપ્રિલના દેવલાલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૪ એપ્રિલના સાંજે ૪થી ૬. ઠે. જલારામ હોલ, જુહુ સ્કીમ, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી વડાળ નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. નેમચંદ ભગવાનદાસ દોશીના સુપુત્ર અનંતરાય દોશીના ધર્મપત્ની. અ. સૌ. જસુમતીબેન (ઉં. વ. ૬૯) તે અમીત, અંકિત, જીજ્ઞા, હેતલના માતુશ્રી. તે પરેશકુમાર શાહ, રાજેશકુમાર શાહ, હેતવી, રિદ્ધિના સાસુ. સ્વ. ફૂલચંદભાઇ, દિનેશભાઇ, જયસુખ, સ્વ. રમાબેન, સવિતાબેન, લલિતાબેન, સ્વ. હંસાબેન, પ્રફુલાબેન, મનીષાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. હુકમીચંદ રામજી દોશી મહુવાવાળાના દીકરી તા. ૨૧-૪-૨૪ રવિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ શ્ર્વે. મૂ. પૂ. જૈન
લીંબડી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. શાંતિલાલ ત્રંબકલાલ શાહના પુત્ર પિયુષભાઇ (ઉં. વ. ૭૦) તે જયોતીબેનના પતિ રવિવાર, તા. ૨૧-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અવની, રૂપાલી, પ્રશાંતના પિતા. તથા નિતીનભાઇ, અજયભાઇ, પરેશભાઇના મોટાભાઇ. ઉષાબેન, સુરેખાબેન, નયનાબેનના જેઠ તથા સ્વ. પ્રવીણચંદ્ર છોટાલાલ વોરાના જમાઇ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: એ/૧૯, ૨જે માળે, ઓમ અનુરાગ કો.ઓ. હા. સોસાયટી, આયકોન હોસ્પિટલની સામે, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ બોરીવલી બીપીનચંદ્ર વલ્લભદાસ પંચમીયા (ઉં. વ. ૮૦) તા. ૨૦-૪-૨૪ શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તેજલ, સેજલ, જયેશના પિતાશ્રી. તે દીપકકુમાર, દેવાંગકુમાર, નેહલના સસરા. તે સ્વ. અનંતરાય, વસંતભાઇ, સ્વ. કનકરાય, જગદીશભાઇ, અરવિંદભાઇ, જયોતીબેન મહેશભાઇ કામદાર, ગીતાબેન ગીરીશભાઇ કામદારના ભાઇ. તે સ્વ. પ્રભુદાસભાઇ પ્રાણજીવનદાસ કામદારના જમાઇ. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી (હાલ ભાયંદર) પ્રવિણચંદ્ર તે વીણાકુવર વિઠ્ઠલદાસ શેઠના પુત્ર (ઉં. વ. ૮૮) ૨૦-૪-૨૪ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. તરુલતાબેનના પતિ. રાજેશભાઈ અને વિપુલભાઈના પિતાશ્રી. મમતાબેન અને નિકિતાબેનના સસરા. હેનલ હર્ષકુમાર, દ્રષ્ટિ અને ઈશાના દાદા. સ્વ. અનિલભાઈ, સ્વ. મધુકરભાઈ, સ્વ. રમેશભાઈ, દમયંતીબેન તથા શોભનાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
સ્વ. રતીલાલ ધનજી વોરાના સુપુત્ર ધીરૂભાઈ તે રાજેશ, જસ્મીના, બીના, રીન્કુંના પિતાશ્રી તથા લાભકુંવરબેન, કાંતાબેન, ચંદનબેન, કલાબેન, સ્વ. સુધાબેન, ધનલત્તાબેન, પુનમચંદભાઈના ભાઈ તથા રૂપાબેનના સસરા ૨૦-૪-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૪-૨૪ના રોજ સવારે ૯.૩૦ કલાકે ઉપલેટા મુકામે રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી